________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૯૭
જ્ઞાન થાય છે તેવું ૫૨ સંબંધીનું જ્ઞાન થાય છે. ૫૨માં જ્ઞાન તન્મય થતું નથી. માટે ૫૨ના જ્ઞાનનો જ અભાવ છે–એમ નથી. આવો ભગવાનના જ્ઞાનનો સ્વ૫૨ પ્રકાશક સામર્થ્ય-સ્વભાવ છે. આમ બરોબર જાણે અને નક્કી કરે તો આત્માની સન્મુખ થઈ અને સમ્યગ્દર્શનની પ્રતીત થાય. (પેઈજ નં.-૧૯૭) [ ] ભગવાન અરિહંત પરમાત્મા છે... તેમના જ્ઞાનમાં આખું લોકાલોક તન્મય થયા વિના જણાય છે. જો તન્મય થતું હોય તો તો ના૨કી આદિ દુઃખી જીવોને જાણતાં ભગવાનને પણ દુ:ખ થાય, સુખી જીવોને જાણતાં તેમનું પણ વેદન થવું જોઈએ. રાગી-દ્વેષી જીવોને જાણતાં ભગવાનને પણ રાગ-દ્વેષ થઈ જાય–પણ એમ બનતું નથી. કેમકે ભગવાન તેને તન્મય થઈને જાણતાં નથી. (પેઈજ નં.-૧૯૯-૨૦૦)
[ ] તન્મય એટલે ‘તે-મય’. એક સમયમાં ભગવાનને જ્ઞાન પણ પૂરું છે અને આનંદ પણ પૂરો છે. એ બન્ને તન્મય છે, જુદાં નથી. જ્ઞાન અને આનંદ એક સમય માટે પણ ભિન્ન ન હોઈ શકે. ત્રણકાળ ત્રણલોકમાં તો દુઃખ પણ ઘણું છે પણ તેને જાણતું જ્ઞાન તેમાં તન્મય થતું નથી. જ્ઞાન તો પોતાના આનંદમાં તન્મય ૨હે તેવી શક્તિ છે. ૫૨ને જાણતાં જ્ઞાન તેમાં તન્મય નથી માટે જ તો ૫૨ના જ્ઞાનને ઉપચાર કહ્યું છે એ વાત અહીં સિદ્ધ કરી છે. આમ ૫૨થી ભિન્ન અને પોતાના આનંદથી અભિન્ન એવું જ્ઞાન જ ઉપાદેય છે– એવો અભિપ્રાય જાણવો. (પેઈજ નં.- ૨૦૧ )
[] શ્રી ૫૨માત્મ પ્રકાશની ૫૩ મી ગાથામાં યોગીન્દુદેવે– એક અપેક્ષાથી આત્માને પણ જડ
કહેવાય છે, તે કેવી રીતે ? તે આ ગાથામાં કહે છે.
જે જ્ઞાન ૫૨ અને વિકારનું લક્ષ કરતું હતું તે એકાન્ત ૫૨પ્રકાશક મિથ્યાજ્ઞાન હતું. ઇન્દ્રિયોના નિમિત્તે થતું એકલું ૫૨સન્મુખ જ્ઞાન હતું. એ શાન ઇન્દ્રિયો અને ૫૨નું લક્ષ છોડી જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઠરે તેવા જીવોને ઇન્દ્રિયજ્ઞાન નાશ થઈ જાય છે. જાણવાના અસ્તિત્વવાળું આ જ્ઞાન, ઇન્દ્રિય, રાગ અને ૫૨ને જ જાણતું હતું ત્યાં સુધી એ એકાન્ત ૫૨પ્રકાશક મિથ્યાજ્ઞાન હતું. કેમ કે તેમાં જેનું જ્ઞાન છે એ પોતે તો જ્ઞાનમાં આવ્યો ન હતો. એ જ વર્તમાન જ્ઞાનની દશા, દશાવાનમાં અર્થાત્ જ્ઞાનવાનમાં ઠરે તો એ વખતે ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી– એ વખતે આત્મા ઇન્દ્રિયના જ્ઞાનથી આંધળો થઈ જાય છે, એ અપેક્ષાએ નિર્વિકલ્પ શાંતિ અને જ્ઞાનના કાળે, જ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનથી રહિત એવો ‘જડ’ કહેવામાં આવે છે. પણ જ્ઞાનનો અભાવ થઈ જાય છે–એમ નથી. બીજી રીતે કહીએ તો જીવ જ્યારે ૫૨ને જાણવામાં સાવધાની રાખે છે ત્યારે એ ઇન્દ્રિય, રાગ અને ૫૨ સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાન જ્યારે સ્વને જાણવાની સાવધાનીમાં હોય છે ત્યારે બહારમાં નગારા વાગતાં હોય તો પણ એને ખબર ન હોય એટલી ૫૨ના જ્ઞાનમાં અસાવધાની વર્તે છે..... એ અપેક્ષાએ એ વખતે ઇન્દ્રિયજ્ઞાનથી રહિત તે જ્ઞાનને જડ કહેવાય છે.
કેવળીને તો સ્વપ૨નું પૂરું જ્ઞાન થઈ ગયું છે, પરંતુ સાધકદશામાં તો જ્ઞાન પૂરું