________________
૩૦૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ક ] ભગવાન આત્મા સદા અંતર્મુખ છે. અતિ અપૂર્વ, નિરંજન અને નિજબોધના આધારભૂત
એવો કારણ પરમાત્મા છે, તેને સર્વથા અંતર્મુખ સહજ અવલોકન વડે જે મુનિઓ
અવલોકે છે તેને ભગવાન સંવર અને આલોચના કહે છે. (બોલ નં-૬૩૫) [ 0 ] ચૈતન્ય ચૈતન્યમાં એકાગ્ર થતાં ભેદપણું રહેતું નથી. આ એક જ શ્લોકમાં (૨૭૮ મા
કળશમાં ) અનાદિનું અજ્ઞાન છે તે અને તેનો અભાવ કેમ થાય તે વાત કરી છે. દોરાનો ફાળકો ગૂંચવાણો હોય અને ગાંઠ પડી ગઈ હોય. પણ તે ગૂંચ કાઢતાં ગાંઠ રહેતી નથી તેમ આત્માની પર્યાયમાં અજ્ઞાનરૂપી ગૂંચ ઊભી થઈ હતી તે જ્ઞાનથી ઉકેલી નાખી પછી તે કાંઈ છે જ નહિ. અંદબુદ્ધિમાં રાગ દ્વેષ અજ્ઞાન વગેરે ભાસતા હતા. પણ સ્વભાવ બુદ્ધિ થતાં તે કાંઈ ભાસતું નથી. આમાં મોક્ષમાર્ગ સમાવી દીધો છે. હજારો શાસ્ત્રોનો આ સાર છે.
(બોલ નં-૬૫૧) [ 2 ] જ્ઞાનનું વીર્ય જ્ઞાનમાં કામ કરી જ્ઞાનમાં રમે તે મારું સ્વરૂપ છે. આત્માનું લક્ષણ જ્ઞાન
છે. તેને છોડી રાગાદિમાં રોકાય તો તે બંધનું લક્ષણ છે. (બોલ નં-૬૬૦) [ ] પ્રશ્ન- જ્ઞાન હેય ઉપાદેય કરે છે ને?
સમાધાનઃ- ચારિત્રની અપેક્ષાએ એ ઉપચાર આવે છે. જ્ઞાન તો માત્ર બધાને જાણે છે. પરને જાણવું એમ કહેવું તે વ્યવહાર છે. કારણકે પરમાં તન્મય થયા વિના જાણે છે.
(બોલ નં-૭૦૬) [] જ્ઞાનદ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. લક્ષણ જ્ઞાન, અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં
ભાસે છે. ત્યારે સહજ આનંદધારા વહે છે તે અનુભવ છે. (બોલ નં-૭૧૦) [ કુ ] આત્મા સ્વભાવને પકડીને તેમાં જે એકાગ્ર થયું તે જ્ઞાનનો જ મહિમા છે. અધૂરા
જ્ઞાનનો એવો જ ખંડખંડરૂપ સ્વભાવ છે કે જેટલો ઉઘાડ હોય તેટલો પૂરેપૂરો ઉપયોગ કદી થાય નહિ! કેવળજ્ઞાન પરિપૂર્ણ છે, તેમાં લબ્ધ ને ઉપયોગ એવા ભેદ નથી.
(બોલ નં-૭૭૩) [ઉ] ઊંધી માન્યતામાં હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ એ પાંચે પાપ આવી જાય છે.
હું અનાદિ અનંત જ્ઞાનવાન છું. એમાંથી પ્રવર્તતી જ્ઞાનપર્યાયનાં સામર્થ્યને જે માનતો
નથી ને પરને જાણું છું એમ માને છે તે પોતાની હૈયાતી ઉડાડે છે. (બોલ નં-૮૬૨) [ ] પ્રશ્ન - જ્ઞાન જ્ઞાનને જ જાણે છે તો જગતની બીજી ચીજની શી જરૂરીયાત છે?
સમાધાનઃ- જ્ઞાનમાં બીજી ચીજો નિમિત્ત નથી એમ કહે તો સ્વ-પર પ્રકાશક સામર્થ્ય એટલું રહેતું નથી. નિમિત્તને લીધે નહીં પણ પોતાના કારણે જ જ્ઞાન સ્વ-પર પ્રકાશક સામર્થ્યવાળું છે. વર્તમાન ઉઘાડ અંશ દેખાય છે. તે આખી ચીજનો અંશ છે. એમ નહિ માનતા તે અંશ નિમિત્તને જ અથવા રાગને જ તન્મય થઈને જાણતો હોય ને પરનો સ્વાદ લેતો હોય એમ માને છે તે નિમિત્તબુદ્ધિ ને પર્યાયબુદ્ધિવાળો મિથ્યાદેષ્ટિ જીવ છે.
(બોલ નં-૮૬૬)