________________
૨૯૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ઉ] આ રીતે સર્વ વ્યાપક જ્ઞાન અર્થાત્ સર્વને પહોંચી વળતું નિર્વાણી જ્ઞાન- કેવળજ્ઞાન કે
જેમાં સર્વ પદાર્થ ઝલકે છે એવો જેનો પ્રગટરૂપ સ્વભાવ છે તે જ્ઞાન જેનું છે એવો શુદ્ધ ભગવાન આત્મા ઉપાદેય છે. એ જ દૃષ્ટિમાં અંગીકાર કરવાલાયક છે.
(પેઈજ નં.- ૧૭૬ ) | (વેદાંત મતાર્થીનું ખંડન કરવા માટેનો સિદ્ધાંત-) [ ] આ આત્મા વ્યવહારનયથી લોક-અલોકને જાણે છે. તેને વ્યવહાર કેમ કહ્યો? લોકાલોકને
જાણવા છતાં જ્ઞાન તેમાં એકમેક થતું નથી. એકમેક થયા વગર જાણવું તેને વ્યવહાર કહેવામાં આવે છે. અત્યારે પણ શરીરને જાણતું જ્ઞાન શરીર સાથે તન્મય થઈને શરીરને જાણતું નથી. રાગને જાણતું જ્ઞાન રાગમાં એક થઈને રાગને જાણતું નથી. અજ્ઞાની ભલે એમ માને કે રાગમાં હું તન્મય છું પણ જ્ઞાન તેમાં તન્મય નથી. રાગથી ભિન્ન રહીને રાગને જાણે છે. તન્મય થતું નથી માટે રાગને જાણે છે એમ કહેવું તે
વ્યવહાર છે. તે જ રીતે કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે તે વ્યવહાર છે કેમકે, જ્ઞાનની પર્યાય લોકાલોકમાં તન્મય થતી નથી. જો તન્મય થઈ હોય તો તો લોકાલોકના સુખ-દુઃખ પણ વેદનમાં આવવા જોઈએ પણ એમ તો બનતું નથી.
લોકાલોકને કેવળજ્ઞાન વ્યવહારથી જાણે છે તેનો અર્થ એ કે તન્મય થઈને નથી જાણતું. પણ જાણવું જ નથી થતું એમ નથી. કેમ કે તન્મય થવાનો તો એનો સ્વભાવ નથી પણ સ્વાર પ્રકાશકપણે પૂર્ણ જાણવાનો તો એનો સ્વભાવ છે. નિશ્ચયથી તો જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. કેવળજ્ઞાનનો પર્યાય જ્ઞાનને જાણે છે, પોતે પોતાને જાણે છે.
ચૈતન્ય પ્રભુ આત્મા જ્ઞાનનો સૂર્ય છે. એ સૂર્ય પ્રકાશી રહ્યો છે તેનો પ્રકાશ પરને અને રાગને પ્રકાશે છે તે વ્યવહાર છે. સ્વમાં તન્મય થઈને જ્ઞાન જ્ઞાનને પ્રકાશે તેનું નામ નિશ્ચય છે. “સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર
જ્ઞાનમય ચૈતન્યની જે અતિ તેમાં પ્રકાશનું જ્ઞાન શરીર અને રાગાદિને જાણે કે આ છે પણ જ્ઞાન પોતાના ક્ષેત્રમાં અથવા ભાવમાં રહીને જાણે છે. જ્ઞાન, શરીર કે રાગરૂપ થઈને તેને જાણતું નથી. છતાં એ રાગાદિ ભાવોનું જ્ઞાન નથી- એમ નથી. જ્ઞાન તો થાય છે પણ તે વ્યવહાર છે અને જ્ઞાનને જ્ઞાનનું જાણવું તે નિશ્ચય છે. પોતાને પોતે જાણવું તે નિશ્ચય છે.
(પેઈજ નં.- ૧૯૨) | (વેદાંત મતાર્થીનું ખંડન). [ 8 ] જ્ઞાન જેમ પોતાને જાણે છે તેમ જ પરને જાણે છે, જાણવામાં કાંઈ ફેર નથી. માત્ર પરમાં
તન્મય થતો નથી માટે તેને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે પણ લોકાલોક
સંબંધીના જ્ઞાનનો જ અભાવ છે એમ કહ્યું નથી. (પેઈજ નં.-૧૯૪) [ કું] જગતના અનેક પદાર્થ છે તે કદી એક થતા નથી. અનેકને જ્ઞાન અનેકપણે જાણે છે પણ
જ્ઞાન અનેકપણે થતું નથી. પોતાને જાણતાં જ્ઞાન પોતામાં તન્મય છે. પણ પરને જાણતાં જ્ઞાન પરમાં તન્મય નથી. પરંતુ પોતામાં જ તન્મય છે. જેવું સ્વનું સ્પષ્ટ