________________
૨૬૯
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જાણવામાં ને અનુભવમાં આવે છે. પર્યાયમાં દ્રવ્ય જ જાણવામાં આવે છે.
(પેઈજ નં. ૨૫૫) [ ] સદા જેનો વિલાસ ઉદયરૂપ છે. જેનો અર્થાત્ જે એકરૂપ પ્રતિભા સમાન છે, ત્રિકાળ
એકરૂપ છે, એવું પર્યાયમાં ભાસન થાય છે. આહાહા ! છે તો ખરા પણ “છે” એવું ભાસન કોને (થાય?) છે તો છે એવો, પરંતુ પર્યાયમાં એવો પ્રતિભાસ થાય છે કેઆ વસ્તુ અખંડાનંદ પરિપૂર્ણ છે તેને પ્રતિભાસ થયો-આવી વાતું છે.
(શ્લોક નં-૧૪, પેઈજ નં. ૨૫૬) | [ ] ભગવાન આત્માની જ્ઞાનની પર્યાય ભલે અજ્ઞાનરૂપ હો! પણ એ પર્યાયમાં, પર્યાયનો
સ્વભાવ જ્ઞાન (હોવાથી) તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તેથી પર્યાયમાં આબાળગોપાળ (સૌને ) સદા સ્વયં આત્મા જ જાણવામાં આવે છે. આવું હોવા છતાં પણ રાગના સંબંધના બંધના વશે, એ પર્યાયમાં અબંધ (પ્રભુ ) જાણવામાં આવે છે તેને
જાણતો નથી અને રાગને જાણે છે. (ગાથા-૧૭-૧૮, પેઈજ નં. ૨૯૬) [ ] અરીસાની અંદર જે જ્વાળા દેખાય છે તે અગ્નિની છે, (અરીસાની તો સ્વચ્છતા જ છે).
તેમ ભગવાન આત્મા જ્ઞાયક અરીસો છે તેમાં જે રાગ દેખાય છે એ તો પોતાના જ્ઞાનની નિર્મળતાની પ્રધાનતાથી આ રાગ છે એમ દેખાય છે, (એ રાગ) તે હું એમ નથી. અરે! ક્યાં જવું?
(ગાથા-૧૯, પેઈજ નં. ૩૨૩) [ ] જાણનારની સ્વચ્છતા એ તારી છે. અને પરને જાણનારી જ્ઞાતૃતા એ તારી છે. શરીર, કુટુંબ, પરિવાર, દેશ એ તારું નહીં.
(ગાથા-૧૯, પેઈજ નં. ૩ર૪) [ ] અહીંયા તો કહે છે સ્વદેશ એ ભગવાન આત્મા છે અને રાગાદિમાં જવું તે પરદેશ છે,
તે સ્વધામ નહીં. ભગવાન અતીન્દ્રિય આનંદ ધામ અમૃતનો સાગર છે, અને સ્વચ્છતા તેની છે. રાગ સંબંધી પોતાના જ્ઞાનની પર્યાય અને પોતાની પર્યાય (જણાય) એ સ્વચ્છતા તેની છે. રાગ અને પર તે તેનાં છે જ નહીં. અરેરે! હજુ તો આવી દૃષ્ટિ નું ય ઠેકાણું નથી. (ષ્ટાંતમાં) રૂપી અરીસો, (સિદ્ધાંતમાં) અરૂપી આત્માની પોતાને
અને પરને જાણવાવાળી જ્ઞાતૃતા ( જ છે) બસ. (ગાથા-૧૯, પેઈજ નં. ૩૨૪) [ ] . આહાહા ! જવાળા તો અગ્નિમાં જ છે, (તેનો) દર્પણમાં પ્રવેશ નથી; દર્પણમાં તો
તે દેખાઈ રહી છે. ભગવાન આત્મામાં નોકર્મનો પ્રવેશ નથી. આત્માની તો જ્ઞાન સ્વચ્છતા જ એવી છે કે –જેમાં શેયનું પ્રતિબિંબ દેખાઈ છે. જાણવાની ચીજ જેને જાણે છે તેનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે, એ ચીજ આવતી નથી.
“એવી રીતે કર્મ નોકર્મ શેય છે.” રાગ એ જ્ઞાનનું પરશેય છે, સ્વજોય નહીં. દયા-દાન-વ્રત-ભક્તિ આદિનો વિકલ્પ ઊઠે છે એ જોય છે, પરશેય છે. એટલે એ પ્રતિભાસિત થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે સ્વપર-પ્રકાશક તેથી પ્રતિભાસિત હો !
(ગાથા-૧૯, પેઈજ નં. ૩૨૯)