________________
૨૮૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ બરાબર ધ્યાન કરીએ છીએ. પાઠમાં લખ્યું છે કે- એ ધ્યાન જૂઠ-મૂઠ નથી. જો જૂઠ-મૂઠ હોય તો આનંદ ક્યાંથી આવ્યો? સમજમાં આવ્યું? આ તો અલૌકિક વાતું છે ભાઈ ! આ તો પરમેશ્વરના ઘરની પરમેશ્વરને પહોંચવાની વાત છે!! બાકી બધી જગતની વાતું છે!
અમે ભગવાનનું ધ્યાન કરીએ છીએ. અમે ભગવાન છીએ. અમારા ભગવાન અમારી પાસે છે એમ પણ નહીં અમે જ ભગવાન છીએ.
કેમકે એવી અનંત કેવળજ્ઞાનાદિ પર્યાય અને તેવી અનંતી અનંતી કેવળદર્શન, કેવળ આનંદની પર્યાય મારા પેટમાં મારા ગર્ભમાં પડી છે. એ ગર્ભનું અમે ધ્યાન કરીએ છીએ તો અમને આનંદ આવે છે.
(ધ્યેય પૂર્વકશેય-૩૨૦ ગાથાના પ્રવચન પેઈજ નં-૯૧-૯૨)
પરમાત્મ પ્રકાશ પ્રવચન [ ] તત્ત્વાનુશાસનમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે– પ્રભુ! આપ આત્માના અરિહંતપદનું ધ્યાન
કરવાનું કહો છે પણ આત્મામાં અરિહંત દશા તો છે નહીં તેનું ધ્યાન કેવી રીતે કરવું? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે ભાઈ ! આત્મદ્રવ્યમાં વર્તમાનમાં અરિહંત પર્યાય પડી છે. ભૂત-ભવિષ્યની પર્યાયો દ્રવ્યમાં જ રહે છે. અરિહંતપદ, સિદ્ધપદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ એ પાંચેય આત્માના જ પદ – આત્માની જ પર્યાય છે. મુનિરાજનું શરીર કે વિકલ્પ એ મુનિપદ નથી, અંતરમાં પ્રગટેલી શુદ્ધિ તે મુનિપદ છે. એમ પાંચેય પરમેષ્ઠી પદ એ આત્માની પર્યાય છે.
આ આત્મા ભવિષ્યમાં સર્વજ્ઞ થવાનો છે તો તે ભવિષ્યની પર્યાય આ દ્રવ્યમાં જ પડી છે. “સર્વદ્રવ્યેષુ સર્વા દ્રવ્યરૂપેTIન્ત' એટલે સર્વ દ્રવ્યમાં- જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ આ બધા દ્રવ્યમાં ભૂતકાળની અને ભવિષ્યકાળની (પર્યાયો) વર્તમાનમાં જ દ્રવ્ય સાથે તાદાભ્યરૂપે પડી છે. (દ્રવ્યમાં) ન હોય તો તે પ્રગટે ક્યાંથી? જો તે જૂઠ મૂઠ હોય તો શાંતિ પ્રગટ કયાંથી થાય? માટે પોતાના અરિહંતપદનું ધ્યાન કરવું તે ભ્રમ છે એમ કોઈ કહે તો તેની વાત જૂઠી છે. આ ભ્રમ નથી. અરિહંત અને સિદ્ધપદ આત્મામાં વર્તમાનમાં દ્રવ્યનિક્ષેપરૂપે વસ્તુરૂપ છે. જો વસ્તુરૂપ ન હોય તો તેનું ધ્યાન કરવાથી શાંતિ પણ પ્રગટ ન થાય.
વર્તમાનમાં અલ્પજ્ઞ પર્યાય હોવા છતાં દ્રવ્યમાં પૂર્ણ.. પૂર્ણ પર્યાય વસ્તુરૂપે ભરી પડી છે. વર્તમાન એક સમયની પર્યાય સિવાયની ભૂત અને ભવિષ્યની અનંત પર્યાય દ્રવ્યમાં પડી છે. ન હોય તો તો આવે જ કયાંથી?
આ ભવ્ય જીવની વાત ચાલે છે. ભવ્ય લાયક જીવને ભવિષ્યમાં અરિહંત અને સિદ્ધ પર્યાય પ્રગટ થશે થશે ને થશે જ અને જેને દ્રવ્ય સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ છે તેને તો અલ્પકાળમાં જ સિદ્ધ પર્યાય પ્રગટ થશે, થશે ને થશે જ. તો એ પર્યાય