________________
૨૯૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ-૧
[ ] સિદ્ધ ભગવાનની પર્યાય લોકાલોકને જાણે છે પણ તેમાં તન્મય નથી. માટે તેને વ્યવહાર કહ્યો છે. પોતાની પર્યાયને પોતે સીધી જાણે છે – તન્મય થઈને જાણે છે માટે તેને નિશ્ચય કહ્યો છે. (પેઈજ નં.- ૨૦)
[] કેટલાકને એમ પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પછી પણ લોકાલોકનું જ્ઞાન હોય તો તો કેટલી ઉપાધિ રહે ! અહીં બે-પાંચ ઘ૨નું ધ્યાન રાખીએ છીએ ત્યાં કંટાળી જઈએ છીએ તો સિદ્ધને કેટલી ઉપાધિ ? અરે ભાઈ ! સિદ્ધને ઉપાધિ નથી. જ્ઞાનનો જે સ્વભાવ છે તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે તે કોને ન જાણે ! અને તેમાં પણ ભગવાનને કાંઈ ઉપયોગ બહાર મૂકવો પડતો નથી. પોતાની પર્યાયમાં પૂરું સામર્થ્ય પ્રગટ થયું તેમાં ઉપયોગ મૂકયા વિના લોકાલોક જણાય છે. એવું જ પૂર્ણ પર્યાયનું સ્વરૂપ છે, તેમાંથી કોઈ વિરુદ્ધ માને તો તે આત્માને સમજતા નથી... અને સિદ્ધ ને પણ સમજતા નથી, પાંચ પદને સમજતા નથી અને ભગવાનની આજ્ઞાને પણ સમજતા નથી.
(પેઈજ નં. -૨૦) [ ] ભગવાન જો ૫૨ પદાર્થને તન્મય થઈને જાણે તો તો ૫૨ના સુખ દુઃખનો ભોગવટો ભગવાનને થાય; તો તો નારકીને જાણતાં ભગવાનને દુઃખ થાય, અગ્નિને જાણતાં દાઝી જાય, એમ દરેક પદાર્થનો ભોગવટો થાય પણ એમ બનતું નથી. કેમ કે ભગવાન ૫૨ વસ્તુમાં એકમેક થયા વગર પોતામાં તન્મય રહીને ૫૨નું જ્ઞાન કરે છે. – ( થાય છે ). (પેઈજ નં. -૨૧)
[ ] એક સમયની જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનો નિર્ણય કરવાની તાકાત છે, પણ એ પર્યાય જેવડું જ દ્રવ્ય નથી. છ દ્રવ્યનું પણ યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય ? કે જ્યારે પોતે જીવદ્રવ્ય પોતાના જ્ઞાનથી જ્ઞાનનું સ્વસંવેદન કરે ત્યારે તેના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં છ દ્રવ્ય સહેજે જણાય છે ત્યારે તેને જાણ્યા કહેવાય. સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન પણ યથાર્થ નથી. (પેઈજ નં. - ૮૦) [] જગતના પ્રપંચોને તું જાણે છે અને પોતાના સ્વભાવને જાણતો નથી? જાણવાવાળાને જાણતો નથી ? તું તેને કેમ જાણતો નથી ? જાણવાવાળાને જાણ્યા વગર દુનિયાના પ્રપંચમાં કેમ પડયો છે ? પોતાના દ્રવ્ય સિવાય ૫૨દ્રવ્યનું જ્ઞાન ક૨વું એ પણ પ્રપંચ છે. જે દેખવાની ચીજ છે તેને કેમ દેખતો નથી ? જે જાણવાની ચીજ છે તેને કેમ જાણતો નથી ? જેમાં ઠરવા જેવું છે તેમાં કેમ ઠરતો નથી ? પૂર્ણાનંદ પ્રભુ જ દેખવાની, જાણવાની અને ઠરવાની ચીજ છે. આ એક નિજ સ્વરૂપ જ ઉપાદેય છે. (પેઈજ નં. - ૯૮ )
[ ] જેનો કોઈ અંત નથી એવા અનંત આકાશમાં એક નક્ષત્રનું ક્ષેત્ર તો બહુ નાનું છે. તેમ મુક્ત જીવના કેવળજ્ઞાનમાં આખું લોકાલોક એક નક્ષત્ર સમાન ભાસે છે એટલે આ