________________
૨૭૧
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ 8 ] સ્ફટિકને લાલ-પીળા આદિ વાસણમાં મૂકવાથી તેની ઉપાધિ દેખાય છે, સ્ફટિકની
અંદરનો નિર્મળ સ્વભાવ દેખાતો નથી. તેમ અજ્ઞાની પોતાના ચૈતન્ય જ્ઞાન સ્વભાવી પ્રભુ! તે રાગની ઉપાધિને પોતાની માની છે તેથી તેને સ્વચ્છતાનું જ્ઞાન થતું નથી...
(ગાથા-૨૩ થી ૨૫, પેઈજ નં.-૩૫૬) [ ૯ ] » જેમ અરીસામાં સામે ચીજ હોય તો તેનું પ્રતિબિંબ પડે છે ને? તે પ્રતિબિંબ તે
ચીજનું પણ તે ચીજ નથી, તે તો અરીસાની સ્વચ્છતા છે. એ સ્વચ્છતામાં જાણે પર ચીજ પેઠી હોય એમ દેખાય છે. તેમ ભગવાન આત્માનું જ્યાં સમ્યજ્ઞાન થયું તો એ (જ્ઞાન) પર્યાયમાં આખું લોકાલોક, અનંત કેવળીઓ, અનંત સિદ્ધો જેમાં અંતર્મગ્ન છે એવું જ્ઞાન થઈ ગયું. એક બાજુ રામ અને એક બાજુ ગામ, તે (સર્વ) અંતર્મગ્ન થઈ
ગયું હોય એમ દેખાય છે. ધીરાના કામ છે ભાઈ ! (ગાથા-૩૭, પેઈજ નં. ૫૬૫) [ ] પ્રભુ તારા દ્રવ્યગુણની તો વાત શું કરવી! આહાહા! ભગવાન જ્ઞાયક સ્વભાવ; તેનો
જ્ઞાનગુણ આદિની તો શું વાત કરવી પ્રભુ! પરંતુ તેનું જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે-આખો આત્મા તો જાણવામાં આવે છે, પણ એ પર્યાયથી ભિન્ન અનંત પદાર્થ છે તેમાં અનંત સિદ્ધો, અનંત નિગોદના જીવ, જેની સંખ્યાનો પાર નથી. એ બધું જ્ઞાનની એક સમયની પર્યાયમાં જાણવામાં આવી ગયું છે-કોળિયો થઈ ગયો. જાણે લોકાલોક જ્ઞાનમાં અંતર્મગ્ન થઈ ગયા હોય ! સમ્યગ્દષ્ટિને અખંડ આનંદ જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ આગળ આ બધા પદાર્થો તુચ્છ છે. એ બધા પદાર્થો જ્ઞાનની પર્યાયમાં એવી રીતે જાણવામાં આવે છે કે જાણે કોળિયો થઈ ગયો હોય ! જાણે બધા અંતર્મગ્ન થઈ ગયા હોય.... એ રીતે (પદાર્થો) જ્ઞાનમાં તદાકાર થઈને ડૂબી રહ્યા હો !
એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે” જુઓ ! ત્યાં ચિત્તિશક્તિ કહી હતી ને! પરંતુ અહીંયા “પ્રકાશમાન” (એ અર્થ) માં પર્યાય લઈ લેવી. આત્મામાં પ્રકાશમાન ધર્માસ્તિ, અધર્માસ્તિકાય છે. ચૌદ બ્રહ્માંડમાં એક ધર્માસ્તિકાય દ્રવ્ય છે, જે જડ, ચૈતન્ય ગતિ કરે તો તેમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે. એ ધર્માસ્તિકાય અહીંયા (જ્ઞાનમાં) ધૂસી ગયું અર્થાત્ અહીં તેનું જ્ઞાન આવી ગયું, કેમ કે તે ય છે ને! તો પોતાના જ્ઞાનમાં ધર્માસ્તિકાયનું જ્ઞાન થઈ ગયું. અહીં જ્ઞાયક સ્વરૂપ આત્માનું જ્યાં જ્ઞાન થયું તો એ જ્ઞાનની પર્યાયમાં ધર્માસ્તિકાય શેય છે તેનું જ્ઞાન થયું તો ધર્માસ્તિકાય પદાર્થ જાણે અંદર આવી ગયા હોય, અંતર્મગ્ન થઈ ગયા હોય તેમ જ્ઞાન થયું. અને એ ધર્માસ્તિકાયમાં પણ અનંત અનંત અનંત ગુણ એ બધા જાણે જ્ઞાનની પર્યાયમાં શેય થઈને આવી ગયા.
(ગાથા –૩૭, પેઈજ નં. ૫૬૫-૫૬૬) [ ] પોતાનો જ્ઞાયક ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એકલો ચૈતન્યલોક છે, તેનું જ્યાં જ્ઞાન
થયું એ તો એ જ્ઞાનમાં એટલી તાકાત છે કે-આકાશના પ્રદેશના ક્ષેત્રનો અંત નહીં, ગુણનો અંત નહીં. તેનું પણ જ્ઞાન થઈ ગયું. આ તો હજુ મતિ-શ્રુત જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે. (શ્રોતા – મતિધૃતમાં તો પરોક્ષ જણાય છે ને!) પરોક્ષ ભલે હો ! પણ