________________
૨૬૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
છે. આહાહા ! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું છે, તેને હજુ રાગ આવે છે; તે આકારે અહીં શાન થાય છે. પર્યાયમાં જેવો રાગ છે તેવું અહીં જ્ઞાન થાય પણ તેથી તે જ્ઞાનાકાર રાગના આકારે થયું માટે તે પરાધીન છે-એમ નથી. એ રાગનું જ્ઞાન થઈને જ્ઞાનાકાર જ્ઞાન પોતે પોતાથી જ પરિણમ્યું છે. શેય-રાગને લઈને નહીં.
(ગાથા-૬ પેઈજ નં. ૨૧૧-૨૧૨) [ ] એ રાગ સંબંધીનું જ્ઞાન, રાગના આકારે થયેલું એ જ્ઞાન, પોતાને આકારે થયું છે. એ
રાગને કારણે થયું નથી, એનો સ્વપર પ્રકાશક સ્વભાવને કારણે એ પર પ્રકાશકપણે જ્ઞાન થયું છે.
(ગાથા-૬, પેજનં. ૨૧૩) [ ] આંહી તો સમકિતી-જ્ઞાનીને ત્રિકાળ આત્માનું શુદ્ધજ્ઞાન પર્યાયમાં થયું છે, તેથી તેને શુદ્ધ
કહેવામાં આવે છે. હવે, તેની પર્યાયમાં રાગ થાય છે અને તેની પર્યાયમાં આ શરીર, મકાન આદિ જણાય છે. જેવું શેય છે તે આકારે આંહી જ્ઞાન થાય છે, માટે તે જ્ઞાનની પર્યાય શેયને કારણે (થઈ ) એટલી પરાધીનતા તો છે? તો કહે, ના. એ શેયકૃત જ્ઞાન થયું નથી. એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ પરપ્રકાશનો તે પ્રકારનો છે તે રૂપે થયું છે. ગહન વિષય છે બાપુ!
(ગાથા-૬, પેજનં. ૨૧૩) [ ] આહાહા!જેણે ત્રિકાળી શુધ્ધને પકડ્યો અને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા અને આનંદનો
સ્વાદ આવ્યો એટલે એ જ્ઞાનની પર્યાય સ્વપ્રકાશક થઈ. ( સાધક) ને પણ હજુ પુર્ણ કેવળજ્ઞાન નથી એથી તેને રાગ આવે છે, તો રાગનું અહીં જ્ઞાન થાય છે. રાગમંદ હોય તો મંદનું, તીવ્ર હોય તો તીવ્રનું – એ રાગ છે તો રાગના આકારે જ્ઞાન થયું છે? કે જ્ઞાનનો પોતાનો જ્ઞાનકૃત આકાર તે પ્રકારે થવાને કારણે થયું છે?
(ગાથા-૬, પેજ. ૨૧૪) [ ] “જોયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે.” “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી.”
તેવી રીતે “શેયાકાર થવાથી”, જ્ઞાયક-જાણક સ્વભાવ પોતાને જાણ્યો. બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-શેયાકાર થવાથી તે ભાવને-તે જાણકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, “જાણનાર છે એવું એને પ્રસિદ્ધ છે, તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી..” “જાણનાર જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યના કારણે, એ જ્ઞાનની પર્યાય થઈ એમ નથી. આહાહા ! એનું પોતાનું પરિણમન જ્ઞાનાકારરૂપે જ એ જાતનું છે. સ્વને જાણવું અને પરને જાણવાનો પર્યાય થયો એ પોતાથી થયો છે. પરવસ્તુ રાગાદિ છે તેથી
અહીંયાં રાગનું જ્ઞાન તે પણ થયું છે એમ નથી. [ ] અહીં તો કહે છે કે - રાગ ને શરીર જે કાંઈ દેખાય તે કાળે તેને આકારે જ્ઞાન થયું, માટે
તેને કારણે થયું એમ નથી. અમારો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો પર્યાય મારો પોતાથી પોતામાં થયો છે... એને અમે જાણીએ છીએ. અરે ! પ્રભુ એની વાણી તો જુઓ! સંતોની વાણી સાક્ષાત્ મળે. ગજબ વાતું છે ને ! જોયાકાર