________________
૨૫૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અને પોતાના ભાવમાં રહેતો થકો, હું મને જાણું છું એમ ન માનતો; પરને જાણું છું તેમ અજ્ઞાની માને છે.
(પેઈજ નં.- ૨૧૬) [ 0 ] (અજ્ઞાની) શેયમિશ્રિત જ્ઞાન કરે છે પરંતુ તે શેયમિશ્રિત થયો નથી. આવા શેયમિશ્રિત
જ્ઞાનથી વિષયોની જ પ્રધાનતા ભાસિત થાય છે. મારી જ્ઞાન પર્યાય મારાથી જ પ્રવર્તે છે એવું ભાસિત નથી થતું પરંતુ વિષયોથી જ્ઞાન પર્યાય પ્રવર્તે છે એવું ભાસિત થાય છે. આને જાણ્યું, ફૂલને ચૂંથ્થુ આ રીતે પરને પ્રધાનતા આપે છે. કલ્પનામાં શેય અને જ્ઞાનને મિશ્રિત કરે છે. પાંચ ઇન્દ્રિય તેમજ મનના વિષયોને પોતાનામાં એકમેક કરે છે. આ વસ્તુ હોય તો જાણવામાં આવે, તેથી તે વસ્તુઓને મેળવવા ઈચ્છે છે. પરને મેળવવા ઈચ્છે છે, પરને જાણવા ઈચ્છે છે; પરંતુ પોતાને જાણવા ઈચ્છતો નથી, પોતાને તેનાથી ભિન્ન માનતો નથી. શેય મિશ્રિત જ્ઞાનથી તે વસ્તુઓની મુખ્યતા ભાસે છે, પરંતુ હું જાણવા-દેખવાવાળો છું એવું ભાસિત થતું નથી. તેથી ભગવાન આત્મા પૂરો રહી જાય છે. કોઈ કહે કે- “હું” બાગમાં ન હતો અને બાગને દેખ્યો તો તે ખોટો છે. તેમ નૃત્યને જાણવામાં, સુગંધને જાણવામાં હું ન હતો અને મેં નૃત્યને દેખ્યું તો તેનું આ કહેવું ખોટું છે. પોતાના અસ્તિત્વ વિના “આ વસ્તુ છે” તેમ દેખ્યું કોણે? તથા અજ્ઞાનીને વિષયોનો સ્વાદ નહીં આવવા છતાં પણ રાગના સ્વાદને પરનો સ્વાદ માનીને બેઠો છે.
જ્ઞાનની પર્યાય પોતાની છે અને કમજોરીનો રાગ પણ પોતાનો છે છતાં પણ જ્ઞાન પરનું છે અને વિષયોનો સ્વાદ આવે છે એવું અજ્ઞાની માને છે, પરંતુ જો એમ માને કે રાગનો સ્વાદ આવે છે અને જ્ઞાન મારું છે તો તે જ્ઞાન વિષયોની તરફથી ખસી અને સ્વ સન્મુખ થવાનો પ્રસંગ આવે અને રાગ ઘટીને અંતર સ્થિરતાનો પ્રસંગ આવે. ખરેખર આત્માએ વિષયોનું ગ્રહણ નથી કર્યું, આત્મા વિષયોનો સ્વાદ નથી લેતો; આત્માએ ખરેખર વિષયોને જાણ્યા પણ નથી; પરંતુ આત્માને જ જામ્યો છે અને રાગનો સ્વાદ લીધો છે એમ નિશ્ચિત કરે તો સ્વસમ્મુખ થાય.
આ જીવને વિષયોની ઈચ્છા એટલે થાય છે કે તેને વિષયોનો સ્વાદ આવે છે એવું માને છે; તથા તેને જાણું છું એવું તે માને છે; એ કારણે સ્વને જાણવા અને સ્વનો સ્વાદ લેવાની તરફ તે ફરતો નથી. તેને વિષયોની જ પ્રધાનતા ભાસે છે. આ પ્રકારે
મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઈચ્છા થાય છે. (પેઈજ નં.-૨૧૬-૨૧૭) [ કુ ] ખરેખર વિષયોમાં સ્વાદ નથી અને એ કારણે જ્ઞાન નહીં હોવા છતાં પણ અજ્ઞાનને કારણે
ત્રણકાળના પદાર્થો તરફની ઈચ્છા થઈ અને પોતાની પર્યાય પરને જાણવામાં રોકાઈ ગઈ તે મિથ્યાદૃષ્ટિ (છે). “મેં નૃત્ય દેખ્યું’ એ પ્રકારે વર્તમાન જ્ઞાન પરમાં રોકાયેલું હોવાથી તે સમસ્ત પર પદાર્થોને સ્પર્શ કરી લઉં, સર્વનો સ્વાદ લઉં એવું એની માન્યતામાં રહે છે. સર્વને સુંદું, સર્વને સાંભળું અને સર્વને જાણું એવી તેની તીવ્ર ઈચ્છા છે. એક પદાર્થનો થોડો સ્વાદ આવ્યો એવું માન્યું તેથી સર્વ પદાર્થોનો સ્વાદ લેવા ઈચ્છે છે. તેથી બધાને દેખું અને બધાને સાંભળું એવી ઈચ્છા કરે છે. પોતે જ્ઞાનસ્વભાવી આત્મા છે તેની તેને પ્રતીતિ