________________
૨૬૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ મિથ્યાદર્શનનો ત્યાગ પણ કેવી રીતે સંભવે?
(પેઈજ નં. ૩૩૮) [ ] આત્માનું પ્રગટ જ્ઞાન આત્મ સન્મુખ ઝૂકે તો તેને સમ્યક કહેવાય છે અને પરથી
મને નુકશાન છે, વિકારથી મને લાભ છે – એમ જાણીને જે જ્ઞાન પરસમ્મુખ ઝૂકે છે - તે જ્ઞાન મિથ્યા છે. આ રીતે મિથ્યાશ્રધ્ધાને કારણે મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમ્યક્ શ્રધ્ધાને કારણે સમ્યજ્ઞાન કહેવાય છે. (પેઈજ નં.-૪૦૧)
(જે ક્ષયોપશમજ્ઞાન સ્વભાવનો અંશ છે તે ઔદયિકભાવ નથી.) [ 8 ] જ્ઞાનના ઉઘાડની અપેક્ષાએ મિથ્યાદેષ્ટિ કે સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં કંઈ ભેદ નથી.
બન્નેનું ક્ષયોપશમ જ્ઞાન સ્વભાવનો અંશ છે. તે અંશ કેવલજ્ઞાનનું કારણ છે, તે જ્ઞાન કેવળજ્ઞાનમાં જઈ મળે છે. અભવ્યનું પ્રગટ જ્ઞાન પણ સ્વભાવનો અંશ છે. બીજા અધિકારના નવીન બંધ વિચાર પ્રકરણમાં કહ્યું છે કે - “આ કર્મોના ક્ષયોપશમથી જેટલું જ્ઞાન, દર્શન, વીર્ય સ્વભાવ પ્રગટ છે તે જીવના સ્વભાવનો જ અંશ છે, તે કર્મોદયજન્ય ઔદયિક ભાવ નહીં.' (પેઈજ નં.-૪૦૪)
(જે જ્ઞાન પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન કરતું નથી તે મિથ્યા જ્ઞાન છે.) [ ] આ પ્રયોજનભૂત વાતો પર વિપરીતરુચિને કારણે લક્ષ જતું નથી.
મિથ્યાજ્ઞાનમાં મિથ્યાદર્શન નિમિત્ત છે, પરંતુ જ્ઞાનના ઉઘાડનો દોષ એ છે કે તે પ્રયોજનભૂત વિષયોનો નિર્ણય કરતું નથી, તેથી એ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવામાં આવે છે. એ કારણે મિથ્યાજ્ઞાન સંસારનું કારણ છે. એક ગુણની પર્યાયને અન્ય ગુણની પર્યાય ઉપાદાન કારણ થતી નથી, પરંતુ નિમિત્ત કારણ થાય છે. જ્ઞાન પોતાના કારણથી સ્વતઃ સ્વસમ્મુખ થાય તેમાં જ્ઞાન પર્યાય ઉપાદાન કારણ છે અને સમ્યગ્દર્શન પર્યાય જ્ઞાનને માટેનિમિત્ત કારણ છે. એ પ્રમાણે જ્ઞાન પોતાના કારણથી પરસન્મુખ થાય તો તે મિથ્યાજ્ઞાનનું ઉપાદાન કારણ જ્ઞાન સ્વયં છે અને મિથ્યાદર્શન પર્યાય તેમાં નિમિત્ત છે.
મિથ્યાજ્ઞાન પરશેયોને વિષય કરે છે, તેથી તેને બંધ માર્ગ કહ્યું છે. જેમ “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ' માં જ્ઞાનને મોક્ષમાર્ગ કહ્યો છે તેમ “મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર'માં મિથ્યાજ્ઞાન પણ બંધનું કારણ છે. જ્યાં જે અપેક્ષાથી જેમ કહ્યું હોય ત્યાં તે અપેક્ષાએ બરોબર સમજવું જોઈએ. મિથ્યાજ્ઞાનમાં મિથ્યાદર્શન નિમિત્ત છે અને તેના નિમિત્તથી જ્ઞાન પરમાં અટકે તથા તેણે પ્રયોજનભૂત તત્વને ન જાણ્યાં તે જ્ઞાનનો દોષ છે- એ કારણે તેને બંધનું કારણ કહ્યું છે.
મિથ્યાદર્શનના નિમિત્તથી જ્ઞાન પરશેયોમાં લાગે છે, સંસારના કાર્યોમાં લાગે છે, પરંતુ જે નવતત્વ પ્રયોજનભૂત છે તેમાં લાગતું નથી- તે જ્ઞાનનો દોષ છે. જો જ્ઞાનનો પોતાનો દોષ ન હોય તો મિથ્યાદર્શનનું નિમિત્તપણે પણ તેમાં સંભવે નહીં. જીવ શુદ્ધ છે તેનો નિર્ણય કરવામાં તો જ્ઞાન નથી લાગતું અને અન્ય કાર્યોમાં રોકાય છે, તે જ્ઞાનનો દોષ છે. જ્ઞાન સંસ્કૃત, વ્યાકરણ આદિ જાણવામાં