________________
૨૮૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ૯ ] ભગવાન આત્માના પ્રદેશ અમૂર્ત છે. “અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના
આકારથી”. “આકાર' શબ્દનો અર્થ કે તે વસ્તુ (અહીં) નથી પરંતુ તે સંબંધીનું વિશેષજ્ઞાન છે. સ્વચ્છતામાં તે સંબંધીનું અને પોતા સંબંધીનું વિશેષ જ્ઞાન થાય છે. તે જડનો આકાર અહીં આવે છે? આકાર તો વર્ણ, રસ, સ્પર્શ, ગંઘ, જડ છે. આ પથ્થર છે તેનો આકાર અંદર આવે છે? પરંતુ આકારનો અર્થ-સ્વ-પર અર્થનું જ્ઞાન તેનું નામ આકાર કહે છે. સ્વ અને પર પદાર્થનું જ્ઞાન થાય તેનું નામ આકાર છે. વાત-વાતમાં ફેર લાગે પણ માર્ગ આવો છે બાપુ!
(પેઈજ નં.-૧૫૦) [ ] “અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારથી મેચક (અર્થાત
અનેક-આકારરૂપ).” સ્વનો અને પરનો આકાર એટલે જ્ઞાન. સ્વનું અને પરનું જ્ઞાન તેનું નામ અહીં આકાર કહે છે. જ્ઞાનને સાકાર કહે છે અને દર્શનને નિરાકાર કહે છે. જ્ઞાનને સાકાર કહે છે તો પરનો આકાર આવે છે, તેથી સાકાર કહે છે? (એમ છે નહીં). પરંતુ તે સ્વ-પર પ્રકાશક પરિણમિત થયું તેનું નામ આકાર કહે છે. વિશેષરૂપથી પરિણમન થયું તેનું નામ આકાર છે.
(પેઈજ નં.-૧૫૦) [ ] એક તો અમૂર્તિક આત્મપ્રદેશ તેમાં લોકાલોક પ્રકાશમાન થાય છે). લોક-અલોકમાં
મૂર્ત અને જડ બધું આવી ગયું. અને આકાર એટલે વિશેષતા તે બધાના વિશેષાકારે જ્ઞાનમાં જ્ઞાનની પરિણતિ થાય છે. જ્ઞાનની શેયાકારરૂપ પરિણતિ. શેયાકાર એટલે જડનો આકાર એમ-નથી. પરંતુ જોયનું સ્વરૂપ છે તે રૂપે જ્ઞાનનું પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવે છે. અને તે પણ મેચક ( અર્થાત્ ) અનેકરૂપ થયું. જ્ઞાનની પર્યાયમાં એકરૂપ ન રહ્યું. (પરંતુ) લોકાલોકને જાણવામાં જ્ઞાનની પર્યાય અનેકરૂપ થઈ.
(પેઈજ નં.૧૫૧) [ ] “મેચક (અર્થાત્ અનેક આકારરૂપ). એમ કહ્યું ને ! મેચક એટલે અનેક. “એવો
ઉપયોગ” અર્થાત્ જાણવું. “..એવો ઉપયોગ જેનું લક્ષણ છે તેવી સ્વચ્છત્વશક્તિ.”... અંદરમાં એવી કોઈ જ્ઞાનની નિર્મળતા છે તે કહે છે. એવી સ્વચ્છતા-નિર્મળતા છે કેલોકાલોક જેમાં મૂર્તિ અને અમૂર્ત પ્રકાશમાન થાય છે. આત્માના અમૂર્ત પ્રદેશોમાં જ્ઞાન થાય છે.
જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેની પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશિત થાય છે. ઘટ-પટ ત્યાં જતા નથી પરંતુ ઘટપટ સંબંધીની સ્વચ્છતા ત્યાં દેખવામાં આવે છે. અહીં અગ્નિ છે અને બરફ છે તો અગ્નિ આમ-આમ થાય છે. તે દર્પણમાં પણ આમ આમ થાય છે. તે દર્પણમાં ( અગ્નિ) નથી. તે દર્પણની સ્વચ્છશક્તિનું પરિણમન છે. અંદર અગ્નિ દેખાય છે પરંતુ (વાસ્તવિક) અગ્નિ નથી, તે તો દર્પણની સ્વચ્છ શક્તિ છે. તે તો દર્પણની પર્યાય છે. ત્યાં અગ્નિની પર્યાય આવી નથી. અગ્નિમાં તો હાથ બળે છે પણ ત્યાં દર્પણ ઉપર શરીર રાખો તો બળે છે? તે તો દર્પણની પર્યાય છે. તેમ ભગવાન આત્માની સ્વચ્છતાની પર્યાયમાં લોકાલોક (પ્રકાશિત થાય છે). જેમ ઘટ-પટ દર્પણમાં