________________
૨૬૧
જાણવાની તાકાતવાળી છે – એવું જ્ઞાન હોય અને સ્વમાં વિશેષ લીન હોતાં સ્વને જાણવાનો ઉઘાડ વિશેષ થઈને ૫૨ પદાર્થને જાણવાનો ઉઘાડ પણ વિશેષ ઉઘડે, રાગ ઘટે, આસક્તિ ઘટે અને બાહ્ય વિષયોને મેળવવાની ઈચ્છા પણ ઘટી જાય અને શાંતિને પ્રાપ્ત કરે.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અહીં કહે છે કે જ્ઞાનનો ઓછો ઉઘાડ દુઃખનું કારણ નથી, પરંતુ જ્ઞાન ૫૨માં અને રાગમાં રોકાઈ ગયું અને તે જ્ઞાન જેટલો ૫૨ને જાણવાવાળો માનવો તે જ દુઃખનું કા૨ણ છે. સ્વજ્ઞેયને પકડવાથી સ્વપ૨ બન્નેને જાણવાનો ઉઘાડ વધી જાય છે. સ્વભાવને પુષ્ટ કરે તો તેનાથી ૫૨ને જાણવાનો ઉઘાડ સહજ વધી જાય છે. આવું ન ક૨તાં ૫૨માં રોકાઈને બાહ્ય ઉપાય કરે છે તે-મિથ્યા છે.
પોતાની જ્ઞાન પર્યાયને પોતામાં રોકવાથી સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વભાવ ખીલે છે... અને વિશેષ લીનતા થતાં રાગ ઘટી જાય છે અને ક્રમે ક્રમે વીતરાગ દશા પામી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરે છે, તે જ પોતાનું વાસ્તવિક ગૃહપ્રવેશ છે. ( પેઈજ નં. ૨૩૧-૨૩૨ ) [ ] દુઃખનું લક્ષણ આકુળતા છે અને આકુળતા ઈચ્છા થવાથી થાય છે. ચાર પ્રકારની
ઈચ્છાઓ...
એક ઈચ્છા તો વિષય ગ્રહણની છે તેનાથી એ દેખવા-જાણવા ઈચ્છે છે. જેમ કે વર્ણ દેખવાની, રાગ સાંભળવાની, અવ્યક્તને જાણવાની ઇત્યાદિ ઈચ્છા થાય છે. ત્યાં અન્ય કોઈ પીડા નથી. પરંતુ જ્યાં સુધી દેખતો જાણતો નથી ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. આ ઈચ્છાનું નામ વિષય છે. ( પેઈજ નં. ૩૧૬) [ ] હે જીવ ! “ઈચ્છા બધું ખોવે છે, ઈચ્છા દુઃખનું મૂળ છે,” તારો આત્મા સ્વભાવથી જ જાણવા દેખવાવાળો છે તેને જાણવાથી બધું જાણવામાં આવી જાય છે. છતાં તું એ સ્વભાવને નથી જાણતો અને બહા૨ના વિષયોને જાણવાની આકુળતા કરે છે- તે દુઃખ છે. ( પેઈજ નં. - ૩૧૮ )
...
[] ભગવાનના જ્ઞાનમાં બધી વસ્તુઓ પોત પોતાનાં સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસિત થાય છે. તેમાં પોતાને કંઈ પણ અનિષ્ટ નથી રહેતું- તે કારણે ભગવાનને જુગુપ્સા હોતી નથી. વળી આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો છે. તેથી કામ પીડા નથી; તે કા૨ણે સ્ત્રી-પુરુષની સાથે રમવાની ઈચ્છા નથી. અર્થાત્ ત્રણ પ્રકા૨ના વેદ નથી. આ પ્રમાણે ભગવાનને મોઠની ઉત્પત્તિના કારણોનો અભાવ હોવાથી તેને દુઃખ નથી.
(પેઈજ નં. - ૩૩૦ )
[ ] ... અહીં પ્રશ્ન છે કે - કેવળજ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસિત થતા નથી અને યથાર્થ ભાસિત થયા વિના યથાર્થ શ્રધ્ધાન થતું નથી, તો પછી મિથ્યાદર્શનનો ત્યાગ કેવી રીતે બને ? ... હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે– તત્ત્વ તો અનંત છે, તે બધા પદાર્થો (તત્ત્વાર્થો ) નું જ્ઞાન તો કેવળજ્ઞાન વિના થતું નથી અને કેવળજ્ઞાન વિના સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ ભાસ્યા વિના તેનું યથાર્થ શ્રધ્ધાન પણ ક્યાંથી થાય ? તો