________________
૨૭૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ s ] અહીં કહે છે- અચલિત અનુભૂતિને પ્રાપ્ત કરે છે. આહાહા ! જ્ઞાનાનંદ પ્રભુ જ્ઞાનરૂપી
સ્વચ્છ અરીસો છે. રાગથી ભિન્ન થઈને અનુભવ થાય એ અનુભવ દર્પણ જેવો છે. “તે પુરુષ દર્પણની જેમ” આહાહા! પોતાનામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના
સ્વભાવમાં, નિરંતર વિકાર રહિત રહે છે. (શ્લોક-૨૧, પેઈજ નં. ૩૩ર-૩૩) [ ] એ અહીં કહે છે આત્માનું ભાન થયું; હું તો વિકલ્પ અને પર સંયોગથી તદ્ન ભિન્ન એવો
અનુભવ થવાથી દર્પણની સ્વચ્છતામાં અનેક પર પ્રતિબિંબિત દેખાય છે, પણ દર્પણ વિકારી થતું નથી. તેમ પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાતાપણાનું ભાન થયું એ સમકિતીધર્મીને રાગાદિ, શરીરાદિ દેખવામાં આવે છે (ત્યારે) પણ એ જ્ઞાન કરે છે. તેનું જ્ઞાન
કરવાથી જ્ઞાનમાં વિકાર થતો નથી.... (શ્લોક-૨૧, પેઈજ નં. ૩૩૩) [ ક ] (સાધક) નિરંતર વિકાર રહિત થયા છે. જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિબિંબિત થાય
છે તેનાથી તે રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. (શ્લોક-૨૧, પેઈજ નં. ૩૩૩) [ 0 ] ..... આહાહા ! એ સ્ફટિકમાં લાલ-પીળા સંયોગને કારણે (સ્ફટિકમણિ ) લાલ-પીળો
થઈ ગયો હોય તેવો ભાસ થાય છે. જાણે કે એ સ્ફટિકની દશા છે તેમ માને છે. તેમ અજ્ઞાની પોતાના ચૈતન્ય જ્ઞાયક સ્વભાવની સમીપમાં રાગાદિ અતિ નિકટતાથી દેખવામાં આવે છે તો તેને આ મારી ચીજ છે એમ માની, અજ્ઞાની મૂઢ રાગનું વેદન કરે છે. તે અજીવનું વેદન કરે છે જીવનું નહીં- એમ કહે છે.
(ગાથા-૨૩થી ૨૫, પેઈજ નં૩૫૨) [ ૯ ] » જેનું હૃદય સ્વતઃ સ્વયંથી વિમોહિત થયું છે તેવો અપ્રતિબદ્ધ શું કહે છે? જેમ
સ્ફટિકમાં, સ્ફટિક નિર્મળ હોવા છતાં પણ સંયોગ આદિથી અથવા જે ચીજની અંદર સ્ફટિકને મૂક્યું હોય તેની ઝાંય પડે. પીત્તળનું વાસણ હોય તો તેની ઝાંય પડે તે ઉપાધિ છે. તેમ સ્ફટિક જેવો ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપી છે. તેમાં રાગ-પુણ્યપાપના ભાવની ઝાંય દેખાય છે તે ઉપાધિ છે એ અસ્વભાવભાવ છે. સ્વસ્વભાવ રહિત તેને પોતાનું માનીને અજ્ઞાની (થાય છે). અસ્વભાવ ભાવને પોતાનું માનીને વેદે છે. પરંતુ પોતાનો આત્માં શું છે? તેને (પર્યાયમાં) રાગ છે પણ રાગને જાણવાવાળો આત્મા રાગથી ભિન્ન છે તેની અજ્ઞાનીને ખબર નથી.....
(ગાથા-૨૩થી ૨૫, પેઈજ નં.-૩૫૫) [ ૯ ] જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના રંગોની નિકટતાને લીધે, અનેક રંગરૂપ અવસ્થા
દેખાઈ છે; (તેથી જોનારને) સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળભાવ દેખાતો નથી. સ્ફટિકને વાસણમાં મુક્યું હોય તો તેની ઝાંય દેખાય છે. તેમ અજ્ઞાનીને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ ગયો છે. આહાહા ! એ રાગને અસ્વભાવભાવને પોતાનો માનીને તેનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે...
(ગાથા-૨૩ થી ૨૫, પેઈજ નં.-૩૫૬)