________________
૨૭૯
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પ્રભુ છે. તે પોતાના સિવાય પર અનંત શેયો તેને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. કેમ કે એ ચીજને એની પર્યાય અડતી નથી. તેમ તે શેયો જ્ઞાનની પર્યાયને અડતા નથી.
“સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી” રાગ આવે, તે રાગને જ્ઞાન જાણે તેમ કહેવું તે વ્યવહાર છે. રાગની અસ્તિને પોતે પોતાના સ્વાર પ્રકાશક જ્ઞાનમાં (જાણે છે). પોતાનું જ્ઞાન પોતાના સ્વપર પ્રકાશકના સામર્થ્યથી પ્રગટ થયું છે, એમાં રાગ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. બાકી તો પોતાની પર્યાય જ સ્વ૫ર પ્રકાશકપણે જણાય છે.
(તા. ૧૭/૧૦/૭૭,શ્લોક નં.-૧૨૫, પ્રવચન નં.-૧૨૪) [ ૯ ] . આ તો કેવળજ્ઞાનના વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવ જેના
જ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોક જણાયા એમ કહેવું તે વ્યવહાર છે. એ પર્યાયનો એવો જ સ્વભાવ છે કે (સમસ્ત જણાય) જેમ સ્વચ્છ પાણીમાં ચંદ્ર, કરોડો તારાઓ, ગ્રહ આદિ જે છે તે, પાણીની સ્વચ્છતાને જોતાં તે જણાય જાય છે. પાણીની જે અવસ્થા છે તે કાંઈ પેલી ચીજ નથી, તેમ તે ચીજની અવસ્થા ત્યાં નથી. (છતાં સ્વચ્છતામાં જણાય.) તેમ ભગવાન આત્માના જ્ઞાનગુણમાં પેલા લોકાલોક નથી, ત્યાં તો પાણીની સ્વચ્છતાનું એવું સ્વરૂપ છે.
(તા. ૧૨-૧૧-૭૭, પ્રવચન નં.-૧૪૭ માંથી) [ 0 ] સમયસાર ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને!! જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક
છે. ભલે અલ્પજ્ઞાન હો ! પણ.... પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. માટે જ્ઞાનની પર્યાયમાં આ બાળ- ગોપાળને, બાળકથી માંડીને વૃધ્ધને તેના જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ સ્વપર પ્રકાશક હોવાથી જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા જ જણાય છે. આત્મા જ જણાય છે, છતાં તે પર્યાયમાં આત્મા આવતો નથી. એ પર્યાયમાં આખો આત્મા જણાય છે કેમકે પર્યાયનું સ્વપર પ્રકાશકપણું એ સ્વરૂપ છે. આવું ઝીણું !!
(શ્લોક નં.-૧૪૦, પ્રવચન નં.-૧૪૪ તા. ૯/૧૧/૭૭) [ 0 ] દૃષ્ટાંત આપ્યું કે – જેમ રસાયણ પીને તરંગ ઊઠે છે તેમ જેની પર્યાયમાં ત્રણ કાળ
ત્રણલોકની પર્યાયો જણાય જાય છે તેને જ્ઞાનના તરંગોની સાથે અનંત આનંદના તરંગ ઊઠે છે. રસાયણ પીને જેમ મત નામ મસ્ત થઈ જાય છે. તેમ આત્માના જ્ઞાનની પર્યાયમાં પૂર્ણનું (જાણપણું થઈ જાય છે.) પૂર્ણની વાત છે ને! છ દ્રવ્યો અને તેના અનંત ગુણો અને તેની પર્યાયો એ બધાનું (મન્ડન ) એટલે સમૂહ. ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય, ગુણ, પર્યાયના સમૂહ જેની જ્ઞાનની પર્યાયમાં મગ્ન થઈ ગયા છે એટલે જણાય ગયા છે. રસાયણની ઔષધિ પીને જેમ મસ્ત થઈ જાય તેમ ત્રણકાળ ને ત્રણલોકના પર્યાયોને જાણીને એ અતીન્દ્રિય આનંદની પર્યાય મસ્ત થઈ ગઈ છે. અતીન્દ્રિય જ્ઞાન તો છે પણ સાથે અતીન્દ્રિય આનંદથી મસ્ત થઈ જાય છે.
(તા. ૧૩/૧૧/૭૭, પ્રવચન નં.-૧૪૮).