________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૬૭
શરીર, રાગાદિ ( ત્યારે ) પોતાની પર્યાયમાં સ્વગ્નેય જાણવામાં આવ્યું (તેથી શેયકૃત અશુદ્ધતા નથી.) જ્યારે જ્ઞાન પર્યાયમાં ૫૨ પ્રતિભાસિત થયું ત્યારે (જ્ઞાયક પણ પ્રતિભાસિત થયો ) તે શાયકનો અનુભવ કરતાં તો તે શાયક જ છે. એ જાણવાની પર્યાય પ્રગટી તે તો ( અભેદનયે ) જ્ઞાયક જ છે, એ પર્યાય રાગની નથી.
છે
(ગાથા-૬, પેઈજ નં.-૨૩૯ ) [ ] આ પર્યાયની વાત કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું ત્યારે શાયકનો અનુભવ કરતાં તો તે શાયક જ છે. કેમ કે એ જાણન પર્યાય શાયકની જ છે. સ્વનું જાણવું અને ૫૨નું જાણવું થયું એ પર્યાય તો જ્ઞાયક જ છે. ( અથવા ભેદથી કહીએ તો ) તે પર્યાયમાં જ્ઞાયક જ જાણવામાં આવે છે, ત્યાં ૫૨ જાણવામાં આવ્યું છે એમ છે નહીં. (ગાથા-૬, પેઈજ નં. -૨૩૯-૨૪૦) સમયસાર સિદ્ધિ ભાગ-૨
[ ] ક્ષણિક વ્યક્તિમાત્ર નથી એટલે અવ્યક્ત છે એ તો ઠીક. વ્યક્તતા અને અવ્યક્તતા એકમેકપણે મિશ્રિતરૂપથી પ્રતિભાસિત થવા છતાં એ વાત અહીં છે. વ્યક્ત નામ પ્રગટ પર્યાય, અવ્યક્ત નામ દ્રવ્ય; ( તે બન્નેનું ) એકમેક ( અર્થાત્ ) મિશ્રિતરૂપે જ્ઞાન હોવા છતાં, બે નું જ્ઞાન એક સાથે હોવા છતાં તે કેવળ વ્યક્તતાને સ્પર્શ કરતો નથી. આહાહા ! વ્યક્ત નામ પર્યાય તે એકલા દ્રવ્યને સ્પર્શ નથી કરતી તેથી અવ્યક્ત છે. દ્રવ્ય કેવળ વ્યક્તતાને સ્પર્શ કરતું નથી એટલે અવ્યક્ત છે......
( શ્લોક-૯, પેઈજ નં. -૧૩૬ )
[ ] જુઓ, વિશેષ શેયાકાર જ્ઞાનના, શેયાકાર ( અર્થાત્ ) જે ઇન્દ્રિયોના વિષયોનું શેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું અને અતીન્દ્રિય જ્ઞાનનું અંદર ઉત્પન્ન થવું તે જ્ઞાનને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. ભાવશ્રુત જ્ઞાનની વીતરાગી પર્યાયને સામાન્યજ્ઞાન કહેવામાં આવે છે, કેમકે એ ૫૨ વસ્તુના ઇન્દ્રિયના જ્ઞાનના આકારથી રહિત એકાકાર જ્ઞાનનો આકા૨ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, જેને ત્રિકાળ પાંચ ભાવ સ્વરૂપ કહ્યો તેનું એકાકાર ( જ્ઞાન ) થયું. તેના એક દ્રવ્યના આકા૨ે એકાકાર જ્ઞાન થયું. ( એ જે ) એકાકાર જ્ઞાન થયું તેને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. (ગાથા-૧૫, પેઈજ નં. ૨૨૮)
[ ]
અનેક પ્રકા૨ના શેયોના આકારોની સાથે – (૫૨ )વિષયોના લક્ષે ઇન્દ્રિયજ્ઞાનમાં જે જ્ઞાનના શેયાકાર થાય છે તે જ્ઞાનની પર્યાય છે, તે કોઈ ૫૨શેયની નથી. ( ૫૨ના ) લક્ષે જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક છે એવું નથી. ૧૭–૧૮ ગાથામાં કહ્યું કે –અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં પણ દ્રવ્ય જ (જાણવામાં) આવે છે. કેમકે જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એ પર્યાયનો સ્વપ૨ પ્રકાશક સ્વભાવ છે, એ કા૨ણે એ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યનું જ જ્ઞાન થાય છે. પરંતુ અજ્ઞાનીનું તેની ઉ૫૨ લક્ષ નથી. તેનું લક્ષ પર્યાય ને રાગ ઉ૫૨ છે, તેથી જ્ઞાનની પર્યાયમાં (સ્વ ) શેય જાણવામાં આવે છે તેને તે જાણવામાં આવતું નથી.