________________
૨૬૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સામર્થ્યનું એકપણું છે. ભેદ કરીને બેપણું કહેવાય છે.
અજ્ઞાની માને છે કે હું પર પદાર્થને કરું છું અથવા જાણું છું. અહીં કહે છે કે-પરને કરવારૂપ તારી તાકાત નથી. પરંતુ પર પદાર્થ તેના કારણે આવે છે અને જાય છે, તેને જાણવાં તે અસદ્ભુત ઉપચાર છે. પરમાં તન્મય થયા વિના આત્મા સ્વ સામર્થ્યથી પરને જાણે છે. તેમ છતાં આત્મા પરને કરે છે – એમ માનવું તે તો સ્થૂળ અજ્ઞાન છે.
આત્મામાં ત્રિકાળને જાણવાનો સ્વભાવ છે – એવી ખબર નથી, તેથી અજ્ઞાની ગુલાંટ ખાઈ ગયો છે. હું બધાને સ્પર્શ કરું, હું બધાનો સ્વાદ લઉં, હું બધાને સૂવું, બધાને દેખું અને બધાને સાંભળું તથા બધાને જાણે એ પ્રકારે પરને જાણવાની અને ભોગવવાની ઈચ્છા તો અનંત છે, પરંતુ વર્તમાન શક્તિ તો અત્યંત અલ્પ છે અને તે પણ બાહ્ય કારણોના મળવાથી પ્રગટ થાય છે, તેથી તેની ઈચ્છા કોઈ કાળમાં પૂર્ણ થતી નથી. કારણકે ઈચ્છા તો કેવળજ્ઞાન થવાથી જ પૂર્ણ થાય છે. અર્થાત્ કેવળજ્ઞાન થતાં ઈચ્છાનો અભાવ થઈ જાય છે...
(પેઈજ નં. ૨૨૨ - ૨૨૩) [ ] ખરેખર જીવે આ જગતને જાણ્યું નથી. જો જીવ ખરેખર જગતને જાણે તો જગત અને જીવ
એક થઈ જાય. તારું જ્ઞાન જો માનસ્થંભને જાણે તો તારું જ્ઞાન તેમાં ચાલ્યું જાય, તો તું અને માનસ્થંભ એક થઈ જાવ. તેથી ખરેખર જીવ પોતાની જ્ઞાન પર્યાયને જ જાણે છે, ખરેખર માનસ્થંભ આદિ પર વસ્તુને જ્ઞાન જાણતું નથી.
(પેઈજ નં. ૨૨૩) [ ] વર્તમાન જ્ઞાનની યોગ્યતા જ એવી છે કે તે સ્વને ન જાણતાં નિમિત્તને જાણવાનું
કામ કરે છે, એટલે જ્ઞાન યથાર્થ કામ કરે છે – એવી કોઈ દલિલ કરે તે વાત પણ ખોટી છે. ભાઈ ! તે જ્ઞાન પર્યાય સ્વયં પોતાને તો જાણે છે અને પોતાને જાણતી થકી ઇન્દ્રિયો અને નિમિત્તને જાણી લ્ય છે. જ્ઞાનની સ્વપરને જાણવાની તાકાત છે એમ ન માનતાં; ઇન્દ્રિયજનિત જ્ઞાન પરને વિષય કરીને મિથ્યાદર્શનના કારણે ઈચ્છા સહિત બનીને દુઃખનું કારણ બને છે.
આત્મ વસ્તુ ત્રિકાળ છે, તેનો જ્ઞાનસ્વભાવ પણ ત્રિકાળ છે. તેની વર્તમાન પર્યાય નવી નવી પ્રગટ થાય છે. તેની યોગ્યતા અનુસાર જે જ્ઞાન અવસ્થા થઈ તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું પોતાનું યથાવત્ જ્ઞાન થઈ શકે છે. ભલે અલ્પજ્ઞ અવસ્થા હોય તો પણ સ્વદ્રવ્યને, ગુણને તથા પોતાની અલ્પજ્ઞ પર્યાયને, રાગને, નિમિત્તને તથા ઇન્દ્રિયોને જાણવાની તાકાતવાળો છે; પરંતુ મિથ્યાદર્શનને કારણે સ્વદ્રવ્ય, ગુણ, પર્યાયને જાણવાને બદલે જ્ઞાનને પરનો જ જાણવાવાળો માની બેઠો છે.
પર્યાયમાં અપર પ્રકાશક જ્ઞાનની તાકાત હોવા છતાં પણ મિથ્યાદર્શનને કારણે જ્ઞાનને પરમાં- રાગમાં રોકે છે અને ઇન્દ્રિયોને પુષ્ટ કરવા માગે છે, પરંતુ પોતામાં એકાગ્ર થઈને સ્વને વિશેષ જાણતો થકો પરને વિશેષ પ્રકારથી જાણી શકે છે- એમ તે નથી માનતો તેથી બહારમાં રોકાઈ જાય છે.
હવે સાચી સમજ કરીને વિપરીતતાને ટાળે તો તે પર્યાય મારી છે, સ્વ અને પરને