________________
૨૯૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સમયસાર નાટક પ્રવચન ભાગ-૧ [ ] ચૈતન્યતા' પણ આત્માનું લક્ષણ છે. ભગવાન જ્ઞાનના પ્રકાશ વિના સૂર્યના,
ચંદ્રના, દીપકના પ્રકાશને કોણ જાણે ? માટે, સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટિ દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રતિભાસતી નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. તેને જે જાણનાર છે તે જીવ છે. સૂર્યાદિની કાંતિ જેના વિના- પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી તેને જે જાણનાર છે તે જીવ છે. સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી એટલે કે આ દીવો છે, આ મણિ છે, આ સૂર્ય છે તેનો પ્રકાશ છે તેને જાણનાર સિવાય કોણ જાણે ? પ્રકાશના અસ્તિત્વવાળા પદાર્થને પણ જેના પ્રકાશમાં જાણવાનું થાય તે ચૈતન્ય ચિન્હ જીવનું લક્ષણ છે.
(પેજ નં. ૫૪-૫૫) [] જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે
છે. તો પણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ – પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબ વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી. પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વપરને જાણનાર જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મ પુગલના પરિણામ છે. જ્ઞાન સ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરશેયને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થવું તે જ્ઞાનનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી.
(પેઈજ નં. ૧૨૬) [ ] જેમ ચંદ્રમામાં પહેલાં બીજ ઊગે અને પછી વધતાં પૂનમ થાય છે તેમ ભેદજ્ઞાન એ
કેવળજ્ઞાનરૂપી પૂનમની પ્રથમ કળા છે. જ્ઞાનીને આવી સુવિવેક કળાનો રસ પ્રગટ થઈ ગયો છે. “ભાવ અનંત ભયે પ્રતિલિંવિત” – આત્મા નિજધર્મને પામે છે. રાગની વૃત્તિથી ભિન્ન સમ્યજ્ઞાન થતાં તેનું જ્ઞાન નિર્મળ થાય છે. તેમાં જગતના પદાર્થો જણાય છતાં તે જ્ઞાન મેલું થતું નથી.
(પેઈજ નં. ૧૭૭) [ ] જેમને એવું જ્ઞાન જાગૃત થયું છે કે, જેમાં દર્પણની પેઠે લોકાલોકના ભાવ પ્રતિબિંબિત
થાય છે. એવું કેવળજ્ઞાન ભગવાનને પ્રગટ થયું છે. શરીર તો રોગાદિ રહિત નિર્મળ છે પણ આત્મામાં જ્ઞાનની એવી શક્તિ પ્રગટ થઈ ગઈ છે કે જેમાં કોઈ પણ પદાર્થ જાણવામાં બાકી રહેતો નથી. જેમ સ્વચ્છ અરીસામાં બધી વસ્તુ સ્પષ્ટ ઝલકે છે તેમ ભગવાનના જ્ઞાનરૂપી અરીસામાં બધું સ્પષ્ટ જણાય છે. આમ, જ્ઞાનથી આત્માનું સ્વરૂપ કહ્યું.
(પેઈજ નં. ૧૯૦)