________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૦૫ જ્ઞાયક તો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પણ મિથ્યાત્વને લઈને અન્યથા મનાઈ રહ્યો છે, તેથી એ મિથ્યાત્વને મૂળથી ઉખેડીને સ્વભાવથી જ જ્ઞાયક એવા આત્મતત્વના જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવર્તવા સિવાય અન્ય કાંઈ કરવા યોગ્ય નથી.
(બોલ નં-૧૭૪) [ ઉો ] તત્ત્વાનુશાસનમાં ૧૬૨ શ્લોકમાં લખ્યું છે કે “સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ તારો સ્વભાવ
છે.” સ્વ અને પરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પોતાને આવો અચિંત્ય સ્વભાવવાળો ન માનતાં હું રોગી, હું કાળો, હું રૂપાળો, હું પૈસાવાળો એમ પરપદાર્થમાં
અને વિભાવમાં પોતાની અતિ માનવી તે આત્માને કલંક છે. (બોલ નં-૨૨૨) [ 2 ] જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે
છે. તોપણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ-પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબિત વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વ-પરને જાણનાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મ પુદ્ગલના પરિણામ છે. જ્ઞાનસ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરણેયોને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થવું તે જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી.
(બોલ નં-૨૩૧) [] ભૂત-ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી માટે એ પર્યાયની અપેક્ષાએ તો
અવિધમાન જ છે, પણ જ્ઞાને તેને વર્તમાનવત્ પ્રત્યક્ષ કરી માટે ભૂતાર્થ કહ્યું છે, તો આ ભગવાન આત્મા તો વર્તમાન ભૂતાર્થ છે, સકળ નિરાવરણ અખંડ એકરૂપ પ્રત્યક્ષ-પ્રતિભાસમય વર્તમાનમાં ભૂતાર્થ છે, તો એ ભગવાન આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? વર્તમાનમાં છે અને તેનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો છે તો એ
વર્તમાનમાં જ્ઞાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? જરૂર થાય. (બોલ નં-૨૬૬) [ ] શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે કે ઘોર નિંદ્રામાં પણ એનું નામ લ્યો ત્યાં
બેઠો થઈ જાય ! તેમ આત્મામાં એવો રંગાઈ જાય કે ચૈતન્ય જ્ઞાયકજ્યોત છું એમ સ્વપ્નમાં પણ એ જ વાત આવે. જેને જેની લગની લાગી હોય તેને સ્વપ્ના પણ એ જ આવે. અમે આનંદ ને શુદ્ધ ચૈતન્ય છીએ, પુણ્ય ને પાપ તે અમે નહીં,
(બોલ નં-૨૮૪) [ s ] પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ
જાણતાં એકલા જોયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે.