________________
૨૭૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ત્રણકાળ ત્રણલોક એક સમયમાં ઝળકે છે એ પણ વ્યવહાર છે, એટલે કે પર્યાયમાં જાણવામાં આવે છે તેને સર્વ લોક દેખો!
(શ્લોક-૩૨, પેઈજ નં ૬૨૪) સમયસાર સિદ્ધિ ભાગ-૩ [હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવોને, ભગવાને જીવ ન કહ્યા, શુભભાવ
દયા, દાનનો થાય એને જીવ ન કહ્યો અને અન્ય ચૈતન્ય સ્વભાવને જીવ કહ્યો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એ શુભભાવ રાગ છે. એ દયા દાનનો વિકલ્પ જે રાગ છે. એ ચૈતન્યની સાથે સંબંધ રાખનારો દેખાય છે. એ કાંઈ
પરમાણું સાથે સંબંધ રાખે છે એમ દેખાતું નથી.. (પેઈજ નં-૬૦) [ ] પર્યાયનું ય જ્ઞાન છે, દ્રવ્યનું ય જ્ઞાન છે. એને મિશ્રિત કીધું, એવું મિશ્રિત રૂપે તેને
પ્રતિભાસવા છતાં, જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ મિશ્રિતરૂપે ભાસ-પ્રતિભાસ થવા છતાં જ્ઞાનમાં દ્રવ્યનો ને પર્યાયનો પ્રતિભાસ હોવા છતાં; વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાની પર્યાયનો પ્રતિભાસ અને બીજી પર્યાયનો પ્રતિભાસ અને તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ હોવા છતાં વસ્તુ છે એ તો વસ્તુમાં રહી. જેમ બિંબ છે સામે તેમ અરીસામાં પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબપણે એ અરીસો છે એ બિંબપણે નથી. એમ અહીં વ્યક્તપણે પર્યાય છે અને અવ્યક્તપણે વસ્તુ છે, એટલે કે આ દ્રવ્ય પર્યાયમાં આવ્યું નથી. એ બેનું એક ક્ષણે મિશ્રિત જ્ઞાન હોવા છતાં એ વ્યક્તને દ્રવ્ય સ્પેશતું નથી.
(પેઈજ નં-૧૩૫) [3] ભગવાન આત્મા તેની પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થાય ને પોતાના દ્રવ્યનું પણ જ્ઞાન
થાય પણ એ વાત અહીં ન કરી. ફક્ત પર્યાયનું ને દ્રવ્યના જ્ઞાનની વાત કરી. પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન તો છે, જ્ઞાનની પર્યાયમાં એને પર્યાય કહીએ. ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો પણ એ પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી તે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ પરપ્રકાશકપણું આવી જાય છે, એવી જે એક સમયની પર્યાય જેનું જ્ઞાન સ્વપરપ્રકાશક સ્વભાવે છે. ૧૭–૧૮ મી ગાથામાં એમ આવ્યું કે એ પર્યાય સ્વને જાણે જ છે પણ એની દૃષ્ટિ ત્યાં નથી. શું કહ્યું એ? કે ક્ષણિક જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાયનો સ્વભાવ જ સ્વપરપ્રકાશક છે, એથી એ પરને પ્રકાશે છે એમ એને જણાય છે પણ તે પર્યાય સ્વને જ પ્રકાશે –કેમકે પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે. એકલો પર પ્રકાશક છે એમ નહિ, તેમ એકલો સ્વપ્રકાશક છે એમ નહિ. એ પર્યાયનું સામર્થ્ય જ એટલું છે, કે સ્વને ય પ્રકાશે ને પરનેય પ્રકાશે જ છે. અજ્ઞાનીની પર્યાય પણ આવી છે. પણ તેની નજરું ત્યાં નથી. વર્તમાન પર્યાય ત્રિકાળને પ્રકાશે છે, એવો પર્યાયનો સ્વભાવ હોવાથી તે સ્વદ્રવ્યને પ્રકાશે છે, પણ પર્યાયદૃષ્ટિવંતની દૃષ્ટિ પર્યાય ઉપર છે, અંતર્મુખદેષ્ટિ ઉપર નથી, માટે તેને જણાતાં છતાં તેને જાણતો નથી.
(પેઈજ નં.-૧૩૫-૧૩૬)