________________
૨૮૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કળશટીકાનું પ્રવચન
(મોક્ષઅધિકાર શ્લોક-૧૩ના પ્રવચનમાંથી) [ 8 ] આ દેહ તો જડ-માટી-ધૂળ છે. જે જાણનાર છે તે આત્મા છે. આત્મા પરને જાણે
છે–એમ અસદ્ભુત વ્યવહારનયથી કહેવામાં આવે છે. ખરેખર તો પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે– એ નિશ્ચય છે. વર્તમાન જ્ઞાન પર્યાયમાં આ જે બધું જણાય છે તે ખરેખર જણાતું નથી, જાણવામાં તો પોતાની જ્ઞાન પર્યાયની તાકાત આવે છે.
એક સમયની પોતાની વર્તમાન દશામાં આ... આ... આ... જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનપર્યાય પોતાથી પ્રગટ થઈ છે તે પોતાને જ જાણે છે. કેમ કે, જેમાં તન્મય થઈને જાણે તે જાણવાને જ નિશ્ચય કહેવામાં આવે છે. પરનું જાણવું કાંઈ પરમાં તન્મય થઈને થતું નથી માટે પરને જાણવું તે વ્યવહાર છે. પર સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તેને જ્ઞાન જાણે છે એ નિશ્ચય છે.
અહીં તો આત્માને ભગવાન તરીકે જ બોલાવીએ છીએ. એને ખબર નથી કે હું ભગવાન છું પણ એ ભગવાન સ્વરૂપ જ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન પર્યાયને જ જાણે છે એ પણ હજુ પર્યાયબુદ્ધિ છે. ઝીણી વાત છે ભાઈ ! સર્વજ્ઞ પરમાત્મા થયા તે ક્યાંથી થયા? અંદરમાં જેવા સ્વરૂપે હતાં તેમાંથી પ્રગટ થયા છે. એ સર્વજ્ઞ પર્યાય પ૨માં તન્મય નથી માટે તે પ૨ને જાણે છે એ વ્યવહાર છે. પોતામાં તન્મય છે માટે પોતાને જાણે છે–એ નિશ્ચય છે. હવે એ એક સમયની પર્યાય પોતાને જાણે છે એ પણ પર્યાયની વાત થઈ. દ્રવ્ય જેવું છે તેવું પર્યાયમાં જાણવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
અહીં તો એ વાત છે કે એક સમયની વર્તમાન પર્યાયમાં કેવળજ્ઞાની ભગવાન પરને જાણે છે એ તો અસભૂત વ્યવહારનયનું કથન છે. કેમકે પરમાં જ્ઞાન તન્મય નથી. જ્ઞાન પોતાની પર્યાયમાં તન્મય છે માટે પોતાને જાણે છે એ નિશ્ચય છે. તેમ જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ જીવ પરને તન્મય થઈને જાણતા નથી માટે પરનું જાણવું વ્યવહારથી કહેવાય છે. પર સંબંધીના પોતાના જ્ઞાનને પોતે તન્મય થઈને જાણે છે માટે તે નિશ્ચય છે. હવે અહીં તો એથી પણ આગળ લઈ જવા છે...
(આત્મધર્મ અંક ૭૩૭ પેઈજ નં-૨, ૩)