________________
૨૫૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ નથી. ‘બધાને જાણું' એવી માન્યતામાં ચૈતન્ય સ્વયં (જાણવાનો) રહી ગયો. સમસ્ત પદાર્થોને જાણું એવી ઈચ્છા વર્તે છે, આટલી બધી ઈચ્છા છે. અજ્ઞાનીને એટલી બધી વ્યગ્રતા છે કે બધાનો સ્વાદ લઈ લઉં, પરંતુ શકિત અલ્પ છે. ઇન્દ્રિયોની સન્મુખ વર્તમાન થઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાંથી કોઈનું કિંચિત્ જાણવું થાય છે અથવા સ્મરણાદિક દ્વારા મનથી કિંચિત્ જાણવું થાય છે તે પણ અનેક કારણો મળ્યાથી સિદ્ધ થાય છે આવી પરાધીનતા હોવાથી તેની ઈચ્છા કોઈ કાળે પૂર્ણ થતી નથી.
આ બધાનો સાર એ છે કે- તારો પરને જાણવાનો રસ્તો અને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી, તેનાથી તે દુઃખી થઈ રહ્યો છે. વિષયોનો સ્વાદ નહીં અને વિષયોનું જ્ઞાન નહીં, પરંતુ રાગનો સ્વાદ છે અને જ્ઞાનનું જ્ઞાન છે. વિષય પર છે અને રાગ ક્ષણિક છે, તે સ્વભાવમાં નથી; અને જ્ઞાન પર્યાય જ્ઞાન સ્વભાવવાનની છે- આ પ્રકારે રાગરહિત નિત્ય જ્ઞાન સ્વભાવીની દૃષ્ટિ થાય. આવું સમજે તો નિમિત્તબુદ્ધિ અને રાગબુદ્ધિ છૂટીને સ્વભાવબુદ્ધિ થાય, ધર્મ થાય.
આત્મા જ્ઞાન સ્વભાવી છે, અનાદિ અનંત છે. તેની વર્તમાન પર્યાયની રુચિ સ્વમાં હોય તો પરને ન જાણતો તે સ્વને જાણે છે– એમ માને. બીજું પરનો સ્વાદ ન માનતાં રાગનો સ્વાદ આવે છે એમ માને તો તેને રાગની અધિકતા તૂટી જાય છે અને અંશી જ્ઞાન સ્વભાવની સાથે સંધિ હોવાથી તેને રાગની ગૌણતા થઈ જાય છે અને અનાકુળ સ્વભાવની અધિકતા થઈ જાય છે. આવું થતાં – હું પરને જાણું છું એ વાત રહેતી નથી. હું પરનો સ્વાદ લઉં છું એ વાત પણ રહેતી નથી.
જો કોઈ એમ કહે કે લોકાલોક છે માટે જ્ઞાન પર્યાય જાણે છે તો પોતાનો સ્વપર પ્રકાશક સ્વભાવ જ સિદ્ધ થતો નથી. અને જો એમ માને કે - જગતમાં નિમિત્ત જ નથી તો સ્વપર પ્રકાશક જ્ઞાનનું સામર્થ્ય પોતાનું છે – એ વાત રહેતી નથી તો પોતાનો આત્મા પણ રહેતો નથી.
પહેલાં એ નક્કી કરાવે છે કે- આ ભૂલ થઈ રહી છે. સામે પર વસ્તુ હોય તો મારામાં પર પ્રકાશક સામર્થ્ય છે- એમ અજ્ઞાની માને છે. શું લોકાલોક છે એ કારણે પરપ્રકાશક સામર્થ્ય છે? નહીં, એમ નથી.
જો જ્ઞાન જ જાણે છે તો લોકાલોક રહેતું નથી– એવું કોઈ કહે તો તેનું સમાધાનઆત્માનું સ્વપર પ્રકાશક સામ નિશ્ચય છે. તે નિશ્ચય એમ કહે છે કે- જગતમાં મારાથી અન્ય વસ્તુઓ અનંત છે. આ ન માને તો પોતાની પર્યાયનું જે સ્વપર પ્રકાશક સામર્થ્ય નિશ્ચય છે તે પણ રહેતું નથી. અને આવું થતાં તેને જ્ઞાનગુણ અને આત્મદ્રવ્ય પણ રહેતું નથી.
જેમ દર્પણમાં કેરી, નાળિયેર, જામ્બુ આદિ જાણવામાં આવે છે તે દર્પણની પર્યાય છે. ત્યાં દર્પણમાં કેરી આદિ આવી ગયા નથી. છતાં પણ દર્પણની સામે કેરી આદિ છે જ નહીં – એમ કહે તો દર્પણની સ્વપર સ્વચ્છત્વ શક્તિ રહેતી નથી. કેરીને બતાવનારું દર્પણનું સામર્થ્ય તો નિશ્ચય છે. તે માનવામાં ન આવે તો