________________
૩OO
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વસ્તુનો સ્વભાવ છે. તેમાં સંદેહ ન કર! હાથમાં રાખેલા આંબળાની જેમ કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે. એક દ્રવ્યના એક જ્ઞાનગુણની એક સમયની પર્યાયનો આવો સ્વભાવ છે તો તે ગુણ અને દ્રવ્યનું શું કહેવું!! અનંતને જાણે એવી એવી અનંત પર્યાયનો પુંજ અંદરમાં પડ્યો છે. અનંતને પણ અનંતથી ગુણો એટલી અનંતા-અનંત પર્યાયની યોગ્યતા અંદરમાં રહેલી છે. એ તારા સ્વભાવમાં એકાગ્ર થા!તેનું વેદન કર! તો કેવળજ્ઞાન થઈ જશે.
જેમ રાત્રે જળમાં નજર કરીએ તો બધા તારા તેમાં દેખાય છે, તારા સામે નજર કરવી પડતી નથી. તેમ જ્ઞાનની એક સમયની કેવળજ્ઞાન પર્યાયમાં લોકાલોક જણાય જાય છે. લોકાલોકની સામે નજર કરવી પડતી નથી. એવો તારી જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. શ્રોતા- આ ભવમાં એવું કેવળજ્ઞાન ક્યાં થઈ શકે તેમ છે? પૂજ્ય ગુરુદેવશ્રી- આ ભવમાં થાય છે, થયેલું છે અને થશે... કેવળજ્ઞાનને પ્રગટ કરનારું સ્વસંવેદન જ્ઞાન તો થઈ શકે છે ને! શ્રદ્ધામાં તો કેવળજ્ઞાન આવે છે. ઇચ્છામાં કેવળજ્ઞાન છે અને મુખ્યનયની અપેક્ષાએ તો કેવળજ્ઞાન વર્તે છે એમ પણ કહેવાય છે.
(પેઈજ નં.-૪૪૪-૪૪૫)
શ્રોતાસમાધાન
શ્રોતાસમાધાન
કેવળી અને સર્વજ્ઞ વચ્ચે કાંઈ ફેર ખરો? સર્વજ્ઞ કહો કે કેવળી કહો (બન્ને એ કાર્ય છે.) સર્વજ્ઞ એટલે આત્મજ્ઞ. સર્વજ્ઞ સર્વને જાણે...! નહીં, એ નહીં.. નહીં.. સર્વજ્ઞનો અર્થ જ આત્મજ્ઞ છે. ૪૭ શક્તિમાં આ રીતે છે. સર્વજ્ઞ એટલે? સર્વ એટલે પરિપૂર્ણ ભગવાન (આત્માનું) આત્મજ્ઞાન છે– માટે જ આત્મજ્ઞ છે. તેને જાણવું એ તો એક સમયની પર્યાયમાં પોતાના સામર્થ્યથી જાણે છે. એવા જે પોતાના પોતાથી થયેલા વિશેષો દ્વારા આત્માને જાણે છે. “કેવળ આત્માને” એ શબ્દ ટીકામાં છે. તેની ઉપર વજન છે હોં! વિશેષ છે એ પર્યાય છે. કેવળી ભગવાન એક સમયની વિશેષરૂપ પરિણમતી પર્યાય દ્વારા એક સમયમાં કેવળ એકલા ભગવાન આત્માને જાણે છે.
(પ્રવચન સુધા ભાગ-૨, પેઈજ નં-૧૭૨-૧૭૩)