________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૫૯ સામેવાળી વસ્તુ તેના પોતાના કારણે છે એ વાત રહેતી નથી. અને તેને નહીં માનવાથી દર્પણનો જે સ્વચ્છ સ્વપર પ્રકાશક સ્વભાવ રહેતો નથી.
ઉપાદાન-નિમિત્ત તે બન્ને વસ્તુઓ છે, પરંતુ ઉપાદાનમાં કાર્ય થાય છે એટલે નિમિત્તને આવવું પડે છે એમ નથી. અને નિમિત્ત છે એટલે ઉપાદાનમાં કાર્ય થાય છેએમ પણ નથી. બન્ને પોત પોતાને કારણે સ્વતંત્ર છે એ સિદ્ધાંત અહીં પણ ઊભો રહે છે.
દર્પણ દર્પણને જ બતાવે છે અને અન્ય વસ્તુઓ સ્વયં પોતાને કારણે છે- એમ દર્પણ બતાવે છે. તેમજ ચૈતન્યબિંબ આત્માની પર્યાય છે તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ નિશ્ચયથી છે. તે પરને જાણે છે એમ કહેવું તે અસભૂત ઉપચાર છે. પરંતુ પર પ્રકાશક સ્વભાવ વ્યવહારથી છે એમ કહેતો પરપ્રકાશક સ્વભાવ રહેતો નથી. અર્થાત્ સ્વભાવ સ્વપર પ્રકાશક પૂર્ણપણે સાબિત થતો નથી. તેથી પરપ્રકાશક સ્વભાવ આત્માનો નિશ્ચયથી છે.
જ્ઞાન પર્યાય અને જાણે અને સ્વના સામર્થ્યથી પરને ન જાણે તો સ્વપર પ્રકાશક સામર્થ્ય ઉડી જાય છે. અને સ્વપ૨ પ્રકાશક જ્ઞાનને કારણે લોકાલોક છે એમ માને તો નિમિત્તની નિરપેક્ષતા સાબિત થતી નથી.
વસ્તુ સ્વભાવ ધર્મ છે. આત્માનો સ્વભાવ મુખ્યપણે જ્ઞાન છે, તેનું યથાર્થ ભાન થવું તે ધર્મ છે. તે જ્ઞાનમાં અપર પ્રકાશક સ્વભાવનો ઈન્કાર કરે તો પોતાના સ્વભાવનો નકાર થાય છે. અને અન્ય પદાર્થોનો નકાર કરે તો પોતાના સામર્થ્યનો નકાર થાય છે. અન્ય વસ્તુઓને કારણે તે સ્વભાવ નથી, પરંતુ પોતાના જ કારણથી છે.
અજ્ઞાની કહે છે કે મેં આડું દેખ્યું અથવા ઊંચુ દેખ્યું તેથી આ પદાર્થ દેખાયો; પરંતુ એમ છે જ નહીં. પર્યાયમાં સ્વપર પ્રકાશક સામર્થ્ય છે તે પૂર્વના કારણે નથી તેમજ ભવિષ્યના કારણે નથી, તે અન્ય ગુણોના કારણે નથી, પર પદાર્થોને કારણે નથી, પરંતુ પોતાના જ સામર્થ્યના કારણે છે. આ પ્રમાણે અપર પ્રકાશક સ્વતંત્ર પર્યાયનો સ્વીકાર કરે તો સ્વભાવવાન આત્માનો સ્વીકાર થાય છે.
સ્વાર પ્રકાશક સ્વભાવ નિરપેક્ષ છે. અને લોકાલોક નિરપેક્ષ છે. બન્ને પોત પોતાના કારણે નિરપેક્ષ છે- એમ સાબિત કરી અને પછી સાપેક્ષતા લાગુ પડે છે, તેના વિના સાપેક્ષતા લાગુ પડતી નથી.
પ્રત્યેક આત્મા ચૈતન્ય રત્ન છે. તેની એક પર્યાયની હોંશમાં સંસાર છે. જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક સામર્થ્યવાળી છે. તેમાં પર પદાર્થના અભાવનું પોતામાં જ્ઞાન અને સ્વ પદાર્થના સભાવનું પોતાનામાં જ્ઞાન છે. પરના અભાવરૂપનું નાસ્તિપણે પરિણમન તે પોતાના કારણથી છે અને સ્વની અસ્તિરૂપ પરિણમન પણ પોતાના કારણથી છે. આત્મા અનંત પર પદાર્થોથી નાસિરૂપ છે, એવા અનંત પદાર્થોના નાસ્તિપણાનો ભાવ તે પોતાનો ભાવ છે, તે પરનો ભાવ નથી, પરને કારણે નથી -
એવું સમજે તો સ્વસમ્મુખ થઈને ધર્મ પ્રગટ થાય. (પેઈજ નં. ૨૧૮ થી ૨૨૨) [ ] પ્રશ્ન - સ્વપર પ્રકાશક સ્વભાવમાં બેપણું આવ્યું કે એકપણું?
ઉત્તર – શક્તિ એક છે, એક પર્યાયમાં અખંડપણું છે, બેપણું નથી. સ્વપર પ્રકાશક