________________
૨૫૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ એમ માને છે. અરૂપી આત્મા સ્પર્શને અડતો નથી. આ પદાર્થ સોહામણો છે, આ પદાર્થ પસંદ છે એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીને પોતાના જ્ઞાનનો અનુભવ નથી અને તે જ્ઞાન પોતાના સામર્થ્યથી પોતાનામાં પ્રવર્તે છે– એમ ન માનતાં, પદાર્થને અડયો– એમ માને છે. ભાઈ ! તારું અસ્તિત્વ, તારી દશા જ્ઞાન પર્યાય છે. શું જ્ઞાન સ્પર્શને અડે છે ? નહીં. જ્ઞાન છે માટે સ્પર્શને આવવું પડે છે ? નહીં. તો સ્પર્શને કા૨ણે જ્ઞાન છે ? નહીં. જ્ઞાન સ્પર્શને અડતું નથી અને સ્પર્શ જ્ઞાનને અડતું નથી. માટે સ્પર્શને જાણ્યું એમ કહેવું ઉપચાર છે.
અહીં બે વાત કરે છે. વિષયોમાં સ્વાદ નથી પરંતુ જીવ પોતાના રાગનો સ્વાદ લ્યે છે. તેને સ્પર્શાદિક વિષયોનો સ્વાદ નથી. તાત્પર્ય એ છે કે જીવમાં સ્પર્શોદિ પદાર્થોનો અભાવ છે તેથી તું તેને અડતો નથી પરંતુ તેને જાણે છે- એમ કહેવું એ પણ ઉપચાર છે. પોતાના સ્વભાવથી તું જ્ઞાનને જાણે છે. જ્ઞાનને જાણતો થકો ૫૨ને જાણે છે; તો પણ એકાન્ત– ‘હું ૫૨ને જાણું છું’ એમ કહે તે જ્ઞાનમાં ભૂલ કરે છે.
જગત ભ્રમ નથી, જગત જગત રૂપથી છે; પરંતુ જ્ઞાન જગતને સ્પર્શતું નથી. બધા પોત પોતાના કા૨ણથી છે. ‘મેં જગતને દેખ્યું' તું એમ માને છે પરંતુ શું તું જગતરૂપ થઈ ગયો છે? તે વસ્તુઓના કા૨ણે જ્ઞાન નથી અને ન જ્ઞાનના કા૨ણે તે વસ્તુઓ છે. ખરેખર તો જ્ઞાન તે વસ્તુઓને જાણતું નથી. પોતાને જાણતો થકો ઉપચારથી જગતને જાણે છે.
અજ્ઞાનીને પોતાના અસ્તિત્વની ખબર નથી, ૫૨ના અસ્તિત્વની ખબર નથી અને સ્વપરની ભિન્નતાની ખબર નથી. આ પ્રમાણે ભેદજ્ઞાન વિના તેને ધર્મ થતો નથી. મેં દૂધપાક, શીખંડ, રસગુલ્લા, ગુલાબજાંબુ ને જાણ્યા– એવું કહેવું તે વ્યવહા૨ છે. શું તું ૫૨માં પ્રવર્તે છે ? ખરેખર તેં સ્વાદને જાણ્યો નથી, પોતાને અને ૫૨ને જાણવાનો તારો જ્ઞાન સ્વભાવ તારામાં છે. ૫૨ને જાણે છે - એમ કહેવું તે ઉપચારનું કથન છે. જ્ઞાન જ્ઞાનનું છે, જ્ઞાનમાં પોતાને જાણવાનો સ્વભાવ છે, છતાં સ્વાદને જાણ્યો એમ કહેવું તે ઉપચાર છે. તો પણ અજ્ઞાની ઉપચારને યથાર્થ માની લ્યે છે. ૫૨ વસ્તુ જ્ઞાત થવા સમયે, મને મારી જ્ઞાન પર્યાય જણાય છે - એવું ન માનતો, ‘હું ૫૨ને જાણું છુ’- એમ માનીને તેં અવાસ્તવિકતા ઊભી કરી છે.
જ્ઞાન અને સ્વાદની વચ્ચે મોટું ભારે અંતર છે. પદાર્થ નજીક અથવા દૂર તે તો આકાશના ક્ષેત્રની અપેક્ષાથી છે. જ્ઞાન તથા પદાર્થમાં અત્યંત અભાવ છે, બન્ને સદા દૂર જ છે. તું તારા જ્ઞાન સ્વભાવના અસ્તિત્વને ૫૨ પ્રવૃત્તિમાં મેળવી દે છે અને ૫૨ને કા૨ણે તારી પ્રવૃત્તિ છે એમ તું માને છે– પરંતુ એ વાત સત્ય નથી. જો તારું વર્તમાન જ્ઞાન તા૨ા કા૨ણે ન હોય તો - ૫૨ને જાણ્યું એ ઉપચાર પણ સંભવતો નથી. (પેઈજ નં. ૨૧૩ થી ૨૧૫) [] આત્માએ મીઠા પદાર્થને નથી જાણ્યો. સ્વને જાણતો થકો ૫૨ને ઉપચારથી જાણે છે. અનારોપ વિના આરોપ ક્યાંથી આવે ? મીઠાની પર્યાયના અભાવરૂપ ૨હેતો