________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૭૫ કલશાકૃત ભાગ-૧ [ ] આહાહા!કરવા લાયક છું અને ન કરવા લાયક શું તે ટૂંકી વાત આમાં છે. પર્યાયમાં
આત્મા જાણવામાં આવે છે તો પણ તેને છોડી દીધો અને પર્યાયમાં જે રાગ જાણવામાં આવ્યો તે પર પ્રકાશનની એકત્વબુદ્ધિ કરી. પર્યાયનો સ્વભાવ તો છે
સ્વ-પર પ્રકાશક જે ખુદને (પોતાને) પ્રકાશે છે અને પરને પ્રકાશે છે. રાગ પણ જાણવામાં આવે છે અને આત્મા પણ જાણવામાં આવે છે. એ જ્ઞાનની દશામાં સ્વ જાણવામાં આવે છે તો પણ તે તરફ તેની દૃષ્ટિ નથી. અને દયા-દાન આદિની જે વૃત્તિ ઊઠે છે તે વિકારમાં એકત્વબુદ્ધિને કારણે સ્વનું એકત્વપણું દૃષ્ટિમાં આવતું નથી. જ્ઞાનનો પર પ્રકાશક સ્વભાવ છે પણ એકલો પર પ્રકાશક સ્વભાવ નથી; સ્વપર પ્રકાશક સ્વભાવ છે.
(પેઈજ નં. ૧૯૦) [ઉ] ધર્મીને પર ચીજનું જ્ઞાન થાય છે કે નહીં? કે એકલું જ્ઞાન જ જ્ઞાન થાય છે? તેને સ્વનું
જ્ઞાન છે ને પરનું જ્ઞાન છે. પ૨ વસ્તુ અહીંયા આવતી નથી. પર વસ્તુના સંબંધપૂર્વક પોતાના જ્ઞાનની પર્યાય જે પર પ્રકાશક છે તે પોતાથી પોતામાં થઈ છે. તેમાં કોઈ પરને જાણ્યું તો વિકાર થઈ જાય-એમ નથી.
(પેઈજ નં. ૨૦૨) [ s ] અરીસામાં ચીજ દેખવામાં આવે છે તેથી ચીજ અરીસામાં ધૂસી જાય છે એમ નથી.
તેમ જ્ઞાન અરીસો છે. ચૈતન્યમૂર્તિ પ્રભુ! ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ તેમાં પર વસ્તુ અનંત જાણવામાં આવે તો તેનાથી કોઈ વિકાર છે નહીં. તે ચીજ અહીં આવી નથી. ભાષા તો એમ બોલવામાં આવે છે કે તે ચીજનું અહીંયા પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબનો અર્થ એ કે-પર જે ચીજ છે તે ચીજનું તેવું અહીંયા જ્ઞાન થાય છે. તેનું નામ પ્રતિબિંબ છે. એ ચીજ તો જડ છે. તે સંબંધી તેનું અહીં જ્ઞાન થાય છે....
(પેઈજ નં. ૨૦૩) [ઉ] ભાષા “પ્રતિબિંબ' લીધી. પ્રતિબિંબ એટલે જે ચીજ સામી છે તેનું અહીંયા જ્ઞાન થાય
છે તે જ્ઞાનમાં પર વસ્તુનું પ્રતિબિંબ પડે છે એમ કહેવામાં આવે છે. આત્મા તો અરૂપી જ્ઞાનસ્વરૂપ છે. શું જડ (વસ્તુ) જ્ઞાનમાં આવી જાય છે? સામે લીમડો દેખાય છે તે જડ છે. લીમડાના પાંદડા પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. લીમડાનો તો મોટો આકાર છે અને અહીંયા જ્ઞાનમાં તે સંબંધી જ્ઞાન થાય છે. તો જ્ઞાની જ્ઞાતાદેષ્ટા રહે છે. તે ચીજ મારી છે તેવું જ્ઞાની માનતા નથી અને પર ચીજ જાણવાથી વિકાર થતો નથી. ' અરે!ભાવશ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ અનંત દ્રવ્ય-ગુણ પર્યાય જાણવામાં આવે છે. કેવળીને પ્રત્યક્ષ જાણવામાં આવે છે અને શ્રુતજ્ઞાનીને પરોક્ષ જાણવામાં આવે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ બે ભેદ છે, જાણવામાં ભેદ છે નહીં. આહા.. હા! આ શ્રુતજ્ઞાનની વાત કરે છે હોં!
(પેઈજ નં. ૨૦૩)