________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૬૩ રોકાય છે, પરંતુ વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન કરતું નથી તેને જ મિથ્યાજ્ઞાન કહે છે.
(પેઈજ નં.-૪૦૪-૪૦૫) (તે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે.) (૧) જ્ઞાન સ્વને વિષય નથી કરતું તેમજ પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન કરતું
નથી- તેથી તેને મિથ્યાજ્ઞાન' કહે છે. (૨) તત્ત્વજ્ઞાનનો અભાવ હોવાથી તેને “અજ્ઞાન” કહે છે. (૩) હું શાંત સ્વભાવી છું, વિકાર દુ:ખદાયક છે; પોતાના આશ્રયે જ શાંતિ છે
એ પ્રકારે પોતાનું પ્રયોજન સાધીને કલ્યાણ નથી સાધતું તે તે કારણે તેને
કુશાન” કહે છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પ્રવચન, પેઈજ નં.-૪૦૫) [ ] સ્વભાવનું ભાન થયા પછી જ્ઞાની સંસારના કર્તા નથી પરંતુ સંસારના જ્ઞાતા છે. જ્ઞાની
દયા-દાનાદિરૂપ સંસારના જ્ઞાતા છે એમ કહેવું તે પણ ઉપચારથી છે. ત્યાં રાગ થાય છે માટે જ્ઞાન થાય છે – એમ નથી. રાગની સાથે જ્ઞાનનું તન્મયપણું નથી. જ્ઞાનનું તન્મયપણું જ્ઞાતાની સાથે છે.
(પેઈજ નં.- ૪૧૧)
રે સાંભળવાથી જ્ઞાન થતું નથી સાંભળવું તે તો ઉપાધિ છે અને તેમાં જે રાગ થાય છે તે ઉપાધિ છે. ભાવશ્રુત ઉપયોગ સાંભળવાથી થતો નથી. ભાવશ્રુતજ્ઞાન જ્ઞાયક આત્મામાં નિર્વિકલ્પ થાય છે ત્યારે અંદરમાંથી ઉત્પન્ન થાય છે. અહીં તો થોડું જાણપણું થઈ જાય તો અમને જ્ઞાન થયું– એમ થઈ જાય છે. પરંતુ “ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન જ નથી”નવપૂર્વ અને અગિયાર અંગ એ પણ ઇન્દ્રિયજ્ઞાન છે.
આચાર્યદેવ કહે છે કે- આત્માને જાણવાવાળું જ્ઞાન અને શરીરને જાણવાવાળું જ્ઞાન ભિન્ન-ભિન્ન છે. બન્ને જ્ઞાન જ ભિન્ન છે. ભગવાન આત્મા ઇન્દ્રિય (જ્ઞાન) થી જાણવામાં આવ્યો નથી.
(દવ્ય દૃષ્ટિ જિનેશ્વર-પર્યાય દષ્ટિવિનશ્વર-બોલ નં-૬૦૯)