________________
૨૬૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. પછી તે અજ્ઞાનીનું જ્ઞાન હો તો પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે કે નહીં? એ જ્ઞાનની પર્યાયમાં જે સામાન્ય દ્રવ્ય ત્રિકાળી જ્ઞાયક છે તેનું જ્ઞાન થાય છે તે સ્વપ્રકાશક છે. ૫૨પ્રકાશક પણ છે અને સ્વપ્રકાશક પણ છે. અજ્ઞાનીની જ્ઞાન પર્યાયમાં સ્વપ્રકાશક જ્ઞાન હોવા છતાં પણ તેનું લક્ષ ૫૨શેય ઉપર છે, સ્વજ્ઞેય ઉપર છે નહીં.
ખરેખર તો શેયાકાર જે જ્ઞાન છે તેમાં પણ જ્ઞાનની પર્યાય છે તો પોતાની. એ પર્યાય ૫૨ને જાણે છે, એ જાણવાની પર્યાય છે તો પોતાની. ૫૨નું શાયકપણાથી જ્ઞાન થાય છે એ ૫૨પ્રકાશક જ્ઞાનની પર્યાય છે તો પોતાની. પણ તેમાં સ્વ તરફનું લક્ષ નથી તો એને–જ્ઞાનનો શેયાકા૨૫ણે સ્વાદ આવે છે. એકલા જ્ઞાનનો સ્વાદ આવતો નથી. ( ગાથા-૧૫, પેઈજ નં.૨૪૪)
[] અનેક પ્રકારના શેયોના આકારોની સાથે મિશ્રિતરૂપથી ઉત્પન્ન અને સામાન્યના તિરોભાવથી અજ્ઞાનીને એકલા સામાન્ય જ્ઞાનનો આનંદ આવવો એ ઢંકાઈ ગયો અને
વિશેષનો આર્વિભાવ થયો. શેયાકાર જ્ઞાનના અનુભવમાં આવવાવાળા વિશેષભાવરૂપઅનેકાકારરૂપ જ્ઞાન એમાં અજ્ઞાની જ્ઞેયલુબ્ધ છે. (દૃષ્ટાંતમાં ) શાકનો લોલુપી કહ્યો તો, અહીં (સિદ્ધાંતમાં) જ્ઞેયલુબ્ધ કહ્યો. પોતાના શાયકભાવનું લક્ષ છોડીને તે શેયલુબ્ધ થયો. આહાહા ! પોતાની પર્યાયમાં ૫૨ના લક્ષે થયું જ્ઞાન એ ૫ણ ૫૨શેય છે, કેમકે તેમાં પોતાનું જ્ઞાન આવ્યું નહીં. તેને અહીં ૫૨જ્ઞેયમાં લુબ્ધ પ્રાણી કહ્યો..... (ગાથા૧૫૬, પેઈજ નં. ૨૪૫ )
[] ૧૫મી ગાથા, ભાવાર્થ ઉ૫૨ની ચાર લીટી છે. સૂક્ષ્મ વાત છે ભગવાન! અલુબ્ધ જ્ઞાનીઓને તો' અર્થાત્ ઇન્દ્રિયના જ્ઞાનથી જે જ્ઞાન અનેક પ્રકારે થાય છે–૫૨ શેયાકા૨ જ્ઞાન, તેની પણ રુચિ છોડીને; આહાહા ! તેનો પણ આશ્રય નામ અવલંબન છોડીને, પોતાના ત્રિકાળી જ્ઞાયકભાવમાં જે દૃષ્ટિ લગાવે છે તે અલુબ્ધ જ્ઞાની છે. આહાહા ! પર્યાયમાં ઇન્દ્રિયજ્ઞાનના વિષયથી અનેકાકાર જ્ઞાનની પર્યાય થાય છે તેમાં ગૃદ્ધિપણું છોડીને. પછી તે શાસ્ત્રનું જ્ઞાન હો! જે ૫૨ ત૨ફના લક્ષવાળું છે તે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, તેમાં પણ જેની લુબ્ધતા નથી. હું જ્ઞાની છું, મને જ્ઞાન થયું છે– એમ લુબ્ધ નથી. (ગાથા-૧૫, પેઈજ નં. ૨૪૬)
[ ] “જે શેયોના આકારરૂપે ખંડિત થતું નથી” પર્યાયમાં પણ જ્ઞાન થાય છે તો શેયોના આકા૨થી પણ જ્ઞાનની પર્યાય, જ્ઞાનનો સ્વાદ લેવામાં ખંડિત થતી નથી. ( શ્લોક નં. -૧૪, પેઈજ નં. ૨૫૫)
[ ] આહાહા ! જે વર્તમાન જ્ઞાનની પર્યાય (છે ) તે પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. પછી તે અજ્ઞાન હો કે જ્ઞાન હો ! (પરંતુ ) એ પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે. કેમકે સ્વપ૨ પ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાનની પર્યાયમાં સ્વ વસ્તુ છે તે જ