________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૧૭ થાય) આહાહા! તેના જ્ઞાનમાં પૂર્ણ સ્વરૂપ છે એવો ભાસ થયો એટલે ભવન થયું છે. એને સદા નિરંજનપણું સફળ છે... કેમકે એનું ફળ તેને આવ્યું. જેને એ માનવામાં આવ્યું નથી એટલે કે અનુભવમાં આવ્યું નથી–દષ્ટિમાં આવ્યું નથી, શેય તરીકે તે જ્ઞાનમાં જણાતું નથી, તેને સફળ નથી. પણ જેવું ય છે એવું જ્ઞાનમાં આવ્યું છે તેથી તેને તે સદા નિરંજનપણું સફળ થયું છે. ગજબ વાત કરી છે ને!
(હવે કહે છે ) જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ-આસન્નભવ્ય જીવને નિશ્ચય-પરમ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન' નામ સિદ્ધ થાય છે. આત્મા પ્રતિભાસ્યો છે માટે આલુંછન સિદ્ધ થાય છે. આહા.. હા.. હા !
- ત્રિકાળી નિરંજન જ્ઞાનમાં સદા પ્રતિભાસ્યો છે એટલે જ્ઞાનમાં-પર્યાયમાં ભાસ્યો છે–પ્રતિભાસ્યો છે તેવો પ્રતિભાસ થયો છે જેથી તેનું સફળપણું થયું છે. તેથી (આસન્ન ભવ્ય જીવને ) નિશ્ચય-પરમ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું આલુંછન” નામ સિદ્ધ થાય છે. એ સફળપણું થયું એજ આલુંછન છે.
(નિયમસાર ગાથા-૧૧૦ના પ્રવચનમાંથી) [ ] પેલા ચક્રવર્તીએ તો છ ખંડને સાધ્યા છે, જ્યારે આ ચક્રવર્તી તો લોકાલોકને જાણે
છે. એને જાણવામાં ઉપયોગ પર ઉપર મૂકવો પડે તેમ નહીં. સ્વમાં ઉપયોગ (એકાગ્ર છે, તેમાં એ બધું જાણવામાં આવી જાય છે. આવી તાકાત ભગવાન આત્માની દેહ દિઠ બિરાજે છે.
(નિ. સાર,શ્લોક-૨૭૮, પ્રવચન નં. ૧૯૩ તા. ૨૬-૭-૮૦ માંથી) [ ] આત્મા એકાન્ત પર પ્રકાશક છે- એ વાતનું ખંડન કરે છે. અનેકાન્ત તો પર
પ્રકાશક છે....! જ્ઞાન એકલું પરને જાણે છે તો એમ નથી એટલે અહીં સિધ્ધ કરવું છે. જ્ઞાન પરને જાણે છે તેમ સ્વને પણ જાણે છે, પણ તેનો અર્થ એવો નથી કેજ્ઞાન પરને જાણે છે માટે તે નિશ્ચય છે!! કેમકે જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે. જ્ઞાનની તે સમયની પરને જાણવા સંબંધીની પોતાની તાકાત પોતાને લઈને ખીલેલી છે.
(નિ. સાર શ્લોક-૨૭૮ પ્રવચન નં. ૧૯૩ તા. ર૬-૭-૮૦માંથી) [ ક ] શ્લોક ૨૬૯ “નિજરૂપમાં પોતાની શક્તિથી સ્થિત રહીને, મોહ ક્ષીણ હોતાં અમે
લોકને સદા તૃણવત્ અવલોકીએ છીએ.”
પ્રભુને અવલોકતાં જગતને તૃણવત્ અવલોકીએ છીએ- એમ કહે છે. તે બે ની સરખામણી કરતાં આમ છે. પ્રભુ! પૂર્ણાનંદના નાથનો ઉપયોગ જ્યાં (અંદર) જતાં આખી દુનિયા તૃણવત્ દેખાય છે (એ તો) જ્ઞાનમાં સ્વ-પર જણાય એ અપેક્ષાએ; બાકી તો અંદર પરપણે પોતે જ જણાય છે.
(નિ. સાર શ્લોક ૨૬૯, પ્રવચન નં. ૧૮૨, તા. ૧૫/૭/૮૦) [ ૯ ] એકાન્ત જ્ઞાન પરને જ જાણે અને સ્વને ન જાણે તે જૂઠી વાત છે. તો (પછી)
અનેકાન્તથી જાણે એમ આવ્યું!? એ (પણ) વ્યવહાર છે. જ્ઞાન પરને જાણે તે