________________
૨૮૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
આત્મ વૈભવ [ ] અરે ભાઈ ! શું કહે છે તું? સિદ્ધનેય પરાધીન કહીને તારે શું કરવું છે? અહીં તને તારામાં સ્વાધીનતા ભાસતી નથી એટલે તારી પરાધીન દૃષ્ટિમાં સિદ્ધ પણ તને પરાધીન દેખાય
(શક્તિ -૭, પેઈજ નં-૧૦૦) [ ] એકેક શક્તિના વર્ણનમાં આચાર્યદેવે ખુબી કરી છે. અહીં સર્વદર્શિત્વશક્તિ “લોકાલોકને
દેખવામયી” એમ ન કહ્યું પણ “લોકાલોકને દેખનારા એવા આત્માને દેખવામાયી” એમ કહ્યું, એટલે “આત્મદર્શનમયી” એમ કહીને નિશ્ચયની વાત લીધી. ને સાથે સાથે લોકાલોકને દેખવાનું તેનું સામર્થ્ય છે તે પણ બતાવી દીધું. લોકાલોકને દેખતું હોવા છતાં તે દર્શન આત્મદર્શનમય છે; આત્મા પોતે એવા દર્શન સામર્થ્યરૂપે પરિણમ્યો છે; તે કાંઈ પરસમ્મુખ જોઈ પરિણમતો નથી પણ આત્મ દર્શનની સ્વચ્છતામાં જ એવું
સામર્થ્ય છે કે લોકાલોક તેમાં દેખાય જાય છે. (શક્તિ-૮, પેઈજ નં.-૧૪૨) [ કુ ] જેમ કાચના સ્વચ્છ ગોળામાં (હાંડીમાં) ચારેકોરની વસ્તુઓ સહેજે ઝળકે છે તેમ
આત્માની સર્વજ્ઞતારૂપ ચૈતન્ય ગોળાના પ્રકાશમાં વિશ્વના પદાર્થો સહેજે ઝળકે છે. આવું વિશ્વપ્રકાશી રત્ન આત્માના નિધાનમાં પડયું ને એવા તો અનંતા મહારત્નોનો ભંડાર આત્મા છે.
(શક્તિ-૯, પેઈજ નં-૧૫૫) [ ] લોકાલોકની સામે જોયા વિના જેના જ્ઞાનમાં લોકાલોક ઝળકે એવો ભગવાન આત્મા જ લોકમાં ઉત્તમ પદાર્થ છે.
(શક્તિ-૧૦, પેઈજ નં-૧૬૩) [ G ] જ્ઞાનસ્વરૂપ આત્મામાં એવી સ્વચ્છતા છે કે તેના ઉપયોગમાં લોકાલોક જણાય છે. પોતે
અરૂપી હોવા છતાં રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તેના જ્ઞાનમાં જણાય છે.
.... જેમ અરીસાની સ્વચ્છતામાં અનેક ચિત્ર-વિચિત્ર પદાર્થો જણાય છે. ત્યાં અરીસામાં જાણે કેટલાય પદાર્થો હોય એવું મેચકપણું (અનેકપણું) લાગે છે, પણ ખરેખર કાંઈ અરીસામાં બીજી વસ્તુ નથી, એ તો અરીસાની સ્વચ્છતાનો જ એવો સ્વભાવ છે તેમ અરૂપી આત્મ પ્રદેશોમાં લોકા-લોકના સમસ્ત પદાર્થોના દ્રવ્ય-ગુણપર્યાયો પ્રકાશમાન થાય છે. ત્યાં જ્ઞાનમાં જાણે કેટલાય પદાર્થો જણાતા હોય એવું મેચકપણું (અનેકપણું ) લાગે છે પણ ખરેખર કાંઈ જ્ઞાનમાં બીજી વસ્તુ નથી, જ્ઞાનની જ એવી સ્વચ્છતા છે અને અરીસાની માફક ખરેખર જ્ઞાનમાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ નથી પડતું- કેમકે જ્ઞાન તો અરૂપી છે તેમાં પ્રતિબિંબ ન પડે; પણ પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા એનો અર્થ એમ છે કે પદાર્થોનું જેવું સ્વરૂપ હતું તેવું જ્ઞાને જાણી લીધું, જ્ઞાનની સ્વચ્છતામાં એવી તાકાત છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને પણ જાણી લ્ય. જ્ઞાનમાં સ્વચ્છતા થતાં પોતે પોતાને તો જાણે ને લોકાલોકને પણ જાણી લ્ય એવી તેની તાકાત છે. એક મતિજ્ઞાન- કે જે કેવળજ્ઞાનના અનંતમાં ભાગનું છે. તેની સ્વચ્છતામાં પણ એવી તાકાત છે કે પૂર્વના કેટલાય ભવને જાણી લ્ય. તો કેવળજ્ઞાનની તાકાતની શી વાત ?
(શક્તિ-૧૧, પેઈજ નં-૧૬૬)