________________
૨૯૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ નથી એટલે જે જ્ઞાન ૫૨ પદાર્થને જાણતું હતું, એ જ આમ પોતા તરફ વળતાં પોતામાં એવું એકાકાર થઈ જાય છે કે બહા૨માં નગારા વાગે, શ૨ી૨ ઉ૫૨ કોઈ પાણી છાંટે કે ચારેકોર ધૂપ લગાવ્યો હોય તેની તેને ખબર ન હોય. અરે ! ધ્યાનના કાળે શરીર આખું પાણીમાં તણાય જાય તો પણ તેને ખબર ન હોય. જેમ ૫૨માં તલ્લીન થયો છે તેને સ્વની કાંઈ ખબર રહેતી નથી, તેમ સ્વમાં તલ્લીન થાય છે તેને ૫૨ની કાંઈ ખબ૨ ૨હેતી નથી માટે કહ્યું કે-હે યોગી ! આ કા૨ણથી તું જ્ઞાન ને (પેઈજ નં.-૨૦૪)
જડ પણ જાણ.
[ ] ભાવાર્થ:- મહામુનિઓને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયમાં સ્વસંવેદન જ્ઞાન હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી. મુનિરાજ શીતળ....... શીતળ આનંદમૂર્તિમાં જામી ગયા હોય ત્યારે તે જ્ઞાન આનંદના પ્રત્યક્ષ વેદન કાળમાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન હોતું નથી. પછી વિકલ્પમાં આવે ત્યારે ઇન્દ્રિયજ્ઞાન થાય છે, વાધ આદિ ખાતા હોય તે તરત જણાય છે પણ સ્વવંવેદનકાળે તો એ જ્ઞાનથી જડ થઈ ગયા હોય છે. અને જે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં લીન છે એવા અજ્ઞાનીને અતીન્દ્રિય આત્માનું જરાય ભાન થતું નથી. શ૨ી૨, ઇન્દ્રિય, સ્પર્શ, ૨સ, ગંઘ, આદિ અને મન ત૨ફના જ્ઞાનવાળાને આત્મા ગમ્ય નથી અને આત્માના જ્ઞાનમાં લીન છે તેને ૫૨૫દાર્થો ગમ્ય નથી. આ સ્વસંવેદન જ્ઞાનના કાળની વાત છે હોં ! તે સિવાયના કાળમાં તો મુનિને પણ ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે. તેમાં દોષ નથી પણ અતીન્દ્રિય જ્ઞાનના કાળે ઈન્દ્રિયનું જ્ઞાન થતું નથી એમ કહેવું છે.
કેવળીઓને તો કોઈપણ સમયે ઇન્દ્રિયજ્ઞાન હોતું જ નથી. તેમને એકલું અતીન્દ્રિયજ્ઞાન જ છે. માટે ઇન્દ્રિયજ્ઞાનના અભાવની અપેક્ષાએ (તેમને ) જડ પણ કહી શકાય છે. (પેઈજ નં.-૨૦૫ )
[ ] ત્રીજો બોલ– આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાપ્તિ જ્ઞાનથી આખા લોકાલોકને જાણે છે. માટે, આત્માનું જ્ઞાન થતાં બધું જાણવામાં આવી ગયું છે. ભાવશ્રુતજ્ઞાન વડે જેમ આત્માને જાણ્યો તેમ એ જ્ઞાનની વ્યાસિ દ્વારા એટલે કે એ શ્રુતજ્ઞાન વડે પરોક્ષપણે આખો લોકાલોક જણાય જાય એવો એ જ્ઞાનનો સ્વભાવ છે. આત્માને જાણનાર ભાવશ્રુતજ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાથી બધું જણાય છે.
ચોથો બોલ– વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જેમ દર્પણમાં ઘટ–પટ આદિ પદાર્થ ઝલકે છે તેમ જ્ઞાનરૂપી દર્પણમાં આખો લોક–અલોક ભાસે છે–જણાય છે. આમાં કેવળજ્ઞાન કેવી રીતે થાય એ વાત પણ આવી ગઈ. કોઈ પંચમહાવ્રતના પરિણામ કે ક્રિયાકાંડથી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી પણ વીતરાગી દૃષ્ટિ, જ્ઞાન, સ્થિરતાની શાંતિ દ્વા૨ા અને તેમાં પણ નિર્વિકલ્પ સમાધિ ધ્યાનના બળથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં આત્માનું તો પૂરું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે સાથે લોકાલોકનું પણ પૂરું અને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. જેમ અરીસામાં સર્વ પદાર્થો ઝલકે છે તેમ