________________
૨૭૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કલશામૃત ભાગ-૨ [ ] શું કરીને? “વિશ્ય વ્યાપ્ય” સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને. ત્રણ લોકને કોના વડે જાણે છે?
અનુભવમાં આનંદના સ્વાદને તો લીધો, હવે સાથે જ્ઞાનને પણ લ્ય છે. જગતની જેટલી ચીજો છે તે શેય છે તેને પ્રત્યક્ષપણે જ્ઞાનમાં પ્રગટ કરતો. “પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને” તેનો અર્થ જ એ છે કે પ્રત્યક્ષપણે તેનું જ્ઞાન થયું. એટલે જોયો અહીં જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા. જેટલા શેયો છે તેનું અહીંયા જ્ઞાન પોતાથી પોતા વડે પ્રગટ કર્યું. આહા. હા! આવી વાત છે. કેવળજ્ઞાન તો ત્રણલોકને પ્રત્યક્ષ-બધું જાણે છે. પરંતુ શ્રુતજ્ઞાન પણ લોકાલોકને (પરોક્ષ) જાણે છે તેટલી તેની તાકાત છે.
(પેઈજ નં.-૧૩૮) [ 2 ] “સકળ શેય વસ્તુને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે.” કેવળજ્ઞાનની અપેક્ષાએ સમસ્ત
વસ્તુને સાક્ષાત જાણે છે, પરંતુ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પણ એક સમયમાં બધું જાણે છે. તે અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. અપર પ્રકાશક પર્યાયનો એવો સ્વભાવ છે કે સ્વને તો જાણે જ છે પરંતુ પરને પણ જાણે છે. આહાહા ! સમ્યજ્ઞાન થયું તો ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેવું ભાન થયું. એ જ્ઞાનની પર્યાય સ્વને તો જાણે જ છે, પરંતુ પર્યાયનો ધર્મ સ્વપર પ્રકાશક છે તેથી શ્રુતજ્ઞાની પણ પરનેલોકાલોકને જાણે છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાન પર્યાયની તાકાત એટલી છે. તે તાકાત દ્રવ્ય-ગુણને લઈને નહીં. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે જ પરંતુ પર્યાયમાં ત્રિકાળ વસ્તુને જાણવાની તાકાત પ્રગટ થઈ છે.
(પેઈજ નં.-૧૪૯) કલશાકૃત ભાગ - ૩ [ s ] જ્ઞાન એટલે આત્મા વિકારરૂપ પરિણમ્યો છે તેવો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય
છે તેથી જ્ઞાન વિકારરૂપ થઈ ગયું છે? એ તો પર્યાયમાં વિકારરૂપ થયું છે અને અજ્ઞાનીને એમ ભાસે છે કે –વસ્તુ વિકારરૂપ થઈ ગઈ છે. શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો રસકંદ તે તો અનાદિ અનંત શુદ્ધ અને નિર્મળ જ છે.
અજ્ઞાનીને વિકારી પરિણમનને લીધે એમ પ્રતિભાસે છે કે – જાણે આત્મજ્ઞાન વિકારી થઈ ગયું હોય ! કેમ કે – પર્યાયની દૃષ્ટિ વિકાર તરફની છે.
(પેઈજ નં.૮) [૩] ...અજ્ઞાનીની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પણ સ્વનું જ જ્ઞાન થાય છે. કેમ કે જ્ઞાનની
પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. પરને પ્રકાશે છે તે એક બાજુ રાખો. છતાં તે પર્યાયમાં (સ્વપર સંબંધી) સ્વજ્ઞાન જાણવામાં આવે છે. અજ્ઞાનીને તેની જ્ઞાન પર્યાયમાં સ્વøય જાણવામાં આવવા છતાં, અજ્ઞાનીની દૃષ્ટિ તેના પર નહીં હોવાથી તેને સ્વયનું જ્ઞાન થયું નહીં.
(પેઈજ નં. ૩૮)