________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૦૧
- ૫૨માગમસાર -
[ સાં ] જ્ઞાનની દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી.
અરેરે !! જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી? તે રાગના વિકલ્પને વશ થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે તેથી ભગવાન જણાવા છતાં જણાતો નથી. અજ્ઞાની અનાદિથી દયાદાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે તો પણ તેને જાણતો નથી.
(બોલ નં-૮૨) [ રે ] પ્રશ્ન- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે?
ઉત્તર:- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનને વિપરીત કહેવું એ તો નિમિત્તથી કથન થયું. જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં સ્વને પ્રકાશતું નથી તે જ્ઞાનનો પોતાનો દોષ છે.
(બોલ નં-૧૮૫) [ રે ] પ્રશ્ન- જ્ઞાન વિભાવરૂપ પરિણમે છે?
ઉત્તર- જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વપરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે.
(બોલ નં-૧૮૪) [ ] પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ
અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે.
અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તું તેને દેખતો નથી. કેમ?-કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી.
(બોલ નં-૩૫૨) [ ] જ્ઞાનની પર્યાયમાં વસ્તુ જેવી છે તેવી પ્રત્યક્ષપ્રતિભાસમય પ્રથમ આવે. પછી આત્મા
જેવો જાણો તે હું છું એમ પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય અને પછી તેમાં પોતાનામાં સ્થિર થાય ત્યારે સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે.
(બોલ નં-૩૫૪) [ ૯ ] પ્રશ્ન- શેયને જાણવાથી રાગ-દ્વેષ થાય કે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગ-દ્વેષ થાય?
ઉત્તર- પરશેયને જાણવા ગયો ( પરની સન્મુખ થવું) તે જ રાગ છે. ખરેખર પરણેયને જાણવા જવું પડતું નથી.
(બોલ નં-૪૮૪) [ ] શેયોની આકૃતિનું સ્મરણ થતાં આવું ન જોઈએ એમ શેયનો તિરસ્કાર કરતાં પોતાના
જ્ઞાન પર્યાયસ્વભાવનો અને જ્ઞાનવાન આત્માનો નિષેધ થઈ જાય છે તેની અજ્ઞાનીને ખબર પડતી નથી.
(બોલ નં-૬૩૨)