________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૭૭
[ ] જ્ઞાનગુણ અને મિથ્યાત્વ રાગાદિરૂપ તેનું એકપણું ભાસતું નથી... અર્થાત્ એકપણું છે નહીં માટે એકપણું ભાસતું નથી. અંતર- દ્રવ્યદૃષ્ટિથી દેખવાથી રાગ અને જ્ઞાન એક નથી. અંદરમાં રાગ દેખાતો નથી. (પેઈજ નં. ૨૨૮) [] એક સમયની પર્યાય સ્વદ્રવ્યનું પણ જ્ઞાન કરે છે... અને છ દ્રવ્યનું પણ જ્ઞાન કરે છે. એક સમયની પર્યાય તે શ્રુતજ્ઞાનની પર્યાય ભલે અલ્પ હોવા છતાં તે જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. પરંતુ સ્વદ્રવ્ય તે પર્યાયમાં નથી આવતું. એ પર્યાયમાં છ દ્રવ્ય નથી આવતા પરંતુ છ દ્રવ્યનું જ્ઞાન છે. એક જ સમયે સ્વદ્રવ્ય અને ૫૨દ્રવ્યનું જ્ઞાન થયું. એક જ્ઞાનગુણની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. પરંતુ (પર્યાય ) પ્રતીતિનો વિષય આશ્રયભૂત દ્રવ્ય તેનો આશ્રય કરતી નથી, છતાં તે પર્યાયમાં દ્રવ્ય ભાસે છે. ( છ દ્રવ્ય ) ભાસવા છતાં એ પર્યાયનું લક્ષ ભાસવાવાળી ચીજ ઉ૫૨ નથી.
(પેઈજ નં. ૪૦૦)
-
કલશામૃત ભાગ ૪
[ 0 ] જેમ સ્ફટિક છે તેની સામે લાલ-પીળાં ફૂલ હોય તો તેમાં લાલ-પીળી ઝાંય દેખાય છે... પણ એ સ્ફટિકની ચીજ નથી. સ્ફટિક તો સફેદ-ધોળું છે. તેમ ભગવાન આત્મા ! ચૈતન્ય સ્ફટિક જેવો નિર્મળાનંદ છે. એમાં જે પુણ્ય-પાપના મિથ્યાત્વના ભાવ થાય છે તેને જડ દર્શનમોહ કરે છે, એ એની ઝાંય છે. એ ઝાંય પર્યાયમાં છે, પણ વસ્તુમાં નથી. વસ્તુ તો અનાદિ– અનંત નિર્મળાનંદ છે.
( કળશ નં. -૧૧૬, તા. ૪/૧૦/૭૭, પ્રવચન નં.-૧૧૩) [ ] ભૂત અર્થાત્ ગયો કાળ, વર્તમાન અને ભવિષ્ય તે બધાય અનંત દ્રવ્યો અને દરેક દ્રવ્ય
તેની પર્યાય સહિત છે તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે છે – પ્રતિબિંબિત કરે છે. જે પ્રતિબિંબિત થાય છે તેનું જ્ઞાન અહીંયા થઈ જાય છે. ભવિષ્યની અનંતી પર્યાય સહિત જે દ્રવ્ય છે તેનું અહીંયા જ્ઞાન થઈ જાય છે.
પોતાના સ્વભાવમાં પ્રતિબિંબિત કરતો થકો. પ્રત્યેક ચીજ જ્યાં જેવી છે... એવી અહીંયા જાણવામાં આવે છે. જેવું બિંબ છે એવું પ્રતિબિંબ થાય છે. એ પ્રકારની પર્યાય અહીંયા જ્ઞાનમાં આવી જાય છે... અર્થાત્ તે પ્રકારનું જ્ઞાન આવી જાય છે... તે પર્યાય આવી જતી નથી.
“પરપત: વ્યાવૃત્ત” શેયાકા૨ પરિણમનથી પરાઙમુખ છે.” શું કહે છે? પોતાના નિજ૨સ જ્ઞાનગુણથી પરિપૂર્ણ છે. પોતાના જ્ઞાનમાં જે ૫૨વસ્તુ જાણવામાં આવે છે. દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ, શરીર-વાણી-મન-આહાર એ શેયાકાર અને અહીંયા જે જ્ઞાન થાય છે તે ૫૨ના કા૨ણે થતું નથી. અહીંયા સ્વના જાણવાપણે પોતાની જ્ઞાન પરિણતિ આવી પ્રગટ થાય છે.
“શેયાકા૨ પરિણમનથી” શું કહે છે ? સમ્યગ્દર્શનમાં જ્ઞાન સ્વરૂપ પ્રભુનું ભાન થયું પછી દયા-દાન આદિનો રાગ થાય છે તે શેયનું અહીંયા જ્ઞાન થાય છે. એ શેયના