________________
૨૮૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ભાવશ્રુતજ્ઞાનમાં અરિહંતના દર્શન
ચૈતન્યશક્તિનું ધ્યાન તૃપ્તિ ઉપજાવે છે [ ] તત્ત્વાનુશાસન ૧૯૨ મી ગાથામાં કહે છે કે અરિહંત અને સિદ્ધનું ધ્યાન કરવું. ત્યાં પ્રશ્ન
ઊઠયો છે કે અરિહંતપદ કે સિદ્ધપદ અત્યારે તો આત્મામાં નથી, તો તેનું ધ્યાન કરવું એ તો જૂઠ-મૂઠ ફોગટ છે! ત્યારે તેનું સમાધાન કરતાં કહે છે કે હે ભાઈ ! થોડા સમય પછી આત્મામાં જે અરિહંતપદ અને સિદ્ધપદ પ્રગટવાના છે તે પર્યાયો સાથે આ આત્મદ્રવ્ય અત્યારે સંકળાયેલું છે, આત્મામાં તે પર્યાયો પ્રગટવાની તાકાત ભરી છે; સર્વસ્વભાવ અત્યારે અંદર શક્તિપણે ભરેલો છે, તેનું ધ્યાન કરતાં તૃપ્તિ-શાંતિ ને નિરાકુળ આનંદ અત્યારે અનુભવાય છે. જો અસત્ હોય તો તેના ધ્યાનથી શાંતિ કેમ થાય? જેમ કોઈને તરસ લાગી હોય ને મૃગજળમાં “આ પાણી છે” એવી અસત્ કલ્પનાથી પાણીનું ધ્યાન કરે તેથી કાંઈ તેની તરસ મટે નહિ, પરંતુ અહીં તો અમને અર્હત અને સિદ્ધપદના ધ્યાનથી આત્મસ્વભાવમાં સન્મુખતા થાય છે ને ચૈતન્યના અમૃતપાનથી અશાંતિ મટીને શાંતિ થતી પ્રત્યક્ષ વેદાય છે, માટે તે ધ્યાન અસત્ નથી પણ સત્ છે, સત્-સ્વભાવમાં જે સામર્થ્ય પડ્યું છે તેનું ધ્યાન જરૂર તૃપ્તિ ઉપજાવે છે. અરે, આખું સ્વભાવ સામર્થ્ય વર્તમાન વિધમાન ભર્યું છે, તેને અંતરમાં દેખે તો માર્ગ ખૂલી જાય ને બધા સમાધાન થઈ જાય. (આત્મધર્મ અંક-૨૫૩, પેઈજ નં.-૧૭)
ધ્યેયપૂર્વક જોય” [ ] તસ્વાનુશાસન પુસ્તક છે. તેમાં નાગસેન મુનિએ એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે- તમે
અરિહંતનું ધ્યાન કરો છો; પણ અરિહંત તો છે નહીં, છતાં અરિહંતનું ધ્યાન કરો છો તે અરિહંતનું ધ્યાન નથી (તેથી) તમારું ધ્યાન ખોટું થયું - જૂઠું થયું! ' અરે ! સાંભળ તો ખરો ! અરિહંત અમારા આત્મામાં પડેલ છે. અરિહંત સ્વરૂપ અમારો આત્મા છે અને તેનું ધ્યાન કરીએ છીએ માટે અરિહંતનું ધ્યાન અમારું બરાબર છે. કેમ કે અમારું સ્વરૂપ જ અરિહંત છે– આત્મ સ્વરૂપ જ અરિહંત છે તેથી એ અરિહંતના ધ્યાનથી (ખરેખર તો ) પોતાનું ધ્યાન થઈ રહ્યું છે. આ (નિજ) અરિહંત (પ) તે અરિહંત નહીં.
નાગસેન મુનિએ પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈ પ્રશ્ન કરે કે તમે અરિહંતનું ધ્યાન કરો છો, તો અત્યારે અરિહંત તો છે નહીં! તો તમારું ધ્યાન નિરર્થક થયું. (આચાર્ય કહે છે) સાંભળ તો ખરો ! એ ધ્યાન નિરર્થક નથી થયું. અરિહંતને પર્યાય પ્રગટ થઈ તેવી અનંતી પર્યાય અમારા દ્રવ્યમાં પડી છે. તેથી દ્રવ્યનું ધ્યાન કરવાથી અરિહંત પર્યાય પ્રગટે છે. તેથી અમારા અરિહંતનું ધ્યાન કરીએ છીએ તે નિષ્ફળ નથી. કેમ નિષ્ફળ નથી? જો અરિહંતનું ધ્યાન નિષ્ફળ હોય તો આનંદ ન આવે, પણ અમને તો આનંદ આવે છે. અમને અતીન્દ્રિય આનંદ આવે છે તેથી સિદ્ધ થાય છે કે અમે અરિહંતનું