________________
૨૯૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
જ્ઞાન કેવડું મોટું અને મહાન છે કે જેમાં ત્રણલોક એક નક્ષત્ર જેવા નાના ભાસે છે!
આવો આ જ્ઞાન સ્વભાવ જીવમાં અનાદિથી રહેલો છે. (પેઈજ નં.- ૧૩૯) [ ] વસ્તુ મુક્ત સ્વરૂપ છે તો તેને બંધ સાથે સંબંધ કેમ થાય છે? કહે છે-મુક્ત સ્વરૂપ
વસ્તુ છે એવો તેને સ્વીકાર નથી, તેથી વસ્તુને જે બંધ સાથે સંબંધ છે તે અજ્ઞાનીના અજ્ઞાનનું માહભ્ય છે. શેય-જ્ઞાયક સંબંધ પણ પર્યાય સાથે છે, ધ્રુવને તો શેયજ્ઞાયક સંબંધ પણ નથી.
(પેઈજ નં.- ૧૪૪) [ ૯ ] આત્માના જ્ઞાન પ્રકાશમાં જાણે આખું જગત અંદર આવી ગયું હોય તેમ પ્રતિભાસે છે
અને આખા જગતમાં પોતે વ્યાપી ગયો છે છતાં આત્મા જગતની કોઈ ચીજને કે રાગાદિને કદી અડતો નથી. આત્મા જ્ઞાતા છે અને જગત જોય છે એટલે શું? જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ગોળો પોતે જાણનાર છે અને વિકલ્પથી માંડીને આખું જગત શેય છે. એટલે જાણવાની અપેક્ષાએ આખું જગત જ્ઞાનમાં વસે છે અને પોતે જગતમાં વસે છે છતાં જગતને બિલકુલ અડતો નથી.
(પેઈજ નં.- ૧૪૯) [ ] આ તો પરમાત્મ પ્રકાશ છેને!પરમાત્મામાંથી પ્રગટેલા પ્રકાશથી પરમાત્મા જણાય
છે. ઈન્દ્રિયો અને ઇન્દ્રિયો તરફના પ્રગટેલા જ્ઞાનના પ્રકાશથી તે જણાય તેવો નથી. એટલે કે બહિર્મુખની લાગણીથી કે પરલક્ષી પરિણતિથી તે પકડાઈ તેવો નથી. તે તો અંતર્મુખના લક્ષે જ લક્ષમાં આવી શકે તેવો છે.
(પેઈજ નં.- ૧૬૪) [ રે ] જે મહામહા..મહા... જ્ઞાન સ્વભાવ તેમાંથી નીકળતી એક સમયની કેવળજ્ઞાન
પર્યાયની શક્તિની કોઈ હદ નથી કે આટલું જ જાણે! તો તેના અંતર સ્વભાવની શક્તિનું શું કહેવું! આહા... હા ! આ તો તારા સ્વભાવની અલૌકિકતાનું વર્ણન થાય છે. તારા એક જ્ઞાન ગુણની એક સમયની જ્ઞાન પર્યાયમાં લોકાલોકને જાણે છે એટલું જ જ્ઞાન સામર્થ્ય છે– એમ નથી. શેય ખૂટે છે પણ જ્ઞાન ખૂટતું નથી. અરે, વર્તમાન શ્રુતજ્ઞાનની પણ કેટલી તાકાત છે કે આખા લોકાલોકને જાણે છે, માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ભેદ છે. આવી તો શ્રુતજ્ઞાનની પર્યાયની બેહદતા છે તો જ્યાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ તેનું શું કહેવું! શેય ખૂટયાં પણ જ્ઞાન ખૂટતું નથી. શેય ખૂટયાં ત્યાં જ્ઞાન કામ નથી કરતું એમ નથી કહેતાં.
(પેઈજ નં.- ૧૭૨) [ ] ભગવાન પરમાત્માના એક સમયના કેવળજ્ઞાન પર્યાયની એટલી તાકાત છે કે, તેમાં
પોતાના ત્રિકાળી દ્રવ્ય-પર્યાય સહિત ત્રણલોકના સર્વ પદાર્થોના દ્રવ્ય-પર્યાય એક સાથે જણાય છે. જ્ઞાન સર્વનું અંતર્યામિ છે, જ્ઞાનની પરિણતિ સર્પાકાર છે એટલે કે તેમાં પોતાનો ત્રિકાળી સ્વભાવ, પર્યાય સ્વભાવ અને જગતના દરેક પદાર્થો-તેની ત્રણકાળની પર્યાય સહિત એક સો જણાય છે. આવું જ્ઞાનનું સ્વરૂપ જાણી જ્ઞાનનું આરાધન કરો.
(પેઈજ નં.- ૧૭૫)