________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૦૩ [ 2 ] ચૈતન્યબિંબ આત્માની પર્યાય -પર પ્રકાશક સ્વભાવ નિશ્ચયથી છે. તે પરને જાણે છે
એમ કહેવું તે અસદ્ભૂત ઉપચાર છે. પણ પર પ્રકાશક સ્વભાવ વ્યવહારથી છે એમ કોઈ કહે તો પર-પ્રકાશક સ્વભાવ રહેતો નથી. અને સ્વભાવ આખો સ્વ-પર પ્રકાશક સાબિત થતો નથી. માટે પર-પ્રકાશક સ્વભાવ આત્માનો નિશ્ચયથી છે.
(બોલ નં-૮૬૮) [ફેર ] સ્વ-પરનું જાણવું તે ઉપાધિ નથી, અને વિકારનું કારણ પણ નથી. અજ્ઞાની કહે છે કે
અમને પરદ્રવ્ય જાણતાં રાગાદિ થાય છે માટે કોઈ પરદ્રવ્યનું લક્ષ કરવું નથી. તો તે સ્વ-પર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી. જ્ઞાની તો જેને જાણે તેને સમ્યજ્ઞાનની સ્વચ્છતા જાણે છે. તેમાં રાગનો અભિપ્રાય નથી. તેથી તેનું જેટલું જ્ઞાતાભાવથી જાણવું છે, તેટલી વીતરાગતા જ છે.
(બોલ નં-૯૯૧) દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર પર્યાય દ્રષ્ટિ વિનશ્વર [ ] આબાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું
નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી.
(બોલ નં- ૨૭) [ ] જ્ઞાનની પર્યાયમાં જાણનાર જણાય છે છતાં તેને જાણતો નથી ને પરણેયો જણાય છે
તેને પોતાના માને છે કે રાગ તે હું છું, એવી એકત્વબુદ્ધિ કરે છે તે ભૂલ છે, તે મહાઅપરાધ છે. અનંત જ્ઞાન આનંદ આદિનો દરબાર છે તેને જાણતો નથી અને પુણ્યપાપના રાગાદિને પોતાના જાણે છે તે મહા-અપરાધ છે, તે નાનો ગુન્હેગાર નથી પણ મહા-ગુન્હેગાર છે.
(બોલ નં-૯૭) [ ] ભૂત ને ભવિષ્યની બધી પર્યાયો અવિધમાન છે છતાં જ્ઞાનમાં વિદ્યમાન જ છે. જ્ઞાનમાં
તો તેઓ વિધમાન જ છે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. પ્રભુ!તારો સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપી છે. એ સર્વજ્ઞસ્વરૂપી પર્યાય પ્રગટે તેમાં ત્રણ કાળના પર્યાયો સ્થિરબિંબ પડયા છે. આહાહા! આ વાત જેને જ્ઞાનમાં યથાર્થ બેઠી તેને ભવનો અંત આવી ગયો ! એને કેવળજ્ઞાન થયે જ છૂટકો, એના ક્રમમાં કેવળજ્ઞાન આવશે જ અને એ કેવળજ્ઞાન
અત્યારે બીજાના કેવળજ્ઞાનમાં અકંપપણે અર્પાઈ જ ગયું છે. (બોલ નં-૯૯) [ 1 ] જેને નિજ આત્મજ્ઞાન વિના પરલક્ષી જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમ હોય તેને વિકારરૂપ
પરિણમવું જ ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. ત્રિકાળીનાથનો આદર કર્યા વિના વિકારપણે પરિણમે છે તેને શુભાશુભભાવે પરિણમવું ભાસે છે પણ ચૈતન્યપણે પરિણમવું ભાસતું નથી.
(બોલ નં-૧૦૪) [ ઉછે ] બાળકથી માંડીને વૃદ્ધને સર્વને એટલે કે અજ્ઞાનીને સદા સ્વયં અનુભૂતિસ્વરૂપ ભગવાન
આત્મા જ અનુભવમાં આવે છે. વર્તમાન જ્ઞાનની જે વર્તમાન અવસ્થા છે, અજ્ઞાનીને