________________
૩૦૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પુણ્ય-પાપ એ જ અને એટલું જ મારું શેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે.
(બોલ નં-૩૩૨) [ ૯ ] વર્તમાન વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાનપર્યાય તે ત્રિકાળી જ્ઞાયકનો જ એક અંશ
છે. તેને અંતરમાં વાળતાં “ચૈતન્ય હીરો” જ્ઞાનમાં આવે છે. અવયવ દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જો તો તારો ચૈતન્યસૂર્ય તને ખ્યાલમાં આવશે, તેનો પ્રકાશ તને દેખાશે.
(બોલ નં-૩૩૬) [ ] પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ. પર્યાયથી પરને
તો ન દેખ, પર્યાયને પણ ન દેખ પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દૃષ્ટિ ત્યાં લગાવ. છ મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખ તત્ત્વને અંતર્મુખના પરિણામ વડે દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે તેને એકવાર છ માસ (મહિના) તો તપાસ કે આ શું છે? બીજી ચપળાઈ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદેશ પ્રભુ છે તેને છ માસ (મહિના) તપાસ.
(બોલ નં-૩૪૧) [ 8 ] જીવ કયારેય ત્રિકાળી સ્વભાવની સન્મુખ થયો નથી, તેણે કયારેય ભૂતાર્થ સ્વભાવની
દૃષ્ટિ કરી નથી. ખરેખર તો અજ્ઞાનીને પણ એક સમયની અજ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાયક જણાય છે પણ જ્ઞાયકની દૃષ્ટિ નહીં હોવાથી, પર્યાયષ્ટિ હોવાથી માત્ર પર્યાયનેરાગને જાણવાવાળો રહે છે તેથી તે મિથ્યાષ્ટિ છે. પર્યાયમાં આખી વસ્તુ જાણવામાં આવે છે, કેમ કે સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે; છતાં અજ્ઞાનીની દૃષ્ટિ સ્વ તરફ નહીં હોવાથી તેની દૃષ્ટિમાં એકલી પર્યાય જ આવે છે. દેષ્ટિ ત્રિકાળી તરફ ઝૂકેલી નથી ને પર્યાય તરફ ઝૂકેલી છે, પણ જ્યાં દૃષ્ટિ અંતર્મુખ વળે છે ત્યાં દ્રવ્યની શ્રદ્ધા આવી. જોકે શ્રદ્ધાને ખબર નથી કે “આ દ્રવ્ય છે. પરંતુ શ્રદ્ધાની સાથે જે અનુભૂતિ છે-જ્ઞાન છે તેમાં ખ્યાલ આવે છે કે “આ દ્રવ્ય છે.”
(બોલ નં-૩૮૦) [ ] જ્ઞાનની પર્યાયમાં સ્પશેય જણાય છે પણ તેના તરફ તે દૃષ્ટિ કરી નથી, ત્યાં દેષ્ટિ કરીને
તને જાણ તો તને સુખ થશે. પર તરફના વલણવાળા જ્ઞાનથી દુઃખ થશે કેમ કે તે પરના લક્ષે થાય છે. સ્વપ્રકાશક જ્ઞાન થયા પછી જ્ઞાન પરને જાણે તો તે દુઃખરૂપ નથી, કેમ કે એ તો પોતાની પર્યાય છે તે પરના લીધે પરપ્રકાશક નથી. જેને સ્વસત્તાનું અવલંબન આવ્યું છે તેને પરપ્રકાશકશાન એ પોતાના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે એમ જાણે છે તેથી તેને તે દુઃખરૂપ નથી.
(બોલ નં-૪૨૦) ભગવાન આત્મા દ્રવ્ય-અપેક્ષાએ વર્તમાનમાં અત્યારે જ મુક્તસ્વરૂપ છે, કર્મથી ને વિભાવથી ભિન્ન નિર્લેપ ચીજ છે. એમ ન હોય તો પર્યાયમાં નિર્લેપતા આવશે કયાંથી? જેમ સ્ફટિકમાં રંગની ઝાંય દેખાવા છતાં સ્ફટિક તે જ વખતે સ્વભાવે નિર્મળ