________________
૨૭૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જાણવાની શક્તિ પોતાથી થઈ છે. પરોક્ષ અને પ્રત્યક્ષમાં એટલો ફેર છે પણ જેવું કેવળી જાણે છે તેવું જ શ્રુતકેવળી જાણે છે.
(ગાથા-૩૭, પેઈજ નં. ૫૬૬) [ ] જેના દ્રવ્યગુણનો તો પાર નહીં, ભગવાન આત્માની શક્તિઓનો પાર નહીં. એવા
(આત્માને) સ્વøય બનાવીને જે સમ્યજ્ઞાન થયું, તેમાં પરણેયનું જ્ઞાન આવી ગયું. (પરશેયો) જાણે અંતર્મગ્ન થઈ ગયા હોય તેમ ( જ્ઞાન થયું) આવો માર્ગ છે.
(ગાથા-૩૭, પેઈજ નં. ૫૬૭) [ ] અહીંયા તો (કહે છે) - ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપી પ્રભુ એકલો જ્ઞાયક સ્વભાવ
ધ્રુવ ચૈતન્ય તેનું જ્ઞાન થવાથી અહીં પરની વાત નથી. અહીં તો સ્વનું જ્ઞાન હોતાં એ પર્યાયમાં પરનું જ્ઞાન સહજ થઈ જાય છે. ઝીણી વાત છે ભાઈ ! જીવ અધિકારમાં જ્ઞાનની પર્યાયનું (સ્વરૂપ). ધર્મ સમજ્યો એટલે કે સમ્યગ્દર્શન પામ્યો- ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતમાં લીધો. આહાહા ! પૂર્ણાનંદના નાથ તેનું (જે) જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે. આહાહા ! અનંતા જીવ સિદ્ધો છે, તેને પ્રભુ જાણે કોળિયો કરી ગયો એવા જ્ઞાનનો પર્યાય સ્વના લક્ષ (થયો). વસ્તુના તત્ત્વમાં જ્ઞાયકપણું ભર્યું છે, એના આશ્રય નામ લશે જે સમ્યજ્ઞાન થાય તે પર્યાયમાં અનંતા સિદ્ધો જણાય જાય છે. તેને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. સ્વને જાણવાનો ઉપયોગ થયો એમ (પરશેયોને) તેને જાણવા માટે ઉપયોગ જુદો મૂકવો પડતો નથી. આહાહા ! જુઓ ! આવા ભગવાન આત્માના જ્ઞાનની પર્યાયને સમ્યજ્ઞાન કહીએ.
(ગાથા-૩૭, પેઈજ નં.-૫૭૦) [ 0 ] “એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ આકાશ, કાળ, પુદ્ગલ,
અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી,” મારા જ્ઞાનમાં એ અનંત અનંત પરમાણુઓ, અનંતા જીવો જાણવામાં આવે છે, છતાં મારે ને તેને કાંઈ સંબંધ નથી. (શ્રોતા:- જાણવામાં આવે એટલો સંબંધ તો થયો ને?) જાણવામાં આવ્યું છે એ પોતાનું સ્વરૂપ છે... પણ એ (પરશેય) જાણવામાં આવ્યું તેને વ્યવહાર કહ્યો. (શ્રોતાઃવ્યવહાર સંબંધ તો ખરોને?) વ્યવહાર એટલે? નિમિત્ત છે સામે એટલું. વ્યવહાર એટલે શું? જાણવામાં પોતાથી જાણ્યું છે. જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવરૂપ સામર્થ્યથી પ્રકાશમાન દ્રવ્યો જાણ્યાં, પણ એ પોતાની સ્વશક્તિથી જાણે છે. તેણે પરને જાણ્યાં એમ કહેવું એ વ્યવહાર છે. નિમિત્ત-નિમિત્ત સંબંધ એટલો બતાવ્યો. છતાં મારો જે જ્ઞાયક સ્વભાવ આગળ આત્મા તેની સાથે તેને કાંઈ સંબંધ નથી.....
એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત! એવી એવી અનંતી પર્યાયમાં એટલી જ બધી તાકાત છે. એ બધી પર્યાયોનો જાણનાર મારી પર્યાય એમ જાણે છે કે, “ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું” (આવું) જાણે છે વર્તમાન પર્યાય. એ પ્રગટ પર્યાય એમ જાણે છે કે –ટંકોત્કીર્ણ એવો ને એવો ચૈતન્ય સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ (હું છું). પર્યાયો ભલે અનેક હો, ગુણ અનેક