________________
૨૯૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પૂર્ણ વીર્ય, વર્તમાનમાં કેવળદેખા આદિ બધું વર્તમાનમાં જ છે, તેની મહિમા લાવી ધ્યાન લગાવ તો તને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થશે.
(પરમાત્મ પ્રકાશ ભાગ-૧, ગાથા-ર૬-૨૭, પેઈજ નં.-૯૪ થી ૯૬)
ભક્તામર સ્તોત્ર પર પ્રવચનો [ ] અહા, પ્રભો!તારા નખની પ્રભા વડે ઇન્દ્રના મુગટ ઝગમગે અને તારી જ્ઞાન પ્રભા વડે તો સમસ્ત લોકાલોક ઝળકે – તારા મહિમાની શી વાત !
(શ્લોક-૧-૨, પેઈજ નં.-૬) [ ] ચંદ્રને દેખીને રામ કહે છે- “મા! મને ચાંદલિયો વહાલોએ મારા ગજવામાં આલો..
'ચંદ્રને દેખીને બાળક રામચંદ્રજી તેને હાથમાં લેવાની માંગણી કરે છે ત્યારે દીવાનજી તેમના હાથમાં દર્પણ આપીને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાડે છે; તે દેખીને રામ પ્રસન્ન થાય છે. બાળકને ચંદ્ર ઉપર પ્રેમ છે તેથી તેના પ્રતિબિંબને જોઈને પણ તે ખુશી થાય છે; તેમ અહીં સાધક કહે છે.
હે નાથ ! અમને આપના ઉપર (-સર્વજ્ઞતા ઉપર) પરમ પ્રેમ છે, તેથી આપની ગેરહાજરીમાં પરોક્ષપણે પણ આપની સ્તુતિ વડે અમારા મતિ-શ્રુતજ્ઞાનરૂપ દર્પણમાં આપનું પ્રતિબિંબ ઝીલીને (એટલે કે આપના જેવા અમારા જ્ઞાનસ્વભાવને અંતરમાં
દેખીને), અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. (શ્લોક-૩, પેઈજ નં.-૧૮) [ ] ચંદ્રની જેમ સિદ્ધપ્રભુ તો કાંઈ ઉપરથી નીચે નહિ આવે, પણ મારા સ્વચ્છ જ્ઞાનદર્પણમાં
તેમનું પ્રતિબિંબ ઝીલીને, તેમના જેવા શુદ્ધાત્માને અનુભવમાં લઈને હું પોતે સિદ્ધ થઈશ ને ઉપર જઈશ. આવા ભાવથી સાધક જીવો સર્વજ્ઞની સ્તુતિ કરે છે.
(શ્લોક-૩, પેઈજ નં-૨૨) [ ] અહા, પ્રભુનો આત્મા તો સર્વજ્ઞ. તેમના દિવ્ય જ્ઞાનતેજમાં તો ત્રણકાળ-ત્રણલોક
ઝળકે; અને પ્રભુનો દેહ પણ એવો તેજસ્વી-પ્રભાવાળો કે તેમાંય જોનારને પોતાના સાત ભવ (પૂર્વના, ને આગલા હોય તો તે ) દેખાય. અરે, પ્રભુને ઓળખતાં ને તેમના જ્ઞાનદર્પણ” માં જોતાં, પોતાનો મોક્ષ પણ તેમાં દેખાય છે. પ્રભો ! આપની વીતરાગી મુદ્રા પાસેનું પ્રભામંડળ, તે ખરેખર તો અમારા મોક્ષને જોવાનું મંગલ-દર્પણ છે; જગતના તે પવિત્ર દર્પણમાં અમને તો અમારો મોક્ષ દેખાય છે, આપના જ્ઞાનમાં અમારા મોક્ષનું પ્રતિબિંબ દેખાય છે. અને આપના શુદ્ધાત્માને દેખતાં અમારો શુદ્ધાત્મા દેખાય છે.
(શ્લોક-૩૪, પેઈજ નં.-૧૧૧)