________________
૨૭૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ શેયાકાર થવું એ પણ વ્યવહાર છે. જ્ઞાન શેયાકાર થતું જ નથી જ્ઞાન તો પોતાના આકારે થાય છે.
“શેયાકાર પરિણમનથી પરાડભુખ છે.” પરથી તો પરાડમુખ છે જ પણ જે ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એમાં જે આ રાગ-દયા-દાન-વ્રત-શરીર-મન-વાણી લક્ષ્મી (આદિ ) શેયોનું અહીંયા જ્ઞાન થાય છે, તે શેયાકાર જ્ઞાન થયું. તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે. ખરેખર શેયરૂપ જ્ઞાન ત્યાં થતું નથી, શેયના કારણથી જ્ઞાન થતું નથી, પરંતુ પોતાના કારણે પોતાનાં સ્વપરનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનાકાર પોતાની ચીજ છે તે શેયાકાર છે જ નહીં.
આહાહા ! પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાનું જ્ઞાન અને રાગ-શરીર-વાણીનું જ્ઞાન કહેવું તે વ્યવહારે છે. ખરેખર સ્વપરનું જ્ઞાન તે પોતાની પર્યાયનું સામર્થ્ય છે. આહાહા ! એ પર્યાયનું સામર્થ્ય શું છે? આ તો જૈનદર્શનનો એકડો છે તેની હજુ ખબર ન મળે !
અહીંયા તો પ્રભુ એમ કહે છે – પ્રભુ ! તારી શક્તિ નિજરસ... જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનગુણ-જ્ઞાન સ્વભાવ... જ્ઞાન.... જાણવું... જાણવું... જાણવું તારું રૂપ છે – શક્તિ છે. એમાં જે રાગાદિ અને પરસંબંધીનું જ્ઞાન થાય છે તે જોયાકાર જ્ઞાન થયું તેમ કહેવું તે વ્યવહાર છે. કેમકે શેય જ્ઞાનમાં આવતા નથી. રાગનું જ્ઞાન થાય છે તો રાગ કાંઈ જ્ઞાનમાં આવતો નથી. રાગ સંબંધી પોતાની પર્યાયમાં પોતાનું સ્વપર પ્રકાશક જ્ઞાન આવે છે.
તારા ઘરમાં ચીજની કેટલી તાકાત છે... એ તાકાતવાળી ચીજ કઈ છે તેની તને ખબર નથી. અહીંયા કહે છે – શરીર, વાણી, રાગ આદિ પર (શેયો) પોતામાં તો આવતા નથી, પરંતુ તે સંબંધી જે જ્ઞાન થયું તે જોયાકાર જ્ઞાન થયું એમ પણ નથી, ત્યાં તો પોતાના જ્ઞાનાકારપણે જ્ઞાન થયું છે. પરને જ્ઞાન જાણે તે જ્ઞાન પોતાના જ્ઞાનાકારે થયું છે. ઝીણી વાતું છે બાપુ!
.... સંવરના પરિણામ તે શુદ્ધભાવ-શુદ્ધોપયોગ છે. એ શુદ્ધ પરિણામમાં રાગાદિકનું અને પરનું જ્ઞાન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે. પોતાનું અને પરનું જ્ઞાન પોતાનામાં પોતાથી જ્ઞાનાકાર જ્ઞાન થાય છે. પર ચીજ તો તેમાં આવતી નથી. તેથી પરને કારણે જ્ઞાન થયું એમ છે નહીં.
(તા. ૧૬/૧૦/૭૭, પ્રવચન નં.-૧૨૩, શ્લોક ૧૨૪-૧૨૫) [ કુ ] “પરપત: વ્યાવૃત્ત” જોયાકાર પરિણમનથી પરાડભુખ છે.” પરરૂપથી વ્યાવૃત્તની
વ્યાખ્યા આટલી બધી કરી. ભાવાર્થ આમ છે કે- સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી.” અનંત કેવળીઓને પણ જ્ઞાનની પર્યાય જાણે... છતાં પણ જ્ઞાન પરરૂપ થતું નથી. સ્વરૂપમાં સ્વક્ષેત્રના સ્વભાવમાં રહીને પરને જાણે છે... એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ તો પોતાના ક્ષેત્રમાં રહીને પોતાને પોતે પૂર્ણ જાણે છે.
તું કોણ છો? અંદર ભગવત્ સ્વરૂપ છો. એ જ્ઞાનવસ્તુ ચેતનરસ સ્વભાવી