________________
૩૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] સર્વને જાણવું-દેખવું એવો જેનો સ્વભાવ છે એવા પોતાના આત્માને જ તે દેખતો
નથી. કેમ કે બંધ-અવસ્થામાં પોતાના અપરાધથી રાગમાં રોકાઈ ગયો છે. સર્વને જાણનાર એવા પોતાને તું જાણતો નથી ને બીજાને જાણવામાં તું રોકાઈ ગયો તે તારો પોતાનો જ અપરાધ છે.
(બોલ નં-૭૧૭) [ ક ] જેમ અરીસાના યોગથી દૂર એવા ચંદ્ર સૂર્ય પણ નજીક ભાસે છે તેમ હે પ્રભુ!રત્નત્રયરૂપ
અરીસામાં આપ કાળ દૂર છતાં નજીક ભાસો છો.
સિદ્ધ કાંઈ નીચે ઊતરતાં નથી. પણ સાધક જીવ કહે છે કે હે સિદ્ધ ભગવાન ! આપ કાંઈ નીચે આવતાં નથી. તેથી હું જ્ઞાન-દર્પણમાં એકાગ્ર થઈને આપને મારા જ્ઞાન-દર્પણમાં નીચે ઊતારું છું.
(બોલ નં-૮૪૦) [ 0 ] એને ઝાઝા શેયોની સામું જોવાની ટેવ પડી ગઈ છે એટલે એને એક બ્રેય તરફ આવવું
કઠણ લાગે છે. ઝાઝા બહારના શેય સામું જોતા તેને ભરેલું ભરેલું લાગે છે અને એક શેયમાં એને ખાલી ખાલી લાગે છે. ખરેખર તો ઝાઝા યોમાં ખાલીખમ છે અને આ એક ય ભરેલું છે. અનંતા શેય તરફ વળતાં એકનું જ્ઞાન સાચું થતું નથી અને એકને જાણતાં અનંતાનું જ્ઞાન સાચું થઈ જાય છે. આ એક શેયમાં જ મહાનતા છે. જેમાંથી અનંતી અનંતી કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે એ જ મહાન શેય છે.
(બોલ નં-૯૬૫)
શ્રોતા- પ્રભુ! આ દરિયો તો દેખાતો નથી? ઉત્તર- અરે બાપા! એ જ દેખાય છે. જ્યાં હોય ત્યાં આ દેખાય છે. આ આમ છે એમ નક્કી કોણ કરે? પોતાની હૈયાતિ વગર જાણે કોણ? આ શરીર છે, આ રાગ છે એ જાણ્યું કોણે? જ્ઞાન-ભૂમિ સિવાય કઈ ભૂમિકામાં જાણવાનું કાર્ય થાય? આ જ્ઞાન છે તે જ આત્મા છે, જ્યાં જુઓ ત્યાં આત્મા જ જણાય છે પણ તેની સામે નજર નહીં અને પર સામે જ નજર છે, તેથી ચૈતન્ય રત્નાકર દેખાતો નથી-એમ તેને લાગે છે. (નાટક સમયસાર પ્રવચન ભાગ-૧ પેઈજ નં-૧૧)
જ્ઞાન ભલે અલ્પ હો! પણ એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું છે? સ્વપર પ્રકાશક એટલે સ્વ-પારને જાણવું. નાટક સમયસારમાં કહે છે–
સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી;
શેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા-પરૂપા ભાસી” પર્યાયમાં સ્વ-પરને પ્રકાશનારી અમારી શક્તિ છે. સ્વ-પર એમાં બે ય આવ્યા. અશેય અર્થાત્ સ્વને અને પરશેય અર્થાત્ પરને હવે સૌ પ્રથમ તો પર્યાયમાં સ્વજોય જાણવામાં આવે છે. (કલશામૃત-ભાગ-૩, પેઈજ નં-૪00)