________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૮૯ વર્તમાનમાં ક્યાં રહે છે? કે તે દ્રવ્યરૂપે વસ્તુમાં જ રહેલી છે માટે જ તેના ધ્યાનથી પર્યાયમાં શાંતિ આદિ સર્વ ગુણોની નિર્મળતા પ્રગટ થાય છે. જો અરિહંતપદ અંતરમાં ન હોય તો હું અરિહંત છું” એવું ધ્યાન કરવાથી કષાય ઉત્પન્ન થવો જોઈએ; પણ તેને તો શાંતિ ઉત્પન્ન થાય છે. માટે અરિહંતનું ધ્યાન જૂઠું નથી.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્તમ્ સત્ છે. પુદ્ગલ દ્રવ્યમાં પણ તેની ભૂત, ભવિષ્યની પર્યાયો સરૂપે દ્રવ્યમાં પડી છે, એમ છ એ દ્રવ્યની પર્યાયો તે-તે દ્રવ્યમાં રહેલી છે, પણ અહીં તો આપણે જીવની નિર્મળ પર્યાયની વાત ચાલે છે કે- અરિહંત અને સિદ્ધદશા તારા જીવદ્રવ્યમાં પડી છે. વર્તમાન પર્યાયમાં સિદ્ધદશા નથી પણ દ્રવ્યમાં વર્તમાનમાં જ સિદ્ધપણું પડયું છે તેની શ્રદ્ધા અને ધ્યાન કરનારને અલ્પકાળમાં જ સિદ્ધદશા પ્રગટ થાય છે. શરીરની ક્રિયા, વિકલ્પ કે વ્યવહાર રત્નત્રયના ધ્યાનથી સિદ્ધદશા પ્રગટ થતી નથી; એક માત્ર નિશ્ચય સ્વભાવના ધ્યાનથી જ મોક્ષદશા પ્રાપ્ત થાય છે.
આકાશદ્રવ્યની અનંત શ્રેણી–ધારા છે તેમાંથી એક જ શ્રેણીમાં ત્રણકાળના સમયો સમાય જાય છે અને ત્રણ કાળના સમય જેટલી જ દરેક દ્રવ્યના એક એક ગુણની પર્યાય છે. એ પર્યાયની શક્તિનો પણ કોઈ પાર નથી. ક્ષેત્ર નાનું છે પણ એક-એક પર્યાયનું ભાવ સામર્થ્ય અનંતગણું છે. આવું સામર્થ્ય વર્તમાનમાં જ દ્રવ્યમાં રહેલું છે માટે તેના ધ્યાનથી શાંતિ પ્રગટ થાય છે. સત્ હોય તેમાંથી શાંતિ આવે, અસમાંથી કેવી રીતે આવે?
વર્તમાનમાં જ તું સિદ્ધ સમાન સામર્થ્યવાળો છે તેનો વિશ્વાસ કર! ભ્રાંતિ છોડભ્રમ ન કર. આ તો પરમાત્મ પ્રકાશ છે ને! પરમાત્માની જેટલી પર્યાય પ્રગટ થવાની છે તે બધી દ્રવ્યમાં રહેલી છે માટે એવા પરમાત્મ સ્વરૂપ નિજ આત્માનું ધ્યાન કરો. નિજ ભગવાનનું સન્માન સત્કાર કરો તો કેવળજ્ઞાન પ્રગટ થઈ જશે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે પાંચેય પદ આત્માના છે તો એ પાંચેય પર્યાય વર્તમાનમાં આત્મામાં ન હોય તો કયાંથી આવે? વર્તમાનમાં જ દ્રવ્યમાં અરિહંતાદિ પદ રહેલાં છે. દ્રવ્યમાં આવો પાવર-શક્તિ રહેલી છે એવી શ્રદ્ધા ન આવે ત્યાં સુધી નિર્વિકલ્પ દૃષ્ટિ થતી નથી. નિર્વિકલ્પ દૃષ્ટિમાં જ એવી તાકાત છે કે એક સમયમાં હું વર્તમાનમાં જ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ કરી લે છે.
શંકા છોડી દે... નિશંક થા કે જેવા સિદ્ધ છે તેવો જ હું છું. અમે જેવા કહીએ છીએ તેવો જ તું છો એમાં શંકા ન લાવ. જેવો તારો સ્વભાવ છે તેવી જ તને પ્રતીતિ કરાવીએ છીએ, સ્વભાવમાં નથી અને કહીએ છીએ—એમ નથી.
અરે, ભગવાન તારા ઘરે બિરાજમાન છે અને તું બહાર કોને શોધવા જાય છે? તારા દ્રવ્યમાં અનંત સિદ્ધ પર્યાય છે છે ને છે જ. પરિપૂર્ણ અસ્તિની વાત છે ત્યાં નાસ્તિની વાત જ નથી. ઓહોહો ! વર્તમાનમાં પૂર્ણ ! વર્તમાનમાં કેવળજ્ઞાન, વર્તમાનમાં