________________
૨૫૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભગવાન ત્રિલોકીનાથ સમવસરણમાં બિરાજે છે એ તારું છું અને તું જ્ઞાયક - ( એમ નથી.) તેનાથી તો તારી જ્ઞાનની પર્યાય થઈ નથી, પણ તેને જાણે છે-એમ પણ નથી. તે સંબંધી પોતાની જ્ઞાન પર્યાયમાં જે જ્ઞાન થયું એ શેયને આત્મા જાણે છે. એ શેય પણ પોતાનું અને જ્ઞાન પણ પોતાનું અને અનંત શક્તિસંપન્ન જ્ઞાતા પણ પોતે.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૩૨) [ ] એ (પંચ પરમેષ્ઠી) સંબંધીનું તને જ્ઞાન થયું એ તારી જ્ઞાન પર્યાય શેય થઈ તારામાં.
કેમકે પ્રમેય નામનો ગુણ તારામાં છે. અને તારું જ્ઞાન તેનું પ્રમાણ કરીને એ પ્રમેયને જાણે છે. પર પ્રમેયને જાણે છે-એમ અહીંયાં છે નહીં સમજમાં આવ્યું? “પરિણમ્ય પરિણામકત્વ” એ શક્તિ એનામાં છે. પરનું શેય થવું ને પોતાનામાં પ્રમાણ થવુંએવી એક શક્તિ છે. પર શેય થાય છે એ વ્યવહારથી કહ્યું. જ્ઞાન સ્વરૂપ પોતાનું પ્રમાણ થવું અને પરનું જ્ઞાનમાં પ્રમેય થવું-એને વ્યવહાર કહેવામાં આવે છે. એ શક્તિ છે પણ એ વ્યવહાર છે. આહાહા ! તારું પ્રમેય પરના જ્ઞાનમાં આવ્યું-એમ છે નહીં. પરનું પ્રમેય તારા જ્ઞાનમાં આવે છે- એમ છે નહીં.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૩૪) [ ] આહાહા ! એ (લોકો કહે છે) પરદ્રવ્યનો કર્તા ન માને એ દિગમ્બર જૈન નથી.
અહીં તો કહે છે કે-પરનો જાણવાવાળો માને એ દિગમ્બર જૈન નથી. આહાહા! પ્રભુ!તારો આવો મારગ છે!ભગવંત સ્વરૂપ છે પ્રભુ તું!તારી શક્તિમાં બીજાની જરૂરત નથી. પરને જાણવા માટે પરની જરૂરત નથી. તને જાણવામાં તને તારી શક્તિની જરૂર છે. (આવું સમજે તો) હવે આમાં વિષય ને કષાયનો રસ ક્યાં રહે! વિષય ને કષાયના ભાવ એ પરશેય તરીકે છે. એ (વિકારીભાવો) શેય અને આત્મા જ્ઞાન-એમ છે એમ છે નહીં. આહાહ ! આ ભગવાન જ્ઞાન સ્વરૂપી આત્મા છે ને? અને આ વિષય-કષાયના પરિણામ થયા તે તેનું શેયને આત્મા જ્ઞાનરૂપ-(જાણનાર)-એમ નથી. જ્ઞાનમાં તો એ છે નહીં, પણ એ પરિણામ શેય અને આત્મા જ્ઞાન-એમ પણ છે નહીં. આહાહ! એકેક શ્લોકમાં, એકેક પદમાં શું ગંભીરતા છે!!
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૩૫)
અહીંયા “કેલિ કરે છે એમ લીધું ને? “પરમવનયા” કેવળજ્ઞાન સાથે ક્રિડા કરે છે. આહા! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય તેનો જ્યાં અનુભવ, દૃષ્ટિ થઈ ત્યારે જેટલી સંખ્યામાં ગુણ છે તેટલી સંખ્યામાં વ્યક્ત થઈ ગયા. જે અંશ પ્રગટ થયો તે પૂર્ણ અંશ સાથે ક્રીડા કરે છે–તેમાં પૂર્ણ કળાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે.
(કલશાકૃત ભાગ-૩, પેઈજ નં-૪૧૫)ત