________________
૩૦૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પણ વિકાસરૂપ જે ભાવેન્દ્રિયની ખંડખંડ જ્ઞાનરૂપ પર્યાય છે તેમાં આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે તે પર્યાયમાં સ્વપરપ્રકાશક તાકાત છે, તેથી તેમાં સ્વøય જ જાણવામાં આવે છે. બાળકથી માંડીને વૃદ્ધ ને સર્વને, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, અજ્ઞાનીને પણ તેની જ્ઞાનની પર્યાયમાં આત્મા જ અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સર્વને સદાકાળ સ્વયં અનુભવમાં આવે છે. પર્યાયમાં આત્મા જ ખ્યાલમાં આવે છે. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ
દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. (બોલ નં-૧૦૫) [ કુ ] ભૂતકાળની અનંતી પર્યાયો અને ભવિષ્યકાળની અનંતી પર્યાયો કે જે થઈ ગઈ છે અને
જે હજુ થઈ નથી તે પર્યાયો ખરેખર પ્રગટ નથી, વિધમાન નથી, અવિદ્યમાન છે, છતાં કેવળજ્ઞાન તેને પ્રત્યક્ષ જાણતું હોવાથી તે પર્યાયો વિદ્યમાન છે, ભૂતાર્થ છે એમ જાણે છે. આહાહા ! ભૂત-ભાવિ પર્યાયો અવિધમાન હોવા છતાં જ્ઞાનમાં સીધી જણાતી હોવાથી જ્ઞાનમાં વિદ્યમાન છે, ભૂતાર્થ જ છે એમ જાણે છે-એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! જે પર્યાયો વિધમાન નથી છતાં જ્ઞાન તેને વિધમાનપણે જાણે છે તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિધમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને! વિધમાન છે ને! તો એ મહાપ્રભુને તું વિધમાનરૂપે જાણ ને! આહાહા ! જેની હયાતી નથી તેની હયાતી જાણે તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિધમાન જ છે, હયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિધમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિધમાન જ છે તેને જાણ !
(બોલ નં-૧૧૯). [ ] સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે જોય તેમાં
જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય અજ્ઞેયને ભગવાન આત્માને જાણે ત્યાં અનંતા પરશેયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે.
(બોલ નં-૧૪૯) [ ] સ્વભાવથી જ હું જ્ઞાયક હોવાને લીધે સમસ્ત વિશ્વ સાથે મારે શેયજ્ઞાયકલક્ષણ સંબંધ
છે, પરંતુ આ શેય ઈષ્ટ–અનિષ્ટ છે કે શેયના લઈને જ્ઞાન થાય છે કે આ શેય મારું ને હું તેનો સ્વામી એવો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. શાયકનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી લોકાલોક જાણે કે જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય એમ એક ક્ષણમાં જ જાણી લે છે. આવા શેયજ્ઞાયકલક્ષણ સંબંધને લીધે એકીસાથે અનંતા શેયોને અનંતપણે જાણવા છતાં જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ-એકરૂપપણે જ રહ્યો છે. અનાદિથી