________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૯૯ કેવળજ્ઞાન રૂપી દર્પણમાં લોક-અલોક જેવા છે તેવા ભાસે છે. માટે, કહ્યું કે આત્માને જાણવાથી બધું જણાય છે.
આમ ચાર બોલથી “આત્માને જાણતાં સર્વ જણાય છે' એ સ્પષ્ટ કર્યું. તેમાં સારાંશ એ આવ્યો કે આ ચારેય વ્યાખ્યાનોનું રહસ્ય જાણીને, બાહ્ય-અભ્યતર બધો પરિગ્રહ છોડીને સર્વપ્રકારે પોતાના શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. ભાવના તો ઉત્કૃષ્ટ રાખીને પ્રયત્ન કરવો જોઈએ.
ચાર વ્યાખ્યાન થયા તે સમજાયા? (૧) એક તો જાણતા આ આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપને અંતરદૃષ્ટિ અને જ્ઞાનથી જાણતાં બધું જણાય જાય. માટે એકને જાણતા સર્વ જાણ્યું. (૨) બીજું-આત્માને નિર્વિકલ્પ આનંદના સ્વાદ દ્વારા જાણતાં, આ આનંદ તે આત્મા, બાકી રાગાદિ જે દુઃખરૂપ ભાવો અને શરીરાદિ તે હું નહીં એમ, આત્માને જાણતાં તેનાથી ભિન્ન એવા સર્વભેદોને જાણી લે છે. (૩) ત્રીજું – ભાવશ્રુતજ્ઞાન -વિકલ્પ વિનાની જ્ઞાનદૃષ્ટિ વડે જાણતાં, આત્મા જણાય તે જ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાની તાકાત છે. લોકાલોકમાં આમ જ હોવું જોઈએ તેમ બરાબર જણાય છે. (૪) ચોથું-નિર્વિકલ્પ દૃષ્ટિ, જ્ઞાન ને સ્થિરતા દ્વારા કેવળજ્ઞાન થતાં આત્મા અને લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. માટે આત્માને જાણતાં સર્વ જણાય છે એ સિદ્ધ થયું.
(પેઈજ નં.-૪૩૪) [8 ] “એક આત્માને જાણો તેણે સર્વ જાણ્યું’ એ પ્રવચનસારની ૪૮, ૪૯ ગાથામાં પણ
આવે છે. શ્રીમમાં પણ આવે છે, –અહો ! જેણે એક સમયમાં અનંતા ગુણો અને એક ગુણના અંશો ત્રિકાળ રહે એવી અનંત પર્યાયો સહિત આત્માને જાણ્યો તેણે બધું જાણ્યું. એક જ્ઞાનમાં બધું સમાય છે. એને બાર અંગ જણાય જશે, બધા ભેદો જણાય જશે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ થઈ જશે. જેણે પહેલાં આત્માને શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો તેને કેવળજ્ઞાનમાં અનંતગુણો પ્રત્યક્ષ થઈ જશે. માટે, એક જાણ્યું તેણે બધુ જાણું” એમ અત્યારે પણ કહેવામાં આવે છે.
(પેઈજ નં-૪૩૯ ) [ 2 ] અર્થ:- જેમ તારાઓનો સમૂહ નિર્મળ જળમાં પ્રતિબિંબિત થતો પ્રત્યક્ષ દેખાય છે તેમ,
મિથ્યાત્વ રાગાદિ વિકલ્પોથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોક-અલોક ભાસે છે. એક ચંદ્ર અને એક સૂર્યની સાથે છાસઠ હજાર નવસો પંચોતેર ક્રોડા-દોડી તારા હોય છે. તે તેનો એક પરિવાર કહેવાય છે. એક ચંદ્રની સાથે એક સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ ક્રોડા-દોડી તારા હોય છે. તે એક પરિવાર થયો. એવા તો અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય હોય છે. અઢી દ્વીપની બહાર પણ ચંદ્ર, સૂર્ય તો છે. કેવળજ્ઞાનમાં આ બધું જણાય છે. તેને કાંઈ ગણવું પડતું નથી. જેમ છે તેમ સહજ જણાય છે. અનંત દ્રવ્ય, અનંતક્ષેત્ર, અનંતકાળ, અનંતભાવ એક સમયમાં જણાય ત્યાં બાકી શું રહે! એવો