________________
૨૮૬
જાય.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] ઉપયોગની સ્વચ્છતામાં લોકાલોક ઝળકે છે તેથી તેને સાકાર કહ્યો છે પણ સાકારનો
અર્થ એવો નથી કે લીમડો પર્વત-પ્રતિમા વગેરે પરદ્રવ્યનો આકાર જ્ઞાનમાં પ્રવેશી જાય અથવા શેય વસ્તુ જેટલી લાંબી-પહોળી-ઊંચી હોય તેટલું લાંબુ-પહોળું ઊચું જ્ઞાન થઈ
(શક્તિ-૧૪, પેઈજ નં-૧૭૨) [ ] . તેમ અહીં પણ એકેક શક્તિ અનંતશક્તિવાળા આખાં આત્માને પ્રસિદ્ધ કરે છે.
જ્ઞાન-દર્શન-સુખ વગેરે ગુણભેદથી વર્ણન કરવા છતાં કાંઈ ગુણભેદનું અવલંબન નથી અનંતધર્મવાળો આત્મા જ અવલંબવા જેવો છે. તેના જ અવલંબને સમ્યગ્દર્શનાદિરૂપ સ્વચ્છતા પ્રગટે છે. એક સાથે અનંતાગણમાં સ્વચ્છતાનું પરિણમન થવા માંડે છે. તેનું નામ ધર્મ છે. અનંત ગુણથી ભરેલા આખા આત્મસ્વભાવનું અવલંબન તે મૂળ વસ્તુ છે તે જ સમ્યકદર્શનની ઉત્પત્તિનો ઉપાય છે, ને તે જ ઉપાય વડે ચૈતન્યદર્પણની પૂર્ણ સ્વચ્છતા ખીલીને લોકાલોક સહજપણે તેમાં ઝળકે છે, તેથી એવા કેવળ જ્ઞાનને જગતનું મંગલ દર્પણ કહ્યું છે.
(શક્તિ-૧૪, પેઈજ નં.-૧૭૩-૧૭૪) [ઉ] પરિણામક આત્માને પરિણામક કહ્યો તેથી કાંઈ સામાના જ્ઞાનને આત્મા પરિણમાવે
છે એમ નથી; પણ પોતે શેયપણે સામાના પ્રમાણજ્ઞાનમાં ઝળકે છે એવો તેનો સ્વભાવ છે તેથી આત્માને પરિણામક કહ્યો છે, એવો શેય થવાનો આત્માનો સ્વભાવ છે.
(શક્તિ-૧૫, પેઈજ નં.-૨૧૨) [ ૯ ] » જગતના જીવોને બહારના પદાર્થોમાં વસ્ત્રમાં મીઠાઈમાં રમતગમતમાં સ્ત્રીમાં
મકાનમાં રેડીયા મોટર કે ધન વગેરેમાં ને રાગમાં સુખ ભાસે છે, તે તો મૂઢતાથી માત્ર માનેલું છે; ખરેખર તેમાં ક્યાંય સાચા સુખનો અંશ પણ નથી.
(શક્તિ -૨૧, પેઈજ નં.-૨૭૭) [ ] ..... અશુદ્ધ પર્યાયની તેવી યોગ્યતા હોય તે કાંઈ સ્વભાવની ચીજ નથી; ધર્મી તેને
સ્વભાવથી જુદાપણે જાણે છે, એટલે સ્વભાવમાં તેનું કર્તુત્વ તે સ્વીકારતો નથી વિકારના કાળે જ જ્ઞાનમાં તેનું અકર્તાપણું જેને ન ભાસે તેણે વિકારથી જુદા આત્માને જાણ્યો જ નથી.
(પેઈજ નં.-૨૮૯) [ ૯ ] » જેને કર્મનું જોર લાગે છે ને શુદ્ધાત્માનું જોર નથી ભાસતું તેણે ખરેખર પોતામાં
કર્મનો અભાવ દેખ્યો નથી, ને નિર્મળ અવસ્થાનું વિધમાનપણું પણ તેને નથી; ભાવ શક્તિ તથા અભાવશક્તિ” વાળા આત્માને તેણે ઓળખ્યો નથી. આવી શક્તિવાળા આત્માને જે ઓળખે તેને પર્યાયમાં નિર્મળતાની વિદ્યમાનતા થાય, ને તેમાં વિકારનો તથા કર્મનો અભાવ ભાસે.
(શક્તિ-૩૩-૩૪, પેઈજ નં-૩૫૪)