________________
૨૫૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરંતુ અનાદિ અનંત સ્વભાવ છે તેથી પ્રગટ થાય છે. પર છે એટલે નહીં, પરને કારણે નહીં, પર સામે દેખાયું એટલે (પણ) નહીં, પરંતુ મારી જ્ઞાનપર્યાય મારાથી પ્રગટ થાય છે– એવું માનવું જોઈએ.
(હિન્દી, પેઈજ નં-૨૧૨, ૨૧૩) [ ] જેમ લીંબુની ખટાશ, સાકરની મીઠાશ, નિમકની ખારાશ, અફીણનો કડવો સ્વભાવ છે;
તેવો જ આત્માનો સ્વભાવ ચૈતન્ય છે. જેમ દર્પણનો સ્વચ્છ સ્વભાવ છે; તેવો જ આત્માનો સ્વચ્છ સ્વભાવ છે. તેમાં પર પદાર્થ પ્રતિભાસે છે, અર્થાત્ પર-પદાર્થ પરમાં છે અને આત્મા તેનાથી ભિન્ન રહીને જાણે છે. આ એક જ સુખી થવાનો ઉપાય છે.
જ્ઞાન સિવાય અન્ય કોઈ સુખી થવાનો ઉપાય નથી. (પેઈજ નં.-૧૪૯) [ ] દ્રવ્ય ત્રિકાળી છે, તેના ગુણ પણ ત્રિકાળી છે અને તેની પર્યાય એક સમયની નવી-નવી
થાય છે. તેનો ભેદ કર્યા વિના અર્થાત્ ભાગ કર્યા વિના પ્રતિભાસ થાય તેને દર્શન ( ઉપયોગ ) કહે છે. જુઓ! આ સ્વભાવ સંપદાની વાત કરે છે. સ્વભાવ આવો હોવા છતાં થોડું દેખે છે, થોડું જાણે છે. અને આ વિકાર દશા છે તે તારું સ્વરૂપ નથી એમ કહે છે.
(પેઈજ નં.- ૧૪૯) [ ] હે આત્મા! તારી જ્ઞાનની દશા તારા જ્ઞાનગુણનો જ અંશ છે. તે અંશે ગુણનો અનુભવ
ન કરતાં આ નૃત્ય દેખ્યું, ' –એવું માને છે. ખરેખર તો તને નૃત્ય જાણવામાં નથી આવતું, પરંતુ તારું જ્ઞાન જાણવામાં આવે છે. પર્યાયમાં જ્ઞાન જાણવામાં આવે છે, તો પણ હું નિમિત્તને જાણું છું – એમ અજ્ઞાની માને છે. અજ્ઞાની માને છે કે હું પરને જાણું છું, તોપણ તેને જ્ઞાન પર્યાય સિવાય કંઈ જાણવામાં નથી આવતું. જીવ પોતાને જાણતો પરને જાણે છે- એવું ન માનતાં; હું પરને જાણું છું તેમ અજ્ઞાની માને છે. જીવ ખરેખર પોતાની સ્વપર પ્રકાશક જ્ઞાન પર્યાયને જાણે છે.
કોઈ નૃત્ય કરતું હોય અને આપણો ઉપયોગ અન્યત્ર હોય તો નૃત્ય દેખાતું નથી. તેથી ખ્યાલ આવે છે કે તું તારી પોતાની જ્ઞાન પર્યાયને જાણે છે, નૃત્યને જાણતો નથી. છતાં પણ માને છે કે આ રાગનો મીઠો સ્વર સાંભળ્યો, ત્યારે તે સમયે પોતાની પ્રગટ જ્ઞાન પર્યાયમાં પ્રવૃત્તિ થઈ છે; તો પણ પરને સાંભળ્યું એવું માને છે તે પર સન્મુખદશા
અધર્મ છે. સ્વ સન્મુખ થઈને જ્ઞાન કરવું તે જ ધર્મ છે. (પેઈજ નં-૨૧૦ થી ૨૧૧) [ s ] જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વભાવમાં પરિણતિ થકી નૃત્યને સ્પર્શતી નથી. તે નૃત્યની
સામે દેખતી નથી. તારી સત્તામાં તારા અસ્તિત્વમાં પ્રવર્તે છે. તારું અસ્તિત્વ છોડી બહાર ગયું નથી. ભગવાન ! તારા જ્ઞાન સ્વભાવ નૃત્યના અભાવપણે વર્તતો થકો પોતાના ભાવરૂપે પરિણમે છે. જો રૂપી પર્યાય અહીં આત્મામાં આવે તો આત્મા રૂપી થઈ જાય છે. પરંતુ આત્માનું જ્ઞાન અરૂપી છે. તે સ્વના અસ્તિત્વમાં સ્વના સામર્થ્યથી જ જાણે છે. આ વસ્તુ સ્થિતિની અજ્ઞાનીને ખબર નથી. પોતાનામાં રહીને પોતામાં જ્ઞાન પર્યાય થાય છે- એમ ન માનતાં, મેં આ નૃત્ય જોયું તેમ માને છે- એ મિથ્યા