________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૭૩ છે પણ વસ્તુ છે એ તો એકરૂપ જ્ઞાયકભાવ છે. એક જ્ઞાયક સ્વભાવભાવ, સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું. એ પર્યાય એમ જાણે છે કે હું અંતરંગ તત્ત્વ છું, અને આ પર્યાયમાં જે બધું જણાય છે એને જાણનારી મારી પર્યાયમાં પ્રકાશમાન છે. એવી પર્યાય એમ જાણે છે કે હું તો ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ અંતરંગ તત્ત્વ છું. એ બધા (દ્રવ્યો) જણાય છે એ (પરપ્રકાશન) પર્યાયમાં, એ પર્યાય જેટલોય હું નથી. આહાહા! ભાઈ ! વીતરાગ માર્ગ બહું સૂક્ષ્મ છે. એ જ્ઞાન પર્યાય આવા અનંતા દ્રવ્યોને એક સમયમાં એના ગુણોને પ્રકાશવામાં પોતાથી સમર્થ છે. એ પર્યાય એમ કહે છે કે હું તો એક જ્ઞાયક સ્વભાવપણાથી, મારો તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવથી ભરેલો છે, એક સમયની પર્યાય જેટલો (હું ) નહીં..
(ગાથા-૩૭, પેઈજ નં ૫૭૪) [ઉ] પરમાર્થે અંતરંગતત્ત્વ જ્ઞાયકભાવ તે હું છું. પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ
છે એટલે કે મારે જ્ઞાન પર્યાયમાં એ ભિન્ન સ્વભાવવાળા પ્રકાશે છે છતાં એ તેનું શેયપણું છોડતાં નથી. તેનું શેયપણું છોડીને મારી પર્યાયમાં આવી જતા નથી. કેમ કે તે પોતાના સ્વભાવનો અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી. શું કહ્યું? મારા પ્રભુની પર્યાયના જ્ઞાન પ્રકાશમાં આ બધા પ્રકાશે છે, છતાં એ પ્રકાશમાં મારી જ્ઞાનની પર્યાયમાં (પર) શેયો આવતા નથી. આહા ! એ તો એનામાં રહીને મારા જ્ઞાનની પર્યાયમાં પ્રકાશે છે. તે મારામાં આવીને પ્રકાશે છે એમ નથી. આહાહાહા! એ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હો ! પરમાર્થે તેનું બાહ્યપણે રહીને તેને મારી પર્યાયમાં તેનું જાણવું થાય છે. તેથી તે બાહ્યપણું છોડીને મારામાં આવે છે એમ નથી. (બાહ્ય પદાર્થો) બાહ્યપણે રહીને તેને મારી પર્યાય, પ્રકાશે છે, “કેમકે તે પોતાના સ્વભાવનો
અભાવ કરીને જ્ઞાનમાં પેસતા નથી.” (ગાથા-૩૭, પેઈજ નં. ૫૭૬) [ ૯ ] »ધર્મી એમ કહે છે કે મારી પર્યાયમાં અનંતા અનંતા (દ્રવ્યો) પ્રકાશે છે, છતાં તેનો
સ્વભાવ તે છોડતા નથી. અને તેને પ્રકાશે છે તેટલી પર્યાયવાળો હું નથી. આહા! હું તો અંતરંગતત્ત્વ જ્ઞાયકભાવ સ્વભાવવાળો છું અને તે મારી પર્યાયમાં પ્રકાશે છે, એની સાથે હું અનાકુળ આનંદના અનુભવને અનુભવું છું. એ બધા ( જ્ઞાનમાં) પ્રકાશે છે. માટે ત્યાં આકુળતા થાય છે (એમ નથી). જ્ઞાનનો સ્વભાવ વર્ણવ્યો તેની સાથે આનંદને વર્ણવે છે. જ્યાં હોય ત્યાં સાથે જ્ઞાન ને આનંદ બેન મૂકે છે. મારો પ્રભુ! મારી પર્યાયમાં અનંતા દ્રવ્યના સ્વભાવને અડ્યા વિના જાણે છે, એના સ્વભાવને છોડતા નથી. છતાં હું એ પર્યાય જેટલો નથી, હું તો અંતરંગ પૂર્ણાનંદ જ્ઞાયકભાવ છે. જેમ પ્રકાશમાં અનંતાને પ્રકાશું હું મારી પર્યાયના બળથી, તેમ મારા આનંદની પર્યાયથી હું
મારા આત્માને અનાકુળ અનુભવું છું. (ગાથા-૩૭, પેઈજ નં.૫૭૭) [ રે ] સમસ્ત લોકમાં રહેલા પદાર્થો “માનવમુચ્છતિ” કહ્યું તું ને! તેનો બીજો અર્થ
કર્યો છે. સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવીને ઝળકે છે. (શ્રોતા:- પદાર્થો એમાં આવીને ઝળકે છે!) એક સમયમાં જ્ઞાન પણ બધું થાય