________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૮૩ દેખાય છે તો ત્યાં ઘટ-પટ નથી. ત્યા તો દર્પણની સ્વચ્છતાની પર્યાય છે. તેમ લોકાલોક જાણવામાં આવે છે તે સ્વચ્છતાની પર્યાય છે.
(પેઈજ નં.-૧૫૨) [ ] ભગવાન તો એમ કહે છે, જુઓ! “ઘટપટઆદિ પ્રકાશિત થાય છે...” તે પ્રમાણે
આત્માની સ્વચ્છત્વ શક્તિથી...” સ્વચ્છત્વ અર્થાત્ તે પોતાની નિર્મળતાના કારણથી લોકાલોક દેખવામાં આવે છે, તે લોકાલોક નથી (દેખાતું) પરંતુ લોકાલોક સંબંધી પોતાની સ્વચ્છતાની પર્યાય દેખવામાં આવે છે.
(પેઈજ નં.-૧૫ર) [ 0 ] . જેમ દર્પણમાં ઘટ-પટ આદિ પ્રકાશિત થાય છે, તે ઘટ-પટ (તેમાં) નથી પરંતુ તે
દર્પણની પર્યાય છે. દર્પણની સામે ઘટ-પટ અગ્નિ કે બરફ આદિ હોય....! (દર્પણમાં) બરફ પીગળતો હોય તેમ દેખાય પણ એ બરફને ઘટપટ (તે) દર્પણમાં નથી. તે તો દર્પણની સ્વચ્છતાની અવસ્થા છે. તેમ ભગવાન આત્મા અમૂર્ત અસંખ્ય પ્રદેશી ચીજમાં લોકાલોકનો ભાસ થાય છે (પણ)તે લોકાલોક (આત્મામાં) નથી. અહીં સ્વચ્છત્વની શક્તિની પર્યાયમાં લોકાલોક ભાસિત થાય છે. આ સ્વચ્છત્વ શક્તિનું જ પરિણમન છે. તે લોકાલોકથી પરિણમન છે-એમ નથી.
(પેઈજ નં.-૧૫૪) [ 0 ] “અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકાર'..આકાર નામ
વિશેષતા. જગતનો જડનો આકાર અહીં આવતો નથી પરંતુ તેનો જે વિશેષ સ્વભાવ છે તેનું જ્ઞાન અહીં પોતાથી થાય છે. “મેચક (અર્થાત્ ) અનેક આકારરૂપ..” જ્ઞાનની સ્વચ્છતાની પર્યાયમાં જે અનેકરૂપતા આવી તે પોતાની પર્યાયનો સ્વભાવ છે. અનેક છે તો અનેકરૂપ પરિણમન થયું એમ નથી.
(અનેક આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ.” આ સ્વચ્છત્વશક્તિ અનંત શક્તિમાં નિમિત છે અને અનંત શક્તિમાં સ્વચ્છત્વ શક્તિનું રૂપ પણ છે....
(પેઈજ નં-૧૫૪)
સ્વચ્છત્વ શક્તિના લઈને જ્ઞાનમાં રૌદ્રધ્યાનના પરિણામ જણાય ત્યાં સ્વચ્છત શક્તિમાં કાંઈ અશુદ્ધતા આવી જતી નથી. અરીસામાં અગ્નિ જણાવવાથી અરીસામાં ઉષ્ણતા આવી જતી નથી. અશુદ્ધતા જણાતાં જ્ઞાન પણ અશુદ્ધ થઈ જતું નથી તે જ્ઞાન ને જે છોડવા માગે છે તે સ્વચ્છત્વ શક્તિને સમજ્યો નથી.
(આત્મધર્મ અંક ૭૨૯) પૂ. ગુરુદેવશ્રીના હૃદયોદ્ગાર (૩૧૫)