________________
૨૬૪
મંગલ શાન દર્પણ ભાગ-૧ સમયસાર સિદ્ધિ ભાગ-૧ [] “જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે'
આહાહા ! આ બધા જીવના વિશેષણ કહ્યાં ને? જીવવસ્તુને વિશેષણથી ઓળખાવી કે આવો જીવ છે.
(ગાથા-૨, પેઈજ નં. ૧૦૪) [ ] પરનું કાંઈ કરી શકતો તો નથી. કેમકે (પાઠમાં) પરના આકારો એમ કીધું ને! એ
(આકારો) તો પરરૂપે છે એમ આવ્યું ને? “પોતાના અને પરદ્રવ્યોના આકારોને'; પરદ્રવ્ય તો પરદ્રવ્યરૂપે છે- એનાં દ્રવ્ય ગુણ પર્યાય. પોતામાં પોતાના દ્રવ્યગુણપર્યાય છે.એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી પરરૂપે થઈને નહીં; પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે. એમ નહીં, આહા! પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, અને પરના આકારોને જાણવા છતાં એકરૂપે રહે છે એક નો બે થાતો નથી.
(ગાથા-૨, પેઈજનં. ૧૦૪) [ 0 ] ત્રિલોકીનાથ (પરમાત્મા) એમ કહે છે – પ્રભુ તું જેવડો મોટો છે એવડો ભગવાન
આત્મા તારી એક સમયની અજ્ઞાન પર્યાયમાં જણાય છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એ પર્યાયમાં સ્વ પ્રકાશે તો છે પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા કરી, ભક્તિ કરી, વ્રત પાળ્યા, પૂજા કરી એવા રાગ ઉપર છે, તેથી એ નજરને લઈને રાગની આગળ; રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે એ જ પર્યાય અને જાણનારી છે. (અજ્ઞાનીની) નજર તેમાં (સ્વમાં) નહીં હોવાથી રાગને, પર્યાય જણાય છે તેથી મિથ્યાબુધ્ધિ છે.
(ગાથા-૬, પેઈજ નં. ૨૦૮) [ 2 ] શેયાકાર થવાથી જ્ઞાનસ્વરૂપી પ્રભુ, શેય જણાવા યોગ્ય, પદાર્થનો આકાર અહીં
આવવાથી, એ જાણે કે યકૃત આકાર છે એમ નથી. એતો જ્ઞાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે.
એકદમ સમજાય એવું નથી આ તેથી ફરીને. જેમ બળવાયોગ્યને આકારે અગ્નિ થવાથી, અગ્નિને બળવાયોગ્ય પદાર્થની અશુદ્ધતા-પરાધીનતા તેને નથી. અગ્નિ પોતે જ એ આકારે થઈ છે. તેવી રીતે શેયાકાર જ્ઞાનમાં શરીર, વાણી, મન, મકાન, પૈસાનો આમ દેખાય, તેને આકારે અહીં જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી થયું છે એવા જ્ઞાનના આકારને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં પોતે તે રૂપે તે આકારે થયું. પરને જાણવા કાળે, પરચીજ જેવી છે તે આકારે જ્ઞાન થયું પણ તે જ્ઞાન જાણવાલાયક (પરશેય ) છે તેને કારણે થયું છે- એમ નથી. એ જ્ઞાન જ પોતે પોતાથી સ્વતંત્રપણે તે આકારે પરિણમ્યું છે.
હવે જરી સૂક્ષ્મ લઇએ. “શેયાકાર થવાથી', સમકિતી-જ્ઞાનીને પણ રાગ થાય છે, એ રાગ જેવી અહીં શેયાકાર જ્ઞાનની પર્યાય પણ થાય છે; એથી જ્ઞાનની પર્યાય રાગને લઈને થઇ છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય પોતાથી સ્વતંત્રપણે તે આકારે પરિણમે